Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shaktisinh Gohil : આરોપીઓને બચાવી લેવામાં પણ આ સરકાર મોખરે છે : શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ ગોહિલે વિવિદ મુદ્દાઓ પર કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારને ઘેરી ગંભીર આરોપ સાથે આકરા પ્રહાર કર્યા છે.
shaktisinh gohil   આરોપીઓને બચાવી લેવામાં પણ આ સરકાર મોખરે છે   શક્તિસિંહ ગોહિલ
Advertisement
  1. ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ગંભીર આક્ષેપ (Shaktisinh Gohil)
  2. PCI નાં પ્રમુખ મોન્ટુ પટેલને લઇને શક્તિસિંહના ભાજપ પર આકરા પ્રહાર
  3. ભાજપના યુવા મોરચાના પદાધિકારી અને મોન્ટુ પટેલ વચ્ચે મિત્રતાઃ શક્તિસિંહ
  4. શક્તિસિંહે મોન્ટુ પટેલ અને BJYM ના પ્રશાંત કોરાટના ફોટા દર્શાવ્યા
  5. 'આરોપીઓને પણ બચાવી લેવામાં મોખરે છે આ ભાજપ સરકાર'

ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ફરી એકવાર ભાજપ સરકાર (BJP Government) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે PCI નાં પ્રમુખ મોન્ટુ પટેલ (Montu Patel) મામલે ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવી અનેક સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહ ગોહિલે ભાજપના યુવા મોરચાના પદાધિકારી અને મોન્ટુ પટેલ વચ્ચે મિત્રતા હોવાનો અને મોટુ કૌભાંડ હોવા છતા મોન્ટુ પટેલને પ્રોટેક્શન મળ્યું હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચો -સ્વચ્છતા સર્વેક્ષણ 2025માં અમદાવાદનો ડંકો, પરંતુ AMC બિલ્ડિંગમાં ગંદકીનો ઢગલો!

Advertisement

PCI નાં પ્રમુખ મોન્ટુ પટેલને લઇને શક્તિસિંહના ભાજપ પર આકરા પ્રહાર

ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્હની (Delhi) મુલાકાતે છે. દરમિયાન તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને વિવિદ મુદ્દાઓ પર કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારને ઘેરી ગંભીર આરોપ સાથે આકરા પ્રહાર કર્યા છે. દરમિયાન, તેમણે ગુજરાત રાજ્યનાં બહુચર્ચિત ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) પ્રમુખ મોન્ટુ પટેલ કૌભાંડ કેસ અંગે પણ નિવેદન આપ્યું હતું. શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) આરોપી મોન્ટુ પટેલ અને BJYM ના પ્રશાંત કોરાટનાં (Prashant Korat) ફોટા દર્શાવી આક્ષેપ કરી કહ્યું હતું કે, ભાજપના યુવા મોરચાના પદાધિકારી અને મોન્ટુ પટેલ વચ્ચે મિત્રતા છે. PCI ના પ્રમુખ મોન્ટુ પટેલ સામે બે વર્ષ પહેલા ફરિયાદ થઇ હતી. પરંતુ, 2 વર્ષ સુધી કોઈ તપાસ ન થઈ, ફરિયાદનાં 2 વર્ષ બાદ હવે FIR દાખલ થઈ છે.

Advertisement

આ પણ વાંચો -VADODARA : 'અફસોસ...લગ્નનના ઘોડા હવે તમાશાના થઇ ગયા'- કાર્યકર

મંત્રી નીતિન ગડકરીએ પણ આરોપીને સજા મળે માટે પત્ર લખ્યો : શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો કે, કોર્ટે ઓર્ડરમાં CBI દ્વારા ધરપકડ ન કર્યાનો અને આરોપીને સમન્સ ન આપ્યાનો ઉલ્લેખ કરાયો હતો. CBI એ તપાસ બાદ પણ પૂરતા તથ્યો અને પુરાવા રજૂ નહોતા કર્યા. મસમોટા કૌભાંડમાં મોન્ટુ પટેલ (Montu Patel) સંડોવાયેલ હોવા છતા પ્રોટેક્શન મળ્યું. CBI એ હાઈકોર્ટમાં જવુ જોઈએ, છતાં તપાસ એજન્સી ન ગઈ. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) પણ આરોપીને સજા મળે તે માટે પત્ર લખ્યો હતો. ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખે આરોપ લગાવ્યો કે, ભાજપની સરકારમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. આરોપીઓને બચાવી લેવામાં આ સરકાર મોખરે છે. તપાસ એજન્સીઓ દ્વારા પુરાવા આપવા છતાં આરોપીઓ છૂટી જાય છે.

આ પણ વાંચો - Gujarat News: અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે, સાબર ડેરીના પશુપાલકો સાથે મુલાકાત કરશે

Tags :
Advertisement

.

×