ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabar Dairy : રાજસ્થાનમાંથી દૂધની ખરીદીમાં ડિરેક્ટરો, વહીવટકર્તા 'ભ્રષ્ટાચાર' આચરતા હોવાનો ગંભીર આરોપ

સ્થાનિક અથવા રાજય રજિસ્ટ્રાર સાબરડેરીનાં આ વહીવટ અંગે જાણતા હોવા છતાં કેમ કોઇ સખ્ત કાર્યવાહી કરતા નથી ? તેવાં દૂધ ઉત્પાદકોમાં સવાલ છે.
05:11 PM May 14, 2025 IST | Vipul Sen
સ્થાનિક અથવા રાજય રજિસ્ટ્રાર સાબરડેરીનાં આ વહીવટ અંગે જાણતા હોવા છતાં કેમ કોઇ સખ્ત કાર્યવાહી કરતા નથી ? તેવાં દૂધ ઉત્પાદકોમાં સવાલ છે.
Sabarkantha_gujarat_first
  1. Sabar Dairy દ્વારા આંતર રાજયમાંથી ખરીદવામાં આવતા દૂધમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ
  2. ડેરીનાં કેટલાક ડિરેક્ટરો આડકતરી રીતે રાજસ્થાનનાં કેટલાક વિસ્તારોની ડેરીઓમાં હસ્તક્ષેપ કરતા હોવાની આશંકા
  3. વાર્ષિક ભાવફેરની રકમ ડિરેક્ટરોને બારોબાર ચૂકવાતી હોવાનો આરોપ
  4. સાબરકાંઠા, અરવલ્લીનાં દૂધ ઉત્પાદકોને ભાવફેર ચૂકવવો પડે છે, રાજસ્થાન માટે આવો કોઇ નિયમ નથી!

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી જિલ્લાની (Aravalli) સંયુકત ગણાતી સાબરડેરીનો (Sabar Dairy) વહિવટ છેલ્લા કેટલાક સમયથી કથળી રહ્યો હોય તેવી છાપ ઉપસી રહી છે. ડેરીનાં વહીવટી તંત્ર દ્વારા કેટલાક મુદ્દાઓમાં 'તારું-મારું સહિયારું' હોય તેમ ટેબલ નીચેનાં વ્યવહાર કરીને મનમાની કરાઇ રહી હોવાનાં ગંભીર આક્ષેપ થયા છે. સાબરડેરીએ દૂધની માગને પહોંચી વળવા માટે તથા ડિરેક્ટરોને આડકતરી રીતે ફાયદો કરાવવા માટે કાગળ પર કેટલાક નિયમો અને તેનું મનગડત રીતે અર્થઘટન કરીને સાબરડેરીનાં ભાવિને અંધકારમય બને તેવો વહીવટ કરાઇ રહ્યો હોય તેવું પ્રજામાં ચર્ચાઇ રહ્યુ છે. પરંતુ, સ્થાનિક અથવા રાજય રજિસ્ટ્રાર સાબરડેરીનાં આ વહીવટ અંગે જાણતા હોવા છતાં કેમ કોઇ સખ્ત કાર્યવાહી કરતા નથી ? તેવાં દૂધ ઉત્પાદકોમાં સવાલ છે. દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે, સફેદ દૂધમાંથી કમાણી કરનારા જીવનમાં કયારેય સુખી થતા નથી, જેના દાખલા ભૂતકાળમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં બની ચૂક્યા છે.

