Hyderabad માં કલમ 144 લાગુ, એક મહિના માટે વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ, જાણો શું છે કારણ?
- Hyderabad માં પોલીસ કમિશનરનો મોટો નિર્ણય
- એક મહિના સુધી શહેરમાં કલમ 144 લાગુ કરાઈ
- શાંતિ અને સૌહાર્દ જાળવવાના હેતુથી લેવાયો નિર્ણય
હૈદરાબાદ (Hyderabad) શહેરમાં એક મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. હૈદરાબાદ (Hyderabad) પોલીસે 28 નવેમ્બર સુધી કોઈપણ પ્રકારના સરઘસ, ધરણા અને જાહેર સભાના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે હૈદરાબાદ (Hyderabad)ના પોલીસ કમિશનર સી.વી. આનંદ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તેમને વિશ્વસનીય માહિતી મળી છે કે ઘણા સંગઠનો/પક્ષો વિરોધ પ્રદર્શન કરીને હૈદરાબાદ (Hyderabad) શહેરમાં શાંતિ અને વ્યવસ્થાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જારી કરાયેલા આદેશ અનુસાર, જાહેર કાયદો અને વ્યવસ્થા, શાંતિ અને સૌહાર્દ જાળવવાના હેતુથી હૈદરાબાદ (Hyderabad) શહેરમાં પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા, સરઘસ કાઢવા, ધરણા, રેલી કે જાહેર સભા યોજવાની મંજૂરી નથી.
વિરોધની મંજૂરી નથી...
આ સિવાય હૈદરાબાદ (Hyderabad)ના પોલીસ કમિશનર સી.વી. આનંદ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, લોકોના જૂથોને કોઈ પણ પ્રકારનું ભાષણ, હાવભાવ કે ચિત્રો બતાવવાની, કોઈ ચિહ્નો, પ્લેકાર્ડ, ધ્વજ અને અન્ય કોઈપણ સામગ્રી બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઈલેક્ટ્રોનિક સ્વરૂપે હૈદરાબાદ અને સિકંદરાબાદની સરહદોમાં જાહેર શાંતિ અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાની સંભાવના હોય તેવા કોઈપણ પ્રકારના સંદેશ વગેરે પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, શાંતિપૂર્ણ ધરણા અને વિરોધ પ્રદર્શન માત્ર ઈન્દિરા પાર્ક ધરણા ચોક પર જ થઈ શકે છે. હૈદરાબાદ (Hyderabad) અને સિકંદરાબાદમાં બીજે ક્યાંય ધરણા કે વિરોધ કરવાની મંજૂરી નથી.
CP, Hyd city has issued Notification regarding the Prohibition of every kind of gathering of 5 or more persons, processions, dharnas, rallies public meeting in the limits of Hyderabad and Secunderabad. pic.twitter.com/onijgYgJ6w
— Hyderabad City Police (@hydcitypolice) October 27, 2024
આ પણ વાંચો : CJI ના ઘરે PM મોદીની પૂજા કરવા બાબતે ચીફ જસ્ટિસનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
28 મી નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા સુધી લાગુ...
પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, જનતાને જાણ કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ખાસ કરીને સચિવાલય અને અન્ય સંવેદનશીલ સ્થળોની આસપાસ આદેશોનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે યોગ્ય દંડની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હૈદરાબાદ (Hyderabad) પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ 27 ઓક્ટોબરની સાંજે 6 વાગ્યાથી 28 નવેમ્બરની સાંજે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફરજ પરના પોલીસ અધિકારીઓ અને લશ્કરી કર્મચારીઓ, અંતિમ સંસ્કાર, શિક્ષણ વિભાગની ફ્લાઈંગ સ્કવોડ અને સક્ષમ અધિકારી દ્વારા યોગ્ય રીતે મુક્તિ આપવામાં આવેલા કોઈપણ વ્યક્તિ અથવા જૂથને આ આદેશમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Ayodhya માં દીપોત્સવને લઈને મોટો નિર્ણય, આ 17 રસ્તાઓ રહેશે બંધ...


