Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Russia Ukraine War : યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન સેનામાં ભરતી થયેલા 2 ભારતીયોના મોત...

રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચેના યુદ્ધમાં ભારતીય નાગરિકોના મોત થયા છે. ભારતે કહ્યું છે કે તાજેતરના રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)માં રશિયન સૈન્ય દ્વારા ભરતી કરાયેલા બે ભારતીય નાગરિકો માર્યા ગયા છે, જેથી આવા મૃત્યુની સંખ્યામાં વધારો થયો...
russia ukraine war   યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન સેનામાં ભરતી થયેલા 2 ભારતીયોના મોત
Advertisement

રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચેના યુદ્ધમાં ભારતીય નાગરિકોના મોત થયા છે. ભારતે કહ્યું છે કે તાજેતરના રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)માં રશિયન સૈન્ય દ્વારા ભરતી કરાયેલા બે ભારતીય નાગરિકો માર્યા ગયા છે, જેથી આવા મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે આ મામલો રશિયા સમક્ષ મજબૂતીથી ઉઠાવ્યો છે અને રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે પરત કરવાની માંગ કરી છે.

'રોક લગાવવામાં આવે'

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે "રશિયન સૈન્ય દ્વારા ભારતીય નાગરિકોની વધુ ભરતી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે કારણ કે આવી પ્રવૃત્તિઓ અમારી ભાગીદારી સાથે સુસંગત રહેશે નહીં." વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, "આ કહેતા અમને ખૂબ દુઃખ થાય છે કે રશિયાની સેનામાં ભરતી થયેલા બે ભારતીય નાગરિક રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે ચાલતા યુદ્ધમાં માર્યા ગયા છે."

Advertisement

Advertisement

પરિવારો પ્રત્યે સંવેદના...

વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, "અમે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ." મોસ્કોમાં અમારા દૂતાવાસે રશિયન સત્તાવાળાઓ પર મૃતદેહને શક્ય તેટલી વહેલી પરત લાવવા દબાણ કર્યું છે.

આ દેશોના લોકો રશિયન સેનામાં સામેલ છે...

યુક્રેન સાથેના યુદ્ધ (Russia Ukraine War)માં રશિયાને પણ નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં રશિયા અનેક સ્તરે વિદેશી સૈનિકોની ભરતી કરી રહ્યું છે. ભારત, નેપાળ ઉપરાંત આફ્રિકન દેશો અને પૂર્વ એશિયાઈ દેશોના નાગરિકોને પણ રશિયન સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. વિદેશી નાગરિકોને રશિયન આર્મીમાં કોઈ મોટી જવાબદારીઓ સોંપવામાં આવતી નથી.

આ પણ વાંચો : અમેરિકન રાષ્ટ્રપતિના પુત્ર પર કાયદાનું ચાલ્યું હંટર, ડ્રગ્સ કેસમાં દોષિત

આ પણ વાંચો : પાકિસ્તાનમાં શખ્સે કરી Gay Club ખોલવાની ડિમાન્ડ, અને પછી…

આ પણ વાંચો : પ્લેન ક્રેશની ઘટનામાં માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત કૂલ 9 લોકોનાં મોત, કાલથી પ્લેન હતું ગાયબ

Tags :
Advertisement

.

×