Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Earthquake : સવાર સવારમાં લોકો જીવ બચાવવા ભાગ્યા, ભારે દહેશત

તાઈવાનમાં શુક્રવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા 6.3ની તીવ્રતાનો ભૂકંપ 24 કલાકની અંદર બીજી વખત દેશમાં ભૂકંપના જોરદાર આંચકા Earthquake : હમણાં જ મળી રહેલા તાજા સમાચાર મુજબ વહેલી સવારે ભૂકંપ (Earthquake ) ના તીવ્ર આંચકાથી આ દેશના લોકો...
earthquake   સવાર સવારમાં લોકો જીવ બચાવવા ભાગ્યા  ભારે દહેશત
Advertisement
  • તાઈવાનમાં શુક્રવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
  • 6.3ની તીવ્રતાનો ભૂકંપ
  • 24 કલાકની અંદર બીજી વખત દેશમાં ભૂકંપના જોરદાર આંચકા

Earthquake : હમણાં જ મળી રહેલા તાજા સમાચાર મુજબ વહેલી સવારે ભૂકંપ (Earthquake ) ના તીવ્ર આંચકાથી આ દેશના લોકો ધ્રુજી ઉઠ્યા હતા અને જીવ બચાવવા ઘની બહાર ભાગ્યા હતા. તાઈવાનમાં શુક્રવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. મળતી માહિતી મુજબ, તાઈવાનના પૂર્વી શહેર હુઆલીનના દરિયાકાંઠે શુક્રવારે સવારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે, અત્યાર સુધી આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

24 કલાકની અંદર બીજી વખત દેશમાં ભૂકંપના જોરદાર આંચકા

કહેવામાં આવી રહ્યું છે કે 24 કલાકની અંદર બીજી વખત દેશમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર હુઆલીનથી 34 કિલોમીટર (21 માઇલ) દૂર 9.7 કિમીની ઊંડાઇએ હતું. આ ભૂકંપના આંચકા રાજધાની તાઈપેઈમાં પણ અનુભવાયા હતા, જ્યાં ઘણી ઈમારતો ધ્રૂજી ગઈ હતી. જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને પોતાના ઘર અને એપાર્ટમેન્ટમાંથી બહાર આવી ગયા હતા.

Advertisement

આ પણ વાંચો----વિશ્વ ઉપર કોરોના બાદ હવે MPOX નો પડછાયો, 15000 થી વધુ કેસ 460 થી વધુ મોત; લાદવી પડી EMERGENCY

Advertisement

તાઈવાનમાં આવા જ ભૂકંપ વારંવાર આવે છે

તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે મોડી રાત્રે તાઈવાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠે 5.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તમને જણાવી દઈએ કે તાઈવાનમાં આવા જ ભૂકંપ વારંવાર આવે છે. જેનું મુખ્ય કારણ બે ટેક્ટોનિક પ્લેટના જંક્શનની નજીકનું દેશનું સ્થાન છે. તાઈવાનમાં ઘણી વખત ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાય છે.

એપ્રિલમાં તાઈવાનમાં આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી

તમને જણાવી દઈએ કે તાઈવાનમાં અવારનવાર જોરદાર ભૂકંપ આવે છે. જેના કારણે ઘણી વખત ભારે વિનાશ થાય છે. આ વર્ષે એપ્રિલમાં પણ તાઈવાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. અત્યાર સુધી, તાઈવાનની જમીન એક જ રાતમાં લગભગ 80 વખત ધ્રૂજી ગઈ હતી, જેમાંથી સૌથી મજબૂત ભૂકંપ 6.3ની તીવ્રતાનો હતો. 3 એપ્રિલે આવેલા 7.2ની તીવ્રતાના ભૂકંપે દેશમાં ભારે તબાહી મચાવી હતી. ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ અને 14 લોકોના મોત થયા.

ધરતીકંપ માટે પૃથ્વીની રચના જવાબદાર

ધરતીકંપ માટે પૃથ્વીની રચના જવાબદાર છે. આપણી પૃથ્વી ટેકટોનિક પ્લેટોથી બનેલી છે. પૃથ્વીની નીચે પ્રવાહી લાવા છે, જેના પર ટેક્ટોનિક પ્લેટો તરે છે. ઘણી વખત આ ટેકટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે. ઘણી વખત, આ પ્લેટો સાથે અથડામણને કારણે, તેમના ખૂણા વાંકા થઈ જાય છે, જ્યારે ખૂબ દબાણ હોય છે, ત્યારે પ્લેટો તૂટી જાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે પૃથ્વીની નીચેથી ઊર્જા બહાર આવે છે. જ્યારે આ ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી શકતી નથી, ત્યારે તે વિક્ષેપ પેદા કરે છે જેના કારણે પૃથ્વી ધ્રૂજે છે. પૃથ્વીના આ કંપનને ભૂકંપ કહેવાય છે.

આ પણ વાંચો----મહિલાએ અયોગ્ય રીતે Hijab પહેરતા પોલીસે કર્યો તેની પર ગોળીબાર

Tags :
Advertisement

.

×