Shyam Benegal ને અંતિમ વિદાય આપવા કલાકારોની જનમેદની ઉમટી પડી
- તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
- અશોક પંડિત જેવી અન્ય ઘણી હસ્તીઓ જોવા મળી
- લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા
Shyam Benegal Funeral : પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક Shyam Benegal ને અંતિમ વિદાય આપવા માટે ભારતીય ફિલ્મ જગતના કલાકારોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આજે મંગળવાર 24 ડિસેમ્બરે Shyam Benegal ને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્ક ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવી રહ્યા છે. Shyam Benegal ને રાજ્ય સન્માન સાથે વિદાય આપવામાં આવશે.
તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
નસીરુદ્દીન શાહથી લઈને બોમન ઈરાની સુધીના તમામ ફિલ્મ સ્ટાર્સ તેમને અંતિમ વિદાય આપવા માટે અશ્રુભીની આંખો સાથે આવ્યા હતા. તો અંતિમ સંસ્કારના અનેક વીડિયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો આ અંતિમ યાત્રા પર તેમને હંમેશ માટે અલવિદા કહેવા માટે ફિલ્મ સ્ટાર્સની ભીડ ઉમટી પડી છે. નંદિતા દાસ અને નિર્માતા રોની સ્ક્રુવાલા પણ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.
આ પણ વાંચો: Janhvi Kapoor તેના પ્રેમીને છોડીને કિયારા અડવાણીના પતિના ખોળામાં જોવા મળી
View this post on Instagram
અશોક પંડિત જેવી અન્ય ઘણી હસ્તીઓ જોવા મળી
નસીરુદ્દીન શાહ સાથે તેમની પત્ની રત્ના પાઠક અને પુત્ર વિવાન શાહ પણ Shyam Benegal ને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે જોવા મળ્યા હતા. તેમની અંતિમ વિદાય વખતે કુલભૂષણ ખરબંદા, દિવ્યા દત્તા, ઇલા અરુણ, રજિત કપૂર, અશોક પંડિત જેવી અન્ય ઘણી હસ્તીઓ જોવા મળી હતી.
લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા
View this post on Instagram
તમને જણાવી દઈએ કે Shyam Benegal નું નિધન 23 ડિસેમ્બર સોમવારે થયું હતું. તેમણે સોમવારે સાંજે મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલ છે કે Shyam Benegal લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા.
આ પણ વાંચો: Anil Kapoor ના જન્મદિવસ પર Prime Video એ એક ખાસ ભેટ શેર કરી


