Bhavnagar Rain : મહુવાના વડલી ગામે ભારે વરસાદથી 5 મકાન ધરાશાયી, નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા: કલેક્ટર
- ભાવનગરના મહુવામાં સતત બે દિવસથી અનરાધાર વરસાદ
- મહુવામાં ભારે વરસાદના કારણે 5 મકાન ધરાશાયી થયા
- મકાનમાં રહેલ ઘરવકરીનો પણ સદંતર નાશ થવા પામ્યો
ગઈકાલે વરસાદે સમગ્ર તાલુકાને ઘમરોણી નાંખ્યો હતો. અનરાધાર વરસાદના પગલે હજુ વરસાદી પાણી ઓસર્યા નથી. અતિવૃષ્ટિના કારણે વડલી ગામમાં પાંચ મકાન ધરાશાયી થવા પામ્યા હતા. મકાન ધરાશાયી થતા મકાનમાં રહેલ તમામ ધરવકરી પણ સદંતર નાશ થવા પામ્યો હતો. કાચા 5 મકાન ધરાશાયી થતા રહેણાંક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા. પીવાના પાણી સુધીની સમસ્યા કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી.
પીવાના પાણી સુધીની સમસ્યા: જય વાળા (ઉપસરપંચ, વડલી)
વડલી ગામના ઉપસરપંચ જયવાળાએ જણાવ્યું હતું કે, ગઈકાલે પડેલ વરસાદે સમગ્ર તાલુકાને ઘરમોળી નાંખ્યો છે. અનરાધાર વરસાદના પગલે હજુ વરસાદી પાણી ઓસર્યા નથી. અતિવૃષ્ટિના કારણે વડલી ગામમાં પાંચ મકાન ધરાશાયી થવા પામ્યા છે. મકાન ધરાશાયી થતા ઘર વખરી તમામ નાશ થવા પામ્યો હતો. અન્ય કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. તેમજ તલગાજરડા ગામનું પાણી અચાનક આવી જતા નુકસાની થયાનું માનવામાં આવી રહ્યું છે. વડલી ગામમાં અંદાજે ત્રણથી ચાર ફૂટ પાણી તેમજ ઉપરવાસમાં તેમજ ખેતરોમાં પાણી ઘુસ્યા હતા. કાચા પાંચ મકાન જમીન દસ્ત થઈ જવા પામેલ છે. ભારે વરસાદના કારણે હાલ અહીં જમવાથી લઈ પીવાના પાણી સુધીની અહીંયા સમસ્યા જોવા મળી રહી છે. મકાન ધરાશાયી થતા હાલ પરિવાર ઉઘાડા મકાનમાં રહે છે. તેમજ બાકી ગામના તમામ મકાનોમાંથી ભરાયેલ પાણી મહામહેનતે બહાર કાઢી રહ્યા છીએ.
આ પણ વાંચોઃ Rain in Saurashtra : આ છે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી? ઠેર ઠેર પડ્યા ગાબડા, તમામ મોટા મોટા દાવાઓ ધોવાઇ ગયા
શેત્રુંજી ડેમ નો જળસ્તર વધતા આજે ૧૭/૬ના રોજ બપોરે ૧-૨ વાગ્યા ની વચ્ચે એના અમુક ગેટ ખોલવામાં આવશે..એના અસરગ્રસ્ત ગામોમાં પાલિતાણા તાલુકા ના ૫ અને તળાજા ના ૧૨ ગામો છે. તમામ લોકો ને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવે છે.@CMOGuj@GIDMOfficial@BhanubenMLA@SPBhavnagar @Info_Bhavnagar pic.twitter.com/ldUebKoZzV
— Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav) June 17, 2025
નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા: કલેક્ટર
ભાવનગરમાં ભારે વરસાદને લઈ કલેક્ટર દ્વારા નિવેદન આપ્યું હતું કે, શેત્રુંજી ડેમ સો ટકા ભરાય તેવી સંભાવના છે. શેત્રુંજી ડેમના ગેટ પણ ખોલાય તેવી શક્યતાઓ છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. પાલિતાણાના 5 અને તળાજાના 12 ગામોને એલર્ટ કરાયા હતા. વહીવટી તંત્રના સહયોગથી નીચાણવાળા વિસ્તારથી દૂર જવા સૂચના આપી હતી.
આ પણ વાંચોઃ Gujarat Rain : ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, કેટલાય ગામનો સીધો સંપર્ક તૂટ્યો


