Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુક્રેન પર રશિયાનો ખતરનાક ICBM મિસાઇલ સાથે હુમલો, પહેલી વાર આટલા ખતરનાક હથિયારનો પ્રયોગ

રશિયાએ યુક્રેનના દ્નિપો શહેર પર ICBM મિસાઇલની મદદથી હુમલો કર્યો છે. સંભવત તે RS-26 Rubezh મિસાઇલ છે.
યુક્રેન પર રશિયાનો ખતરનાક icbm મિસાઇલ સાથે હુમલો  પહેલી વાર આટલા ખતરનાક હથિયારનો પ્રયોગ
Advertisement
  • યુક્રેનના DNIPRO શહેર પર હુમલો
  • પહેલી વાર યુદ્ધમાં મિસાઇલો દ્વારા હુમલો
  • યુક્રેનના મિસાઇલ એટેક બાદ રશિયાનો પ્રહાર

નવી દિલ્હી : રશિયાએ યુક્રેનના દ્નિપો શહેર પર ICBM મિસાઇલની મદદથી હુમલો કર્યો છે. સંભવત તે RS-26 Rubezh મિસાઇલ છે. આ હુમલો 21 નવેમ્બર 2024 ની સવારે 5 થી 7 વાગ્યા વચ્ચે થયો હતો. આ મહત્વપુર્ણ ઇમારતો અને ઢાંચાઓને આ મિસાઇલે બર્બાદ કરી દીધો છે. આ મિસાઇલો રશિયાના અસ્ત્રાખાન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી.

યુક્રેનના DNIPRO શહેરમાં હુમલો

રશિયાએ યુક્રેનના Dnipro શહેર પર 21 નવેમ્બરે સવારે 5 થી 7 વાગ્યા વચ્ચે ICBM મિસાઇલોથી હુમલો કર્યો. આ યુદ્ધમાં પહેલીવાર ઇન્ટરકોન્ટીનેંટ બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે.શક્યતા છે કે, તેના માટે રશિયાએ RS-26 Rubezh મિસાઇલોનો પ્રયોગ કર્યો હોય. જેને અસ્ત્રાખાન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી.

Advertisement

યુક્રેન વાયુસેનાએ હુમલાની પૃષ્ટિ કરી

યુક્રેનની વાયુસેના દ્વારા આ હુમલાની પૃષ્ટી કરવામાં આવી છે. આ મિસાઇલ ઉપરાંત કિંઝલ હાયપર સોનિક અને કેએચ 1010 ક્રૂઝ મિસાઇલો દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેની વાયુસેના દ્વારા આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે તેના મહત્વપુર્ણ સંસ્થાનો, ઇમારતો અને ઢાંચાને નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલામાં બિન પરમાણુ હથિયારોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

Advertisement

ક્રૂઝ મિસાઇલો છોડવા માટે રશિયાએ પોતાના લાંબાા અંતરના બોમ્બ વર્ષક Tu-95MS નો પ્રયોગ કર્યો છે. આ બોમ્બવર્ષક વોલ્ગોગ્રાડ વિસ્તારથી ઉડ્યા હતા. જ્યારે કિંઝાલ હાઇપરસોનિક મિસાઇલને તામ્બોવ વિસ્તારથી ઉડેલા Mig 31K ફાઇટર જેટથી છોડવામાં આવ્યા હતા.

રશિયાનો દાવો-બ્રિટિશ મિસાઇલ સ્ટૉર્મ શૈડોને તોડી પાડી

બીજી તરફ રશિયા તરપથી દાવો કરવામાં આવ્યો કે, તેની હવાઇ ડિફેન્સ સિસ્ટમે બે બ્રિટિશન સ્ટોર્મ શેડો મિસાઇલને તોડી પાડવામાં આવી છે. આ મિસાઇલોને યુક્રેને રશિયા તરફ છોડી હતી. પહેલી વાર યુક્રેને આ મિસાઇલોનો પ્રયોગ રશિયા વિરુદ્ધ કર્યો હતો.

યુક્રેની ઇન્ટેલિજન્સનો દાવો

20 નવેમ્બર 2024 ના રોજ યુક્રેનની ઇન્ટેલિજન્સે દાવો કર્યો હતો કે, રશિયન સેના પોતાના ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલને છોડવાની તૈયારી કરી રહ્યા છે. આ મિસાઇલ કપુસ્તિન યાર એર બેઝને લોન્ચ કરવામાં આવશે. આ વિસ્તારને અસ્ત્રખાન પણ કહે છે. સંભાવના છે કે, આ મિસાઇલમાં પરમાણુ હથિયાર ન હોય. જો કે ઓછી તિવ્રતા વાળુ પરમાણુ હથિયાર અથવા પારંપરિક વેપન લગાવી શકે છે.

36 હજાર કિલોની મિસાઇલ છોડવામાં આવી

આ મિસાઇલનું વજન 36 હજાર કિલોગ્રામ છે. તેમાં એક સાથે 150 થી 300 કિલો ટનના 4 હથિયાર લગાવી શકાય છે. જેથી આ મિસાઇલ MIRV ટેક્નોલોજીથી સજ્જ છે. એટલે કે એક સાથે ચાર ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. આ મિસાઇલ Avangard હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલને લઇ જવા માટે પણ સક્ષમ છે. એટલે કે હુમલો વધારે તગડો હોઇ શકે છે.

Tags :
Advertisement

.

×