કેટલાક ડિરેક્ટરો રાજસ્થાનની કેટલીક ડેરીઓમાં હસ્તક્ષેપ કરતા હોવાની આશંકા

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, થોડાક સમય અગાઉ સાબરડેરી (Sabar Dairy) દ્વારા દૂધ ઉત્પાદકો પાસેથી રોજબરોજ ખરીદવામાં આવતાં દૂધનાં પુરવઠામાં ખેંચ ઊભી થતાં ડેરીનાં સત્તાવાળાઓએ પડોશી રાજયમાંથી દૂધ ખરીદવાનો નિર્ણય કર્યો હતો, જેને લઇને પ્રથમ પસંદગી સાબરકાંઠાની સરહદે આવેલા રાજસ્થાનમાં (Rajasthan) કેટલાક વિસ્તારોની કરાયા બાદ દૂધ ખરીદવાનું નક્કી કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં સહકારી જેવું માળખું રાજસ્થાનમાં નથી, ત્યારે વિસ્તારોની પસંદગી કર્યા બાદ સ્થાનિક મંડળીઓમાંથી દૂધની ખરીદી કરવાનું શરૂ કરાયું હતું. લોક ચર્ચા અનુસાર, નિયમ પ્રમાણે રાજસ્થાનની આ મંડળીઓને વાર્ષિક ભાવફેર ચૂકવવાની જોગવાઇ ન હોવાને કારણે ડેરીનાં સત્તાવાળાઓએ ડિરેક્ટરોને આડકતરી રીતે ફાયદો કરાવવાના આશયથી કેટલાક વિસ્તારોની જવાબદારી આ ડિરેક્ટરોને સોંપવામાં આવી હતી, જેથી તેઓ અવારનવાર તેમને સોંપવામાં આવેલ વિસ્તારોમાં જઇ દૂધ મંડળીઓ સાથે મુલાકાત કરતા હતા. બીજી તરફ, ડિરેક્ટરોએ એવું પણ કહ્યું હતું કે, અમે રાજસ્થાન જઇને ડેરીનાં હિતમાં કામ કરી રહ્યા છીએ ત્યારે અમને પણ ફાયદો થવો જોઇએ.

આ પણ વાંચો - Sabar Dairy : ભરતી, ખરીદી બાબતે ડિરેક્ટર, વહીવટીકર્તા મનમાની કરી લાભ મેળવતા હોવાનાં ગંભીર આક્ષેપ

જવાબદાર પદાધિકારીઓ અને ડિરેક્ટરો માહિતી આપવા તૈયાર નથી!

ડેરીનાં કેટલાક ડિરેક્ટરોએ જવાબદાર પદાધિકારી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને આર્થિક રીતે ફાયદો થાય તેવું સેટિંગ ગોઠવી દીધું હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. જો કે, ડિરેક્ટરો અને જવાબદાર પદાધિકારીઓને આ બાબતે પૂછવા જતાં 'આવું કંઇ શક્ય નથી' તેવું કહે છે. પરંતુ, હકીકતમાં કેટલાક ડિરેક્ટરોને આર્થિક ફાયદો થાય છે તેવું એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. એટલું જ નહીં, પણ માહિતી અધિકારનાં કાયદાની છટકબારી શોધીને 'અમારામાં આવી કોઇ જોગવાઇ ન હોવા' નું કહીને માહિતી પણ આપતા નથી. એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે ભૂતકાળમાં ડેરીનાં કેટલાક ડિરેક્ટરે પણ વહીવટ સામે કરેલા ઉપવાસ અને વિરોધ બાદ તેઓ પણ હાલ શાંત થઇ ગયા છે જે પાછળનાં અનેક કારણો હોય શકે છે.

આ પણ વાંચો - Bhavnagar: સોમનાથ નેશનલ હાઈવે બન્યો રક્તરંજિત, ટ્રિપલ એક્સિડન્ટમાં 3નાં મોત

સમયસર યોગ્ય કાર્યવાહી થાય તો મસમોટા કૌભાંડનો પર્દાફાશ થવાની વકી

લોકોમાં ચર્ચા છે કે જો દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ, જિલ્લા તથા રાજય રજિસ્ટ્રાર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તો મસમોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે. પરંતુ, જો આવું ન થયું તો પ્રથમ હરોળમાં આવતાં સાબરકાંઠાની (Sabarkantha) સહકારી સંસ્થાઓ પર લટકતી તલવાર કયારે તૂટીને પડે તે નક્કી નથી. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે, દૂધ ઉત્પાદકોનું હિત વિચારીને 'દૂધની સફેદ કમાણીમાંથી કાળી કમાણી' કરતાં સહકારી અગ્રણીઓને પાઠ ભણાવવાનો હવે સમય પાકી ગયો છે. આ મામલે ઝડપી અને નિષ્પક્ષ તપાસ થયા તેવી લોક માગ પણ ઊઠી છે.

અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - IndianPakistanWar : યુદ્ધ વિરામ બાદ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની લેશે મુલાકાત

Tags :
AravalliBMC UnitsCorruptiongujaratfirstnewsRajasthanRegistrar's Officesabar dairySabar Dairy AdministratorsSabardaan factorySabarkanthaTop Gujarati New
Next Article