Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : ઈડર માર્કટયાર્ડનાં સત્તાવાળાઓ સામે કાયદાની લટકતી તલવાર! વધુ એક તપાસનો આદેશ

વધુ એક વખત તપાસ કરવા માટે આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરાયા છે...
sabarkantha   ઈડર માર્કટયાર્ડનાં સત્તાવાળાઓ સામે કાયદાની લટકતી તલવાર  વધુ એક તપાસનો આદેશ
Advertisement
  1. ઈડર APMC માં ભરતી મામલે થયો વધુ એક તપાસનો આદેશ (Sabarkantha)
  2. ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર દ્વારા કરાયો આદેશ
  3. BJP નાં પૂર્વ પ્રમુખે આ મામલે ગાંધીનગરમાં લેખિત રજૂઆત કરી
  4. ખેતબજાર, ગ્રામ્ય અર્થતંત્રનાં નાયબ નિયામકને લેખિત રજૂઆત કરી
  5. ઈડર માર્કટયાર્ડનાં સત્તાવાળાઓ સામે કાયદાની લટકતી તલવાર!

સાબરકાંઠા જિલ્લામાં (Sabarkantha) રહેતા ખેડૂતો તેમની ખેતપેદાશો વેચવા માટે નજીકનાં સ્થળે આવેલ માર્કેટયાર્ડમાં અનાજ લઈને જતા હોય છે. અત્યારે ઈડરનાં માર્કેટયાર્ડમાં ખેતપેદાશો વેચવા આવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોવાથી તેની પસંદગી કરે છે. ત્યારે ઈડર માર્કેટયાર્ડનાં સત્તાવાળાઓએ જરૂર કરતાં વધુ કર્મચારીઓની ભરતી કરીને સગાવાદને પોસ્યો છે તેવા ગંભીર આરોપ થયા હતા. આ મામલો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હોવાથી જિલ્લાના સહકારી રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. થોડાક સમય અગાઉ આ ભરતી મામલાની તપાસ અરવલ્લીનાં જિલ્લા (Aravalli) રજિસ્ટ્રારને સોંપવાનો નિર્ણય કરાયા બાદ વધુ એક વખત તપાસ કરવા માટે આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરાયા છે, જેથી કદાચ ઈડર માર્કટયાર્ડનાં (Idar Market Yard) સત્તાવાળાઓ સામે કાયદાની તલવાર લટકતી હોય તેવા સંજોગ ઊભા થયા છે.

આ પણ વાંચો - Gram Panchayat Elections Gir Somnath: વેવાણ વર્સિસ વેવાણનો આ અનોખો મુકાબલો

Advertisement

ચેરમેન, સેક્રેટરી, ડિરેક્ટરોએ મનમાની કરી મામકાઓની ભરતી કરી હોવાનો આરોપ

આ અંગેની વિગત એવી છે કે, ઈડર માર્કેટયાર્ડ (Idar Market Yard) મુખ્યત્વે મગફળી, કપાસ, એરંડા, તુવેર, તલ વેચવા માટે ખૂબ જ જાણીતું છે. ત્યારે માર્કેટયાર્ડમાં ચેરમેન, સેક્રેટરી અને ડિરેક્ટરોએ પોતાનાં મામકાઓને નોકરી અપાવવા માટે કેટલાક નિયમોને નેવે મૂકીને થોડાક સમય અગાઉ 15 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં મનમાની કરી હોવાનાં ગંભીર આરોપ થયા હતા. આક્ષેપ છે કે એક વર્ષ અગાઉ ઈડર સહિત જાદરસબ માર્કેટયાર્ડમાં ચેરમેન, ડિરેકટર અને માર્કેટયાર્ડનાં જવાબદાર કર્મચારીઓએ તેમના મામકાઓને કામચલાઉ ધોરણે નોકરી પર રાખી દીધા હતા. તેના એક વર્ષ પૂર્ણ થયા પછી ઇડર એપીએમસી માર્કેટનાં ચેરમેને ડિરેક્ટરોનાં અંગત સ્વાર્થને ધ્યાને રાખી 15 કર્મચારીઓને કાયમી કરવા માટેની હિલચાલ શરૂ કરી હતી. પરંતુ, ભાજપનાં (BJP) એક પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ પટેલે ગાંધીનગર સ્થિત ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્રનાં નાયબ નિયામકને લેખિતમાં રજૂઆત કરીને આ મામલે જરૂરી તપાસ કરવાની માગ કરી હતી. તેમ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 223 મૃતકોના DNA મેચ

ભરતી રદ કરવા માટે તપાસ ગાંધીનગરથી કરાશે!

આથી, હવે ઈડર માર્કેટયાર્ડનાં (Sabarkantha) ભરતી પ્રકરણમાં તપાસનો વધુ એક દોર ઉમેરાયો છે. દરમિયાન ગત 5 મેનાં રોજ નાયબ નિયામકે રજૂઆત કર્તાને લેખિતમાં જાણ કરીને તેની તપાસ કરવા માટે ગુજરાત અગ્રિકલ્ચરલ પ્રોડયૂસ માર્કેટ એક્ટ 1963 ની કલમ-44 અન્વયે ભરતી રદ કરવા માટે તપાસ ગાંધીનગરથી કરાશે તેવું જણાવાયું છે. હવે, ઈડર માર્કેટયાર્ડનું ભરતી પ્રકરણ (Idar Market Yard Job Scam) વિવાદમાં અને કાયદાની આંટીઘૂંટીમાં આવ્યું છે, ત્યારે આગામી સમયમાં ભરતી રદ થવાની શક્યતાઓ અંગે જિલ્લાના કેટલાક રાજકારણીઓ મત રજૂ કરી રહ્યા છે. જો કદાચ ભરતી રદ થશે તો તેના લીધે અન્ય સહકારી સંસ્થાઓમાં પણ મામકાઓની પૈસા લઈને ભરતી કરવાનાં વેપલા પર લગામ આવી શકે તેમ છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Rathyatra 2025 : રથયાત્રા નિયત રૂટ પર જ નીકળશે - મહેન્દ્ર ઝા, ટ્રસ્ટીના નિવેદનથી તમામ અટકળોનો અંત આવ્યો

Tags :
Advertisement

.

×