Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીની Soniaની વિધર્મી 'ભૂતે' કરી હત્યા , સ્ટોરી વાંચી તમે હચમચી જશો

દિલ્હીના નાગલોઈમાં રહેતી સોનિયાને તેના પ્રેમી સલીમે હત્યા કરી સોનિયા તેના પ્રેમી સલીમને પ્રેમથી ભૂત કહી બોલાવતી સોનિયા ગર્ભવતી થતાં સલીમે તેની હત્યા કરી ચાર મિત્રોની મદદથી હરિયાણાના રોહતક ખાતે લઇ જઇ હત્યા કરી Saleem and Sonia's Love Story...
દિલ્હીની soniaની વિધર્મી  ભૂતે  કરી હત્યા   સ્ટોરી વાંચી તમે હચમચી જશો
Advertisement
  • દિલ્હીના નાગલોઈમાં રહેતી સોનિયાને તેના પ્રેમી સલીમે હત્યા કરી
  • સોનિયા તેના પ્રેમી સલીમને પ્રેમથી ભૂત કહી બોલાવતી
  • સોનિયા ગર્ભવતી થતાં સલીમે તેની હત્યા કરી
  • ચાર મિત્રોની મદદથી હરિયાણાના રોહતક ખાતે લઇ જઇ હત્યા કરી

Saleem and Sonia's Love Story : હંમેશા એવું સાંભળામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં ઉંચ નીચ કે જાતિ કે ધર્મ દેખાતો નથી રંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જે દર્શાવે છે કે પ્રેમનો અર્થ બદલાઈ ગયો છે. નવા યુગનો પ્રેમ આંધળો તેમજ ઘાતક બની ગયો છે. દિલ્હીના નાગલોઈમાં રહેતી સોનિયા (Saleem and Sonia's Love Story) સાથે જે થયું તે જોઈને એવું જ લાગે છે. સોનિયાની હત્યાની આ આખી કહાની એક સંપૂર્ણ ફિલ્મ જેવી છે. આ કહાનીનો હીરો 'ભૂત' છે જેણે પહેલા સોનિયાને પ્રેમ કરવાનું શીખવ્યું અને પછી જ્યારે તે તેના બાળકની માતા બનવાની હતી ત્યારે તેની હત્યા કરી.

સોનિયા કોણ હતી?

સોનિયા ઉર્ફે સોના નાંગલોઈમાં રહેતી હતી. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ હતી. ઈન્સ્ટા પર તેના 6700 ફોલોઅર્સ હતા. સોનિયાએ ઈન્સ્ટાગ્રામ પર 'આઈ લવ ઘોસ્ટ' લખ્યું હતું. સોનિયાએ તેના પ્રેમીનો નંબર પણ 'ભૂત' નામથી સેવ કર્યો હતો. જ્યારે સોનિયાના પરિવારના સભ્યો તેને પૂછતા કે તે કોની સાથે વાત કરી રહી છે તો તે ઘણી વાર કહેતી - હું ભૂત સાથે વાત કરી રહી હતી. એટલા સુધી કે સોનિયાએ આ ભૂત માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. તે ભૂતને મળવા માટે સામાન સાથે તેના ઘરથી નીકળી હતી, પરંતુ લાંબા સમય સુધી ઘરે પરત ફરી ન હતી. બાદમાં પરિવારજનોને ખબર પડી કે તેની હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી તો ચોંકાવનારી વાત સામે આવી.

Advertisement

પ્રેમાળ 'ભૂત' સોનિયાને ભરખી ગયુ

પોલીસે સોનિયાની હત્યાના મુખ્ય આરોપી સલીમ અને તેના એક મિત્રની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોનિયાની હત્યા તેના પ્રેમી સલીમ (જેને તે પ્રેમથી ભૂત કહે છે) દ્વારા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સોનિયા છેલ્લા દોઢ વર્ષથી સલીમની સાથે હતી. આ દરમિયાન તે ગર્ભવતી બની હતી. જ્યારે સલીમને આ વાતની જાણ થઈ તો તેણે તેના મિત્રો સાથે મળીને તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.

