Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Somnath Jyotirling : મારી પાસે સોમનાથ શિવલિંગના અવશેષ - શ્રી શ્રી રવિશંકર

શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું છે કે મારી પાસે સોમનાથ શિવલિંગના અવશેષ છે
somnath jyotirling   મારી પાસે સોમનાથ શિવલિંગના અવશેષ   શ્રી શ્રી રવિશંકર
Advertisement
  • સોમનાથ શિવલિંગ અંગે શ્રી શ્રી રવિશંકરનો દાવો
  • શિવલિંગના અવશેષમાં ચૂંબકીય શક્તિ
  • 1 હજાર વર્ષ જૂના શિવલિંગના અવશેષ

Somnath Jyotirling : પાપી ગઝનીને ઝટકો, મળ્યો શિવલિંગનો કટકો! સોમનાથ શિવલિંગ અંગે શ્રી શ્રી રવિશંકરનો દાવો સામે આવ્યો છે. જેમાં શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું છે કે મારી પાસે સોમનાથ શિવલિંગના અવશેષ છે. 1 હજાર વર્ષ જૂના શિવલિંગના અવશેષ મળ્યા છે.
આ અવશેષ અગ્નિહોત્રી પરિવાર પાસે સચવાયા હતા. જેમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ પુન:પ્રતિષ્ઠિત કરાવશે.

Advertisement

શ્રી શ્રી રવિશંકર મહારાજે જણાવ્યુ છે કે શિવલિંગના અવશેષમાં ચૂંબકીય શક્તિ છે

શ્રી શ્રી રવિશંકર મહારાજે જણાવ્યુ છે કે શિવલિંગના અવશેષમાં ચૂંબકીય શક્તિ છે. ચૂંબકીય શક્તિવાળા સોમનાથના શિવલિંગના દર્શન કરવા મળશે. 100 વર્ષ સુધી ગુપ્ત રાખીને ઉપાસનાનો નિર્દેશ હતો જેમાં હવે મહાશિવરાત્રિ પર મહાશિવલિંગના અનોખા દર્શન કરવા મળશે. વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સોમનાથ જ્યોતિર્લિંગના ખોવાયેલા ભાગની પ્રતિષ્ઠા વિધિ કરશે. જેનો નાશ એક હજાર વર્ષ પહેલાં મહમૂદ ગઝનીના દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યોતિર્લિંગનો આ ભાગ પેઢીઓથી છુપાયેલો હતો. જેને ફરીથી શોધી કાઢવામાં આવ્યો છે અને ફરી એકવાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે.

Advertisement

વર્તમાન શંકરાચાર્યે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર પાસે લિંગ લાવવા માટે માર્ગદર્શન આપ્યું

જ્યોતિર્લિંગનું પુનરુદ્વાર ભારતના સનાતન ધર્મના સંરક્ષણ અને ભક્તિની પવિત્ર વાર્તાનું પ્રતીક છે અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરને આ પ્રતિષ્ઠા માટે પસંદ કરવામાં આવ્યા છે. 1924માં તત્કાલીન શંકરાચાર્યએ પરિવારને 100 વર્ષ સુધી લિંગ છુપાવીને રાખવા અને ખાનગીમાં તેની પૂજા કરવાનું ચાલુ રાખ્યો હતો. હવે, લગભગ એક સદી પછી વર્તમાન શંકરાચાર્યે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર પાસે લિંગ લાવવા માટે માર્ગદર્શન આપ્યું છે. પવિત્ર જ્યોતિલિંગના ટુકડાઓનું જતન કરનારા સંતોના વંશના પૂજારી સીતારામ શાસ્ત્રીએ આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો: Mahashivratri Junagadh : હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠી ભવનાથ તળેટી

Tags :
Advertisement

.

×