Sabar Dairy Protest: અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ચોથા દિવસે પણ સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત
- પશુપાલકો દ્વારા દૂધ મંડળીઓ દૂધ નહિ ભરાવી વિરોધ યથાવત રાખ્યો
- પોલીસ વાનના પાઈલોટિંગ વચ્ચે દૂધની ટેન્કરો સાબરડેરી ખાતે લઈ જવાઇ
- પશુપાલકોએ નારેબાજી શરુ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી
Sabar Dairy Protest: અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ચોથા દિવસે પણ સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત છે. જેમાં પશુપાલકો દ્વારા દૂધ મંડળીઓ દૂધ નહિ ભરાવી વિરોધ યથાવત રાખ્યો છે. પશુપાલકોને માંગ ન સંતોષાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે. સાબર ડેરી દ્વારા યોગ્ય ભાવ ફેર ન મળતા પશુ પાલકોમાં રોષ યથાવત છે. સાબર ડેરી ખાતે લઇ જતા દૂધની ટેન્કરોને રોકી પશુપાલકોએ વાલ્વ ખોલી દૂધ રોડ પર ઢોળી વિરોધ કર્યો છે.
પોલીસ વાનના પાઈલોટિંગ વચ્ચે દૂધની ટેન્કરો સાબરડેરી ખાતે લઈ જવાઇ
ગત રાત્રીએ પોલીસ વાનના પાઈલોટિંગ વચ્ચે દૂધની ટેન્કરો સાબરડેરી ખાતે લઈ જવાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા ચર્ચા શરૂ થઇ છે. પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી. પશુપાલકો બેકાબુ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું. પોલીસ દ્વારા 20થી વધુ ટીયરગેસનો મારો ચલાવાયો હતો.
સાબર ડેરીમાં પોલીસ સુરક્ષા સાથે લઈ જવાઈ રહ્યું છે દૂધ
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકનો વિરોધ યથાવત
પશુપાલકોની માંગ ન સંતોષાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં
સાબર ડેરીમાં પોલીસ સુરક્ષા સાથે લઈ જવાઈ રહ્યું છે દૂધ
દૂધના ટેન્કર સાથે પોલીસ પાઈલોટિંગનો વીડિયો આવ્યો સામે
ગત રાત્રે… pic.twitter.com/eNCBLkoCiq— Gujarat First (@GujaratFirst) July 17, 2025
પશુપાલકોએ નારેબાજી શરુ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી
ઉલ્લેખનીય છે કે અગાઉ સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ દરમિયાન પશુપાલકોને તેમની માગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા હતા. જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ વિરોધમાં જોડાયા છે. ત્યારે ડીવાએસપી, 4 પીઆઈ અને 8 પીએસઆઈ સહિત કુલ 80 જેટલા પોલીસકર્મીઓનો કાફલો સ્થિતિને સંભાળવા ત્યાં આવી પહોંચ્યો હતો. સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરુ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી હતી.
આ પણ વાંચો: Gujarat News: પ્રાંતિજના ભાગપુરમાં ડે.સરપંચ અંગે બબાલ થતાં 9 વિરૂદ્ધ ફરીયાદ


