SLEEPING PRINCE નું નિધન, 20 વર્ષ કોમામાં રહ્યા બાદ આજે લીધા અંતિમ શ્વાસ
- વર્ષો સુધી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રહ્યો પ્રિન્સ
- આજે સવારે પરિવારે મોતની પુષ્ટિ કરી
- અકસ્માકમાં મગજમાં લોહી વહેતા કોમામાં જતો રહ્યો હતો પ્રિન્સ
SLEEPING PRINCE : સાઉદી અરેબિયા (SAUDI ARABIA) ના 'સ્લીપિંગ પ્રિન્સ' તરીકે જાણીતા પ્રિન્સ અલ-વલીદ બિન ખાલિદ બિન તલાલ અલ સઉદ (PRINCE AL WAHEED DIED) નું 36 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લગભગ બે દાયકાથી કોમામાં હતા. પ્રિન્સ અલ-વલીદના પરિવારે રવિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.
Statement On the Passing of Prince Alwaleed bin Khaled bin Talal Al Saud pic.twitter.com/st19kxb7lC
— Global Imams Council (GIC) (@ImamsOrg) July 19, 2025
અલ્લાહ તેમના પર દયા કરે
પ્રિન્સ અલ-વલીદના પિતા પ્રિન્સ ખાલિદ બિન તલાલ બિન અબ્દુલ અઝીઝે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, "અલ્લાહનો આદેશ, ભાગ્યમાં સંપૂર્ણ વિશ્વાસ અને ઊંડા દુ:ખ સાથે, અમે અમારા પ્રિય પુત્ર પ્રિન્સ અલ-વલીદ બિન ખાલિદ બિન તલાલ બિન અબ્દુલ અઝીઝ અલ સઉદના મૃત્યુ પર શોક વ્યક્ત કરીએ છીએ. અલ્લાહ તેમના પર દયા કરે."
અકસ્માત સમયે તેઓ માત્ર 15 વર્ષના હતા
પરિવારે જાહેરાત કરી છે કે, રવિવારે રિયાધમાં ઇમામ તુર્કી બિન અબ્દુલ્લા મસ્જિદમાં અસરની નમાઝ પછી અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 2005માં કાર અકસ્માત બાદ પ્રિન્સ અલ-વલીદ કોમામાં ગયા હતા. અકસ્માત સમયે તેઓ માત્ર 15 વર્ષના હતા. પ્રિન્સ અલ-વલીદને મગજમાં રક્તસ્ત્રાવ થયો હતો, ત્યારબાદ તેમને સાઉદી અરેબિયા પાછા લાવવામાં આવ્યા હતા. અહીં તેમને રિયાધના કિંગ અબ્દુલ અઝીઝ મેડિકલ સિટીમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેઓ વેન્ટિલેટર અને લાઇફ સપોર્ટ પર નિર્ભર
અમેરિકા અને સ્પેનના નિષ્ણાતો દ્વારા સારવાર સહિત તબીબી પ્રયાસો છતાં પ્રિન્સ સંપૂર્ણ હોશમાં આવી શક્યા નહીં. પ્રિન્સ અલ-વલીદ લગભગ 20 વર્ષ સુધી આ સ્થિતિમાં રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ વેન્ટિલેટર અને લાઇફ સપોર્ટ પર નિર્ભર હતા.
ઊંડો ભાવનાત્મક બંધન બન્યો
પિતા પ્રિન્સ ખાલિદ બિન તલાલ પુત્રને જીવતો રાખવાના નિર્ણય પર અડગ રહ્યા. તેમણે લાઇફ સપોર્ટ સિસ્ટમ દૂર કરવાના સૂચનને નકારી કાઢ્યું. વર્ષો સુધી તેમના પુત્રના પલંગ પર પિતાની હાજરીથી લોકો સાથે ઊંડો ભાવનાત્મક બંધન બન્યો. એપ્રિલ 1990 માં જન્મેલા પ્રિન્સ અલ-વલીદ સાઉદી શાહી પરિવારના એક અગ્રણી સભ્ય પ્રિન્સ ખાલિદ બિન તલાલના મોટા પુત્ર હતા.
આ પણ વાંચો ---- RUSSIA નો UKRAINE પર મોટો હુમલો, 30 ક્રુઝ મિસાઇલ અને 300 ડ્રોન છોડ્યા


