URFI JAVED ને ઓળખવી મુશ્કેલ, ચહેરા અને ગાલ પર સોજા ચઢ્યા
- ઉર્ફી જાવેદે પોતાના ચહેરાની તસ્વીજ સોશિયલ મીડિયા પર મુકી
- ચહેરા અને ગાલ પર સોજા જોવા મળતા ચાહકો ડઘાયા
- ઉર્ફીએ એલર્જી માટે મદદ માંગી
URFI JAVED : સોશિયલ મીડિયા (SOCIAL MEDIA STAR) બાદ હવે રિયાલિટી શોની ક્વીન (REALITY SHOW QUEEN) બની ગયેલી ઉર્ફી જાવેદે (URFI JAVED) હવે ચાહકો સાથે પોતાની લેટેસ્ટ સેલ્ફી શેર કરી છે. ઉર્ફી જાવેદના આ સેલ્ફીમાં તેનો બગડેલો દેખાવ સ્પષ્ટ જોવા મળે છે. અભિનેત્રીની હાલત જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ખૂબ જ સુંદર દેખાતી ઉર્ફી જાવેદનો ચહેરો હવે પહેલી વખતમાં ઓળખી શકાય તેવો પણ રહ્યો નથી. તેની હાલત જોઈને કોઈપણ ચોંકી જાય તેમ છે. તસ્વીરમાં ઉર્ફી જાવેદની આંખો સૂજી ગયેલી દેખાય છે. તેની આંખો નીચે લાલ અને કાળા ડાઘ દેખાય છે, અને એવું લાગે છે કે આંખો ઉંડે ઉતરી ગઇ છે.
આંખો અને ચહેરા પર સૂજન
તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટામાં ઉર્ફી કારમાં બેઠેલી જોવા મળે છે. તેણે હેડફોન પહેર્યા છે, અને માથા પર ટોપી અને ટ્રેકસૂટ પહેરીને પોઝ આપી રહી છે. જોકે, આ ફોટામાં ઉર્ફી જાવેદનો આખો ચહેરો સૂજી ગયેલો જોવા મળે છે. તે હવે સૌના મનમાં સવાલ છે કે ચહેરો આવો કેવી રીતે બન્યો ? ઉર્ફીએ ચાહકોને પણ આ વાતનો જવાબ આપ્યો છે. ઉર્ફી જાવેદે આ ફોટાના કેપ્શનમાં લખ્યું છે કે, 'શું આ દુનિયામાં ક્યાંય કોઈ ડૉક્ટર છે જે મારા માટે આનો ઈલાજ કરી શકે ?' મારી એલર્જી ?
ઉર્ફીની હાલત બોટોક્સથી નહીં
ઉર્ફી જાવેદે પોતાની સમસ્યા વિશે વધુ સમજાવતા લખ્યું, 'મારો ચહેરો દરરોજ સવારે ફૂલી જાય છે (લોકો ફિલર, બોટોક્સ, સર્જરી કહે છે), મારી આંખો સૂજી ગઈ છે અને લાલ થઈ ગઈ છે, છતાં પણ હું જીમમાં જાઉં છું.' તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે ઉર્ફી આ સ્થિતિમાં આવી હોય. ઘણીવાર એલર્જીને કારણે ઉર્ફીનો ચહેરો આવો થઈ જાય છે. એવું લાગે છે કે, અભિનેત્રીને કાયમી સારવારની જરૂર છે. આ વખતે તેની આંખોમાં તેનું દર્દ સ્પષ્ટ દેખાય છે. જોકે, તે હજુ પણ સખત મહેનત કરી રહી છે. ઉર્ફી આ સ્થિતિમાં પણ જીમ કરી રહી છે. તેમના સમર્પણને કારણે જ તેઓ અહીં સુધી પહોંચ્યા છે.
આ પણ વાંચો ---- Ranya Rao: સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રીને એક વર્ષની જેલ


