Shivamogga માં કારચાલકે ટ્રાફિકમેનને 100 મીટર સુધી ઢસેડ્યો, જુઓ Video
- કારચાલકે ડ્રફિક પોલીસ સાથે ગેરવર્તન કર્યું
- 100 મીટર સુધી ટ્રાફિરકર્મીને ઢસેડ્યો
- આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે
Shivamogga Viral Video : Karnataka ના Shivamogga વિસ્તારમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં કથિત રીતે એક કારચાલકે ટ્રાફિક Policeman સાથે એક ચોંકાવનારી હરકત કરી છે. જોકે આ ઘટનામાં ટ્રાફિક Policeman નો જીવ માંડમાંડ બચ્યો છે. તે ઉપરાંત આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો છે. જોકે આ કારચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
100 મીટર સુધી ટ્રાફિરકર્મીને ઢસેડ્યો
આ ઘટના 23 ઓક્ટોબરના રોજ બપોરે સર્જાઈ હતી. કર્ણાટકાના Shivamogga વિસ્તારમાં આવેલા ટ્રાફિક Policeman પ્રભુએ મિથુન નામના કારચાલકને રોકવાની કોશિશ કરી હતી. અને કારચાલકને કાર સાઈટમાં ઉભી કરવા માટે કહ્યું હતું. પરંતુ ત્યારે કારચાલકે Policeman ને કથિત રીતે આક્રમક રીતે જવાબ આપ્યો હતો. ત્યારે આ કારચાલકે કારને બ્રેક લગાવી ન હતી, પરંતુ તેણે ટ્રાફિક Policeman ને પોતાની કારના બોનેટના ભાગમાં લટકાવીને 100 મીટર સુધી કાર ચલાવી હતી.
આ પણ વાંચો: મોતના રણમાં ફસાયેલી યુવતીને મળેલી મદદને જોઈને તમે સ્તબ્ધ થશો!
આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે
જોકે આ ઘટનામાં કાર ખુબ જ રફતારે જોવા મળતી હતી. અને આ ઘટનામાં કારચાલકનું મોત પણ થઈ શકતું હતું. 100 મીટર પછી કારચાલકે કારને થોભી હતી. ત્યારબાદ કારચાલક ઘટનાસ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. પરંતુ આ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. Shivamogga એસપી મિથુને ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે આ ઘટના બપોરે 2 વાગ્યે સહ્યાદ્રી કોલેજ પાસે બની હતી. જ્યાં Policeman નિયમિત ચેકિંગ કરી રહ્યા હતા. આરોપીની ઓળખ મિથુન જગદાલે તરીકે થઈ છે, જે વ્યવસાયે કેબલ ઓપરેટર છે. આ ઘટના ખૂબ જ ગંભીર હતી. જોકે ટ્રાફિક Policeman સાથે દુર્ઘટના થઈ શકે તેમ હતી. આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Pakistan Tiktok Star Minahil Malik નો નગ્ન વીડિયો થયો વાયરલ, જુઓ Video