Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: અંકલેશ્વર-વાલીયા રોડ પર ભયંકર અકસ્માત, રિક્ષામાંથી બહાર ન નીકળી શકી મહિલા, જીવતી ભળથું થઈ

Bhauch Accident: આજે સવારે અંકલેશ્વર-વાલિયા માર્ગ પર કોસમડી ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. ટ્રક ઓટો રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે જોરદાર અથડામણ થતાંની સાથે જ વાહનોમાં એકાએક આગ લાગી ગઈ.
bharuch  અંકલેશ્વર વાલીયા રોડ પર ભયંકર અકસ્માત  રિક્ષામાંથી બહાર ન નીકળી શકી મહિલા  જીવતી ભળથું થઈ
Advertisement
  • અંકલેશ્વર વાલીયા રોડ ઉપર કોસમડી નજીક ગંભીર અકસ્માત
  •  અકસ્માતમાં એક મહિલા જીવતી ભુંજાઈ
  • ઓટો રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત
  • રિક્ષામાં એક મહિલા સળગી ગઈ હોવાના ચોકાવનારા દ્રશ્યો
  • અંકલેશ્વર જીઆઇડીસી જાણ કરતા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો
  • અકસ્માતમાં પાંચ લોકોને ઈજાઓ થઈ હોવાના અહેવાલો

Bhauch Accident: આજે સવારે અંકલેશ્વર-વાલિયા માર્ગ પર કોસમડી ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો.  ઓટો રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે જોરદાર અથડામણ થતાંની સાથે જ વાહનોમાં એકાએક આગ લાગી ગઈ. મિનિટોમાં જ આખા વિસ્તારમાં આગની લપટો અને ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા.

Bharuch-Ankleshwar- Accident- Gujarat first

Advertisement

અંકલેશ્વર વાલીયા રોડ ઉપર કોસમડી નજીક ગંભીર અકસ્માત

આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર એક મહિલા આગની જ્વાળાઓમાં ફસાઈ ગઈ અને બહાર નીકળી શકી નહીં. થોડી જ સેકન્ડમાં તે જીવતી ભૂંજાઈ ગઈ અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું. આ દૃશ્ય જોનારાઓની આંખો ભીની થઈ ગઈ.અકસ્માતમાં રિક્ષામાં સવાર અન્ય ત્રણ તથા બાઇક સવાર સહિત કુલ ચાર વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા છે. તમામને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક જણાવાઈ રહી છે.

Advertisement

Bharuch-Ankleshwar- Accident- Gujarat first

વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ

ઘટનાની જાણ થતાંની સાથે જ અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમે ઝડપભેર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂક્યાં હતા. આગ અને ધુમાડાને કારણે હાઇવે પર કલાકો સુધી ભારે ટ્રાફિક જામ રહ્યો.જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામા કર્યા છે અને મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલઅકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવે છે, જોકે વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: Valsad: નિર્માણધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું, શ્રમિકો દટાયા હોવાની આશંકા

Tags :
Advertisement

.

×