Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોશિયલ મીડિયામાં સીમાનું એકાઉન્ટ મરિયમ ખાન તરીકે હોવાનો ઘટસ્ફોટ

UP ATSએ પાકિસ્તાન (Pakistan)થી ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) વિશે મોટો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે સીમા હૈદરે મરિયમ ખાનના નામથી પોતાનું સોશિયલ મીડિયા (social media ) એકાઉન્ટ બનાવ્યું હતું. એટીએસને આ મહત્વની માહિતી મળી છે. સીમાએ...
સોશિયલ મીડિયામાં સીમાનું એકાઉન્ટ મરિયમ ખાન તરીકે હોવાનો ઘટસ્ફોટ
Advertisement
UP ATSએ પાકિસ્તાન (Pakistan)થી ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) વિશે મોટો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે સીમા હૈદરે મરિયમ ખાનના નામથી પોતાનું સોશિયલ મીડિયા (social media ) એકાઉન્ટ બનાવ્યું હતું. એટીએસને આ મહત્વની માહિતી મળી છે. સીમાએ યુપી એટીએસને જણાવ્યું કે સચિને પાકિસ્તાન જવા માટે પાસપોર્ટ માટે અરજી કરી હતી, પરંતુ સીમા ઈચ્છતી ન હતી કે સચિન પાકિસ્તાન આવે.
સીમાએ ભારતના ઘણા લોકોનો સંપર્ક કર્યો હોવાનો પણ ઘટસ્ફોટ
પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરને લઈને UP ATSએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે સચિન એ પહેલો વ્યક્તિ નથી જેને સીમાનો સંપર્ક કર્યો હોય, આ પહેલા પણ સીમાએ ભારતમાં કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો, જેમાંથી મોટા ભાગના દિલ્હી-એનસીઆરના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એટીએસ દ્વારા ગઈકાલની પૂછપરછમાં સીમાએ દરેક સવાલના ખૂબ જ એક સરખા જવાબ આપ્યા હતા.
સીમા હૈદર શાર્પ માઇન્ડ ધરાવે છે
ATS સૂત્રોના જણાવ્યા અનુસાર સીમા હૈદર ખૂબ જ શાર્પ માઇન્ડની છે. ગઈકાલની પૂછપરછ બાદ એટીએસનું માનવું છે કે સીમા પાસેથી કોઈ પણ ગુપ્ત માહિતી બહાર કાઢવી સરળ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈ કાલે પૂછપરછ દરમિયાન સીમા હૈદરને અંગ્રેજીની કેટલીક લાઈનો વાંચવા માટે કરાવવામાં આવી હતી, જે સીમા હૈદર સારી રીતે વાંચતી હતી એટલું જ નહીં પણ અંગ્રેજીમાં તેનો ઉચ્ચાર પણ સારો હતો.
એટીએસ પણ સીમાના જવાબોથી અચંબિત
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે જ્યારે એટીએસે અલગથી બેઠેલી સીમા હૈદરની પૂછપરછ કરી તો તેણે દરેક સવાલના જવાબ એ રીતે આપ્યા કે એટીએસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. ગઈકાલે સીમા તરફથી મીડિયાને આપેલા તેમના ઈન્ટરવ્યુ અંગે પણ સીમાની પૂછપરછ કરાઇ હતી.
Tags :
Advertisement

.

×