Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજીવ ગાંધી સરકાર દ્વારા પ્રતિબંધિત પુસ્તકને 36 વર્ષ બાદ મંજૂરી મળી

Salman Rushdie Book The Satanic Verses : મુસ્લિમ સંગઠનોએ આ પુસ્તકને નિંદાત્મક ગણાવી વિરોધ કર્યો
રાજીવ ગાંધી સરકાર દ્વારા પ્રતિબંધિત પુસ્તકને 36 વર્ષ બાદ મંજૂરી મળી
Advertisement
  • Salman Rushdie ની હત્યા કરવાનો ફતવો બહાર પાડ્યો હતો
  • મુસ્લિમ સંગઠનોએ આ પુસ્તકને નિંદાત્મક ગણાવી વિરોધ કર્યો
  • સ્વતંત્રતા, વિશ્વાસ અને કલા પર ચર્ચાને વેગ આપ્યો છે

Salman Rushdie Book The Satanic Verses : ભારતના સૌથી વિવાદાસ્પદ પુસ્તકને 36 વર્ષ પછી મંજૂરી આપવામાં આવી છે. આ પુસ્તક પર રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રાજીવ ગાંધી સરકારે અમુક વિવાદોને કારણે આ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે Salman Rushdie નું વિવાદાસ્પદ પુસ્તક The Satanic Verses ને 36 વર્ષ પછી ભારતમાં પાછું આવ્યું છે. જોકે તે સમયે મુસ્લિમ સંગઠનોએ આ પુસ્તક સામે વાંધો વ્યક્ત કર્યો હતો. આ પુસ્તકની કિંમત 1,999 રૂપિયા છે.

Salman Rushdie ની હત્યા કરવાનો ફતવો બહાર પાડ્યો હતો

આ પુસ્તક ફક્ત Delhi-NCR ના બહરિસન્સ બુકસેલર્સ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. દિલ્હી હાઈકોર્ટે પુસ્તકોની આયાત પરના પ્રતિબંધને પડકારતી અરજી પર સુનાવણી રદ્દ કરી હતી. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા નોટિફિકેશન રજૂ કરી શકી નથી કે, જેના આધારે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ પુસ્તક પર પ્રતિબંધ પછી ઈરાનના નેતા રૂહોલ્લાહ ખોમેનીએ Salman Rushdie ની હત્યા કરવાનો ફતવો બહાર પાડ્યો હતો. Salman Rushdie ને લગભગ 10 વર્ષ સુધી છુપાઈને રહેવું પડ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: 40 કલાકોથી 700 ફૂટ ઊંડા બોરવેલમાં માસૂમ મૂંઝાઈ રહી, NDRF અત્યાર સુધી નિષ્ફળ

Advertisement

મુસ્લિમ સંગઠનોએ આ પુસ્તકને નિંદાત્મક ગણાવી વિરોધ કર્યો

2022 માં કટ્ટરપંથી હાદી માતરે Salman Rushdie પર હુમલો કર્યો હતો. આ હુમલામાં Salman Rushdie એ એક આંખ ગુમાવી દીધી હતી. વિદેશમાં આ પુસ્તકના વેચાણને લઈને લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઘણા લોકોને પુસ્તકની કિંમત વધારે લાગે છે. વિશ્વભરના મુસ્લિમ સંગઠનોએ આ પુસ્તકને નિંદાત્મક ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. દિલ્હીમાં બહરિસન્સ બુકસેલર્સના માલિક રજની મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પુસ્તકોનું વેચાણ સારું ચાલી રહ્યું છે.

સ્વતંત્રતા, વિશ્વાસ અને કલા પર ચર્ચાને વેગ આપ્યો છે

રૂ. 1,999 રૂપિયાની કિંમતનું આ પુસ્તક માત્ર Delhi-NCR માં Bahrisons Booksellers માં જ ઉપલબ્ધ છે. Bahrisons Booksellers પર પોસ્ટ તેની કલ્પનાશીલ વાર્તા અને બોલ્ડ થીમ્સ સાથે આ ગ્રાઉન્ડબ્રેકિંગ અને ઉત્તેજક નવલકથાએ દાયકાઓથી વાચકોને મોહિત કર્યા છે. તે તેના પ્રકાશનથી તીવ્ર વૈશ્વિક વિવાદનું કેન્દ્ર પણ રહ્યું છે, જેણે અભિવ્યક્તિની સ્વતંત્રતા, વિશ્વાસ અને કલા પર ચર્ચાને વેગ આપ્યો છે.

આ પણ વાંચો: મહિલા વકીલો નકાબ પહેરીને કોર્ટમાં સુનાવણી કરી શકશે નહીં : High Court

Tags :
Advertisement

.

×