Sabrkantha News : છેલ્લા 24 કલાકમાં 8 માંથી 7 તાલુકામાં વરસાદ નોધાયો, ખેડૂતોમાં 'આનંદો'
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વરસાદની પેટર્ન બદલાઈ હોય તેઓ માહોલ પ્રવર્તી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ વચ્ચે તાપમાનના પારામાં થઈ રહેલા ઘટાડાની પગલે લોકોને ગરમીમાં રાહત મળી છે. બીજી તરફ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ હોવા છતાં હજુ સુધી અન્ય જિલ્લાઓની તુલનામાં પૂરતા પ્રમાણમાં વરસાદ થયો નથી.
રાજ્યભરમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. સાબરકાંઠા - અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજા આવીરત પણે વરસી રહ્યા છે. ત્યારે હજુ આગામી બે દિવસ પણ રાજ્યભરના અનેક પંચકોમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠ માંથી સાત તાલુકામાં વરસાદ નોધાયો હતો જેમાં ખેડબ્રહ્મામાં દિવસ દરમિયાન વરસાદ વરસ્યો હતો તો હિમતનગર અને પ્રાંતિજમાં રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો. બાકીના તાલુકામાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે હિંમતનગરમાં સમી સાંજથી લઈ મોડી રાત્રી દરમિયાન વાતાવરણમાં એકા એક પલટો આવતા મોસમ ભારે તોફાની બન્યું હતું અને વીજળીના કડાકા સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. બીજી તરફ વરસાદને લઈને જળાશયોમાં પાણીની આવક શરુ થઇ છે.
આ અંગે ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં 7 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોધાયો હતો. જેમા સાબરકાંઠા જીલ્લામાં 7 મીમીથી 60 મીમી સુધી વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં એકાએક પલટો આવતા મેઘરાજાએ પધરામણી કરતા હિંમતનગરમાં અઢી, ખેડબ્રહ્મામાં સવા બે, પ્રાંતિજમાં પોણા બે, વિજયનગરમાં પોણો 1 ઇંચ વરસાદ નોધાયો હતો.
જ્યારે ઇડર, વડાલી અને તલોદમાં છુટા છવાયા વરસાદી ઝાપટા હતા. હિમતનગરમાં રાત્રી દરમિયાન ચાર કલાકમાં અઢી ઇંચ અને પ્રાંતિજમાં પોણા બે ઇંચ વરસાદ વરસવાને લઈને રોડ પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ વરસાદ બંધ થતા પાણી ઓસરી ગયા હતા. ખેડબ્રહ્મામાં સવા બે ઇંચ વરસાદ દિવસ દરમિયાન વરસ્યો હતો જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખેડબ્રહ્મા નગરપાલિકાના વોર્ડ નં 3 માં આવેલા વાસણા રોડ પરની રામેશ્વર મંદિર જવાના માર્ગ પર યોગ્ય કામગીરી અને પાણીના નિકાલના અભાવને લઈને સ્થાનિકોને પરેશાની ભોગવવી પડી હતી.
ડિઝાસ્ટર વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મોટાભાગના તાલુકા મથકે પણ મેઘરાજાએ પધરામણી કરતા સાર્વત્રિક વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં અરવલ્લી જિલ્લાના ધનસુરામાં અડધો કલાકમાં જ દોઢ ઇંચ વરસાદ કાપી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અવિરત પાણી વરસાદ વરસતા નીચેવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મોડાસા અને ભિલોડા પંથકમાં પણ મેઘરાજાએ આવીરત પણે વરસાદ વરસાવતા સારો એવો વરસાદ નોંધાયો છે
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો
- ખેડબ્રહ્મા 55 મિમી વરસાદ
- વિજયનગર 20 મિમી વરસાદ
- વડાલી 07 મિમી વરસાદ
- ઇડર 04 મિમી વરસાદ
- હિંમતનગર 60 મિમી વરસાદ
- પ્રાંતિજ 46 મિમી વરસાદ
- અને તલોદ 07 મિમી વરસાદ
વરસાદને લઈને જીલ્લાના કયા કયા જળાશયોમાં પાણીની કેટલી આવક શરુ થઇ
- હાથમતી જળાશયમાં 350 કયુસેક પાણીની આવક
- હરણાવ જળાશયમાં 320 કયુસેક પાણીની આવક
- ખેડવા જળાશયમાં 20 કયુસેક પાણીની આવક
- જવાનપુરા બેરેજમાં 560 કયુસેક પાણીની આવક અને 560 જાવક
- ગોરઠીયા બેરેજમાં 200 કયુસેક પાણીની આવક 200 જાવક નોધાઇ છે
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો : ગુજરાતનું આ અદભૂત હિલ સ્ટેશન જ્યાં જવા હંમેશા રેડી રહે છે ગુજરાતીઓ…!




