Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda શિવયાત્રા પર પથ્થરમારાનો મામલો, 3 પોલીસકર્મીઓ સહિત 6 ઘાયલ, 15ની ધરપકડ

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઠાસરામાં આ પથ્થરમાર્યા બાદ બે જૂથો વચ્ચે તણાવ વધી ગયો હતો, ત્યારબાદ પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું હતું અને છ પથ્થરબાજો સહિત 15 લોકોની ધરપકડ કરી હતી. ઘટનાની જાણ ઠાસરા પોલીસને...
kheda શિવયાત્રા પર પથ્થરમારાનો મામલો  3 પોલીસકર્મીઓ સહિત 6 ઘાયલ  15ની ધરપકડ
Advertisement

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઠાસરામાં આ પથ્થરમાર્યા બાદ બે જૂથો વચ્ચે તણાવ વધી ગયો હતો, ત્યારબાદ પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું હતું અને છ પથ્થરબાજો સહિત 15 લોકોની ધરપકડ કરી હતી. ઘટનાની જાણ ઠાસરા પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. તો આસપાસના પોલીસ મથકના કર્મીઓ પણ દોડી આવ્યા હતા. આ સાથે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા ડીવાયએસપી પણ ઠાસરા આવી પહોંચ્યા હતા. હાલમાં ચાંપતો બંદોબસ્ત બનાવ સ્થળે ગોઠવી દીધો છે. જેના કારણે કરફ્યુ જેવો સન્નાટો છવાયો છે.

હિંદુ ધર્મના પવિત્ર તહેવારોની શોભાયાત્રા પર જ વારંવાર પથ્થરમારો થતા હોય છે. રામ નવમી હોય, ગણપતિ વિસર્જન કે પછી શિવજીની સવારી કેટલાક કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો વારંવાર અપકૃત્ય કરે છે. શાંતિને પલિતો ચાંપીને તોફાની તત્વો છટકી જાય છે. ખેડાના ઠાસરામાં શ્રાવણ મહિનાની અમાસને લઈ શિવજીની સવારી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી 25 જેટલા લોકોએ બેફામ પથ્થરમારો શરૂ કરી દીધો. ધાર્મિક શોભાયાત્રામાં સામેલ મહિલા અને બાળકો પર પણ પથ્થરો ઝીંકાયા. જે બાદ દોડાદોડી મચી ગઈ.

Advertisement

પોલીસ તંત્રમાં દોડ઼ધામ

ઘટનાના પગલે ખેડા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ગામમાં સઘન પેટ્રોલિંગ શરુ કર્યું હતું અને આ બનાવમાં સંડોવાયેલાઓ સામે કડક કાર્યવાહી કરવાની શરુઆત કરી હતી. ગામમાં શાંતિ ડહોળનારા તત્વોની શોધખોળ કરાઇ રહી છે. ઘટનાના પગલે પોલીસ તંત્રમાં પણ દોડધામ થઇ ગઇ હતી.

Advertisement

આ પણ વાંચો : લક્ઝુરિયસ કારની ચોરી કરતી ગેંગના 2 માસ્ટર માઈન્ડની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

Tags :
Advertisement

.

×