Advertisement

આ પણ વાંચો----જીયાદ બન્યો જીગર! કચ્છમાં લવ જેહાદનો કિસ્સો સાંભળી રૂંવાડા ઉભા થઈ જશે

કરવા ચોથના દિવસે ફરવા જવાના બહાને લઇ જઇ હત્યા કરવામાં આવી

સોનિયા 20 ઓક્ટોબરથી ગુમ હતી. તેના પરિવારના સભ્યો તેને સતત ફોન કરી રહ્યા હતા પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો અને સોનિયાની શોધ શરૂ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તે છેલ્લે સલીમ સાથે જોવા મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે સલીમ તેને તેના ઘરેથી કરવા ચોથના પ્રસંગે ફરવા માટે લઈ ગયો હતો. આ પછી સલીમ તેને હરિયાણા લઈ ગયો જ્યાં તેણે તેના બે મિત્રો સાથે મળીને પહેલા તેની હત્યા કરી અને બાદમાં તેના મૃતદેહને ગામમાં એક નિર્જન જગ્યાએ દાટી દીધો.

હત્યા ફિલ્મી સ્ટાઈલમાં કરવામાં આવી

સલીમ અને સોનિયાની લવસ્ટોરી જેટલી ફિલ્મી હતી તેટલી જ આ સ્ટોરીનો અંત પણ ફિલ્મી હતો. સલીમ સોનિયાને કરવા ચોથ પર બહાર લઈ જવાના બહાને લઈ જાય છે. પછી તે તેના કેટલાક મિત્રોને બોલાવે છે અને બધા સાથે મળીને હરિયાણાના રોહતકમાં પાર્ટી કરે છે. બધા એકસાથે દારૂ પીવે છે અને ત્યારબાદ સલીમ તેના બે મિત્રો સાથે મળીને સોનિયાની હત્યા કરે છે. હત્યા કર્યા પછી, સોનિયાના મૃતદેહને નિર્જન ખેતરમાં ખોદવામાં આવેલા ચાર ફૂટના ખાડામાં દફનાવવામાં આવે છે. ત્યાર પછી સલીમ અને તેના મિત્રો દિલ્હી પરત આવી ગયા અને એવું વર્તન કરવાનો પ્રયાસ કર્યો કે જાણે કંઈ થયું જ નથી.

સલીમ 'ભૂત' નીકળ્યો

વાસ્તવમાં સોનિયા જેની સાથે વાત કરતી તે ભૂત સલીમ નીકળ્યો. પરિવારના સભ્યોનું કહેવું છે કે તેઓ જાણતા હતા કે સોનિયા એક 'ભૂત'ના પ્રેમમાં છે. અમને પાછળથી ખબર પડી કે તેનું નામ સંજુ હતું, પરંતુ હવે અમને ખબર પડી કે તે સલીમ છે. પોલીસના જણાવ્યા અનુસાર સલીમે સોનિયાનું ગળું દબાવીને હત્યા કરી હતી. બાદમાં તેનો મૃતદેહ રોહતકના જંગલોમાં 4 ફૂટ નીચે દાટી દીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન સલીમે સોનિયાની હત્યાની કબૂલાત કરી હતી.

સોનિયા 7 મહિનાની ગર્ભવતી હતી

સલીમે એ પણ જણાવ્યું કે સોનિયા 7 મહિનાની ગર્ભવતી હતી. તેણે તેની હત્યા કરવાનો પ્લાન પહેલેથી જ બનાવ્યો હતો. તેણે કહ્યું કે સોનિયાને ગર્ભપાત માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે તેના માટે તૈયાર નહોતી. આ બાબતે અમારી વચ્ચે ઝઘડા થતા હતા. સલીમે કહ્યું કે આ હત્યામાં તેના બે મિત્રો ઋત્વિક અને પંકજ પણ સામેલ હતા. નંબર પ્લેટ વગરની બાઇક પર ફરતા સંજુની પોલીસે ધરપકડ કરી હતી. તેની પાસે સોનિયાનું આઈડી પણ હતું.

પોલીસને 23 ઓક્ટોબરે ફરિયાદ મળી

પીડિતાના પરિવારે 23 ઓક્ટોબરે સોનિયાના ગુમ થવા અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી મામલાની ગંભીરતા સમજીને પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યારે પોલીસે સલીમની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તેણે તેના મિત્રો સાથે મળીને સોનિયાની હત્યા કરી હતી. તેણે રોહતક પાસેના એક ગામમાં મૃતદેહને પણ દફનાવી દીધો છે.

આ પણ વાંચો----Indore : અમન બન્યો 'આમિર', હિન્દુ જાગરણ મંચે પકડ્યો અને પછી જે થયું તે...

Tags :
Advertisement

.

×