ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: AMTSની બસમાં વિદ્યાર્થીઓ અને વિધવા બહેનોને મળશે રાહત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વિધવા બહેનો માટે AMTS બસમાં વિદ્યાર્થીઓ અને વિધવા મહિલાઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
11:54 PM May 30, 2025 IST | Vishal Khamar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વિધવા બહેનો માટે AMTS બસમાં વિદ્યાર્થીઓ અને વિધવા મહિલાઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Ahmedabad news gujarat first

અમદાવાદ શહેરમાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે તે માટે એએમટીએસ બસની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓ અને બાળકો વધુમાં વધુ AMTS બસનો ઉપયોગ કરે તે માટે રાહત દરે તેમજ કન્સેશન આપવાની યોજના શરૂ કરવામાં આવી છે.

1 જૂનથી મુસાફરીના દરમાં રાહત મળશે

અમદાવાદ AMTS દ્વારા મહિલાઓ અને વિદ્યાર્થીઓને લાભદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. વિધવા બહેનો અને વિદ્યાર્થીઓને રાહત દરે મુસાફરી કરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS માં વિધવા બહેનોને 50 ટકા રાહત મળશે. વિદ્યાર્થીઓને 85 ટકા રાહત મળશે. 1 જૂનથી મુસાફરીના દરમાં રાહત મળશે. 2025-26 ના AMTS ના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Rajkot : કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાનું નિવેદન, સરકારના પદાધિકારીઓ પર પ્રહારો કર્યા

વિદ્યાર્થીઓને ૮૫ ટકા મળશે રાહત : ધરમસિંહ દેસાઈ (ચેરમેન)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેોરેશનના AMTS શાખાના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ, વિધવા બહેનો તેમજ અનાથ બાળકો છે. તેમજ ધો. 10 પછીