Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SIR માટે ફોર્મ કેવી રીતે ભરવું? કયા દસ્તાવેજો જોઇશે? સ્ટેપ-બાય-સ્ટેપ આખી પ્રક્રિયા જાણો

CEC જ્ઞાનેશ કુમારે ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR (વિશેષ સઘન સુધારા)ના બીજા તબક્કાની જાહેરાત કરી છે. આ અભિયાન 28 ઓક્ટોબરથી શરૂ થશે, જેનો હેતુ મતદાર યાદીને ભૂલરહિત બનાવવાનો છે. નવા નામ ઉમેરવા ફોર્મ 6 અને સુધારા માટે ફોર્મ 8 ભરવું. ફોર્મ ભરવા માટે 12 દસ્તાવેજો પૈકી એકની જરૂર છે.
sir માટે ફોર્મ કેવી રીતે ભરવું  કયા દસ્તાવેજો જોઇશે  સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા જાણો
Advertisement
  • બિહારની જેમ દેશના 12 રાજ્યોમાં લાગુ થશે SIR
  • આવતીકાલથી જ ગુજરાતમાં SIR લાગુ થઈ જશે
  • ગુજરાત સહિત 12 જેટલા રાજ્યોમાં SIR લાગુ થશે
  • ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનમાં લાગુ થશે SIR
  • SIR પ્રક્રિયા માટે આ દસ્તાવેજો જરૂરી

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે હાલમાં જ વિશેષ સઘન પુનરીક્ષણ (Special Intensive Revision - SIR)ના બીજા તબક્કાની જાહેરાત કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ મતદાર યાદીને સંપૂર્ણપણે ભૂલરહિત બનાવવાનો અને નવા યુવા મતદારોના નામ ઉમેરવાનો છે. આ પ્રક્રિયા માટે મતદારોએ ત્રણ અલગ-અલગ ફોર્મનો ઉપયોગ કરવો પડશે.દેશના 12 રાજ્યોમાં SIRની પ્રક્રિયા 28 ઓકટોબર મંગળવારથી શરૂ થશે.

Advertisement

Advertisement

SIR:  કયા ફોર્મની ક્યારે જરૂર પડશે?

મતદારોની જરૂરિયાત મુજબ ત્રણ મુખ્ય ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.

ફોર્મ 6 (Form 6): જો તમે નવા મતદાર હોવ અથવા તમારું નામ હજી સુધી યાદીમાં ન હોય, તો આ ફોર્મ નવા મતદાર તરીકે નામ ઉમેરવા માટે ભરવું.

ફોર્મ 7 (Form 7): જો તમારું નામ મતદાર યાદીમાંથી હટાવવું હોય (દા.ત., સ્થળાંતર અથવા મૃત્યુના કિસ્સામાં), તો આ ફોર્મ ભરવું.

ફોર્મ 8 (Form 8): જો તમારા મતદાર કાર્ડમાં સરનામું, નામ, કે અન્ય વિગતોમાં કોઈ ભૂલ હોય અને તેને સુધારવી હોય, તો આ ફોર્મ ભરવું.

SIRફોર્મ ભરવા માટેના જરૂરી 12  દસ્તાવેજો

SIR ફોર્મ ભરતી વખતે, મતદારોએ તેમની ઓળખ અને સરનામાની ચકાસણી માટે ચૂંટણી પંચ દ્વારા માન્ય નીચેના 12 દસ્તાવેજોમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરવાનો રહેશે. આ દસ્તાવેજોમાં પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર, અને કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર (Permanent Resident Certificate) જેવા ઓળખ અને રહેઠાણ સંબંધિત પુરાવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બર્થ સર્ટિફિકેટ (જન્મ પ્રમાણપત્ર) અને જાતિ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે. સરકારી અને નાણાકીય દસ્તાવેજો પૈકી કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલો પેન્શન પેમેન્ટ ઓર્ડર તથા સરકારી અથવા સ્થાનિક સંસ્થા, બેંક, પોસ્ટ ઓફિસ, કે એલઆઈસી દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર પણ માન્ય છે. અન્ય દસ્તાવેજો તરીકે ફોરેસ્ટ રાઇટ સર્ટિફિકેટ, એનઆરસી (NRC), રાજ્ય અથવા લોકલ બોડી દ્વારા તૈયાર કરાયેલ ફેમિલી રજિસ્ટર, અને જમીન અથવા હાઉસ એલોટમેન્ટ સર્ટિફિકેટ પણ સ્વીકાર્ય છે. આ દસ્તાવેજોની મદદથી તમે સરળતાથી SIR પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો અને તમારી મતદાર યાદીને ભૂલરહિત બનાવી શકો છો.

SIR અભિયાન: કોણે દસ્તાવેજો આપવા અને કોણે નહીં?

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) દ્વારા SIR (વિશેષ સઘન સુધારા) પ્રક્રિયા માટે દસ્તાવેજો જમા કરાવવા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે, જે મુજબ દરેક નાગરિકે દસ્તાવેજો આપવાની જરૂર નથી. સૌથી પહેલાં, BLO (બૂથ લેવલ ઓફિસર) દરેક મતદારને તેના ઘરે યુનિક એન્યુમરેશન ફોર્મ આપવા જશે, જેમાં મતદારની દરેક વિગત પહેલેથી જ ભરેલી હશે. જે લોકોનાં નામ પહેલાંથી જ મતદાર યાદીમાં સામેલ છે, તેમને કોઈ પણ નવો દસ્તાવેજ જમા કરવાની જરૂર નથી.

CECએ સ્પષ્ટતા કરી છે કે જો મતદારનું નામ ૨૦૦૩ની જૂની મતદાર યાદીમાં હતું અથવા તેમના માતા-પિતાનું નામ તેમાં હતું, તો પણ તેમને કોઈ કાગળ આપવાની જરૂર રહેશે નહીં. એટલે કે, જે લોકોનું નામ જૂની કે હાલની SIR મતદાર યાદીમાં નોંધાયેલું છે, તેઓ આપોઆપ પાત્ર ગણાશે. જોકે, માત્ર તે જ લોકોને પોતાના દસ્તાવેજો આપવા પડશે, જેનું નામ હજી સુધી મતદાર યાદીમાં સામેલ નથી. આ ઉપરાંત, જે મતદારોનું નામ BLO દ્વારા જૂની યાદી સાથે લિંક (જોડાઈ) નહીં થઈ શકે, માત્ર તેમને જ દસ્તાવેજો આપવા પડશે.

આ પણ વાંચો:  ચૂંટણી પંચની મોટી જાહેરાત, દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો આવતીકાલથી થશે શરૂ

Tags :
Advertisement

.

×