Sabarkantha : વિજયનગર પોલો પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, બે આશાસ્પદ યુવકોના મોત
- Sabarkantha ના પોળો વિસ્તારમાં કારને નળ્યો અકસ્માત,
- મોડી રાતે કાર ડેમનાં કિનારે ખાડામાં ગરકાવ થતાં બે યુવકોનાં મોત
- બંને યુવક સલુંબર રાજસ્થાનથી અંબાજી તરફ જઈ રહ્યા હતા
સાબરકાંઠા જિલ્લામાંથી (Sabarkantha) ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. વિજયનગર-ઇડર રોડ (Vijayanagar-Idar road) પર મોડી રાતે રાજસ્થાનથી અંબાજી તરફ જતી વખતે કાર ડેમનાં કિનારે ખાડામાં ખાબકી હતી. આ ઘટનામાં કારમાં સવાર બે યુવકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનાની જાણ થતાં વિજયનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારને ક્રેઇન વડે બહાર કાઢી મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો -Gondal : તુલસી વિવાહનું ભવ્ય આયોજન, મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ રહેશે હાજર
ઊંડા પાણીમાં કાર ખાબકતા બે યુવકોનાં મોત
સારબકાંઠા જિલ્લાનાં પોળો વિસ્તારમાં કાર ડૂબવાથની ઘટના બની છે. આ ગોઝારા અકસ્માતમાં કાર ઊંડા પાણીમાં ખાબકતા બે યુવકોનાં મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિજયનગર-ઇડર રોડ પર મોડી રાત્રે રાજસ્થાનથી (Rajasthan) અંબાજી તરફ એક કારમાં બે યુવકો પસાર થઈ રહ્યા હતા. દરમિયાન, વિજયનગર પોલોનાં ઇડર હાઇવે પરનાં ડેમનાં કિનારે રેલિંગ તોડી કાર ખાડામાં ખાબકી હતી.
આ પણ વાંચો -Kheda : સ્વામિનારાયણની પરંપરા છે કે સેવા વગર કામ આગળ વધતું નથી : PM મોદી
મૃતક યુવક રાજસ્થાનનાં સુલુંબરનાં રહેવાસી
વણજ ગામ પાસે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં કારનો પાણીમાં ગરકાવ થયો હતો, જ્યારે તેમાં સવાર બે યુવકોનું પણ ઊંડા પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં વિજયનગર પોલીસ (Vijayanagar Police) ઘટના સ્થળે પહોંચી હતી અને કારને ક્રેઇનની મદદથી બહાર કાઢી મૃતદેહોને પીએમ અર્થે મોકી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવક રાજસ્થાનનાં સુલુંબરનાં રહેવાસી હોવાનું હાલ સામે આવ્યું છે.
આ પણ વાંચો - Banaskantha : ખરેખર..! વાકયુદ્ધ કરતાં ભાજપ-કોંગ્રેસનાં નેતા એકબીજાને ભેટી પડ્યા! દ્રશ્યોએ ચર્ચા જગાવી!


