Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાહુલ ગાંધીના લગ્ન અંગે બહેન પ્રિયંકાએ આપ્યો જવાબ, કહ્યું - હું ઈચ્છું છું કે તે જલ્દી...

Rahul Gandhi Marriage : લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) સતત પ્રચારમાં વ્યસ્ત છે. આ વચ્ચે તેમના લગ્ન (Marriage) ને લઇને ચર્ચાઓનો દૌર શરૂ થઇ ગયો છે. એવું નથી કે તેમના લગ્નને લઇને પહેલીવાર ચર્ચાઓ...
રાહુલ ગાંધીના લગ્ન અંગે બહેન પ્રિયંકાએ આપ્યો જવાબ  કહ્યું   હું ઈચ્છું છું કે તે જલ્દી
Advertisement

Rahul Gandhi Marriage : લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) સતત પ્રચારમાં વ્યસ્ત છે. આ વચ્ચે તેમના લગ્ન (Marriage) ને લઇને ચર્ચાઓનો દૌર શરૂ થઇ ગયો છે. એવું નથી કે તેમના લગ્નને લઇને પહેલીવાર ચર્ચાઓ શરૂ થઇ હોય. તાજેતરમાં આ ચર્ચાઓ રાહુલ ગાંધી (Rahul Gandhi) ના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) ના કારણે શરૂ થઇ છે. શું કહ્યું પ્રિયંકા ગાંધીએ આવો જાણીએ આ આર્ટિકલમાં...

રાહુલના લગ્ન ક્યારે ? બહેને આપ્યો આ જવાબ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લગ્ન ક્યારે કરશે? કોંગ્રેસ પાર્ટીથી લઈને દેશના રાજકીય વર્તુળો અને સામાન્ય જનતામાં આ સવાલના જવાબની શોધ ચાલુ છે. હાલમાં જ રાયબરેલીમાં એક રેલી દરમિયાન ભીડે રાહુલ ગાંધીને તેમના લગ્ન વિશે સવાલ પૂછ્યો તો તેમણે હસીને કહ્યું કે લાગે છે કે હવે જલ્દી કરવા પડશે. રાહુલ ગાંધીના લગ્નને લઈને તેમની બહેન પ્રિયંકા ગાંધીએ પણ તાજેતરમાં નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે પ્રિયંકાને રાહુલના વડાપ્રધાન બનવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે તે INDIA ગઠબંધનને નક્કી કરવાનું છે. આ પછી તેમણે કહ્યું કે, હું મારા ભાઈને ખુશ જોવા માંગુ છું. પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'હું રાહુલને ખુશ જોવા માંગુ છું. હું ઈચ્છું છું કે તે જલ્દી લગ્ન કરે અને તેના બાળકો થાય.

Advertisement

લગ્ન અંગે રાહુલનું વલણ

ગયા સોમવારે રાહુલ ગાંધી રાયબરેલીથી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. આ મંચ પર તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હતી. પ્રિયંકા જ્યારે રેલીને સંબોધિત કરી રહી હતી ત્યારે ભીડ એક જ પ્રશ્ન વારંવાર કરી રહી હતી કે રાહુલ લગ્ન ક્યારે કરશે? આ સવાલનો જવાબ આપવા માટે પ્રિયંકાએ રાહુલને આગળ કર્યા. આ પછી, જ્યારે રાહુલે ભીડને જોરથી અવાજ કરતા સાંભળ્યા તો તેમણે આસપાસ ઉભેલા લોકોને પૂછ્યું કે ભીડ શું પ્રશ્નો પૂછી રહી છે. ત્યાં સુધીમાં તેમણે પોતે જ પ્રશ્ન સાંભળી અને ભીડને સંબોધતા રાહુલે હસતાં હસતાં કહ્યું, 'હવે જલ્દી કરવા પડશે.'

Advertisement

ભાઈને જીતવા માટે તડકામાં પરસેવો પાડી રહી છે પ્રિયંકા ગાંધી

જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી રાયબરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી અને અમેઠીમાં કિશોરી લાલ શર્મા માટે વ્યાપક પ્રચાર કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ INDIA ગઠબંધન હેઠળ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. જોકે, મહાગઠબંધને અત્યાર સુધી ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ ચહેરો રજૂ કરવાનો ઈન્કાર કર્યો છે.

આ પણ વાંચો - UP : લગ્નના સવાલ પર Rahul Gandhi એ જનતાને આપ્યો અનોખો જવાબ, કહ્યું- હવે જલ્દી કરવું પડશે… Video

આ પણ વાંચો - Delhi : અરવિંદ કેજરીવાલ જ રહેશે દિલ્હીના મુખ્યમંત્રી, SC એ CM પદેથી હટાવવાની અરજી ફગાવી…

Tags :
Advertisement

.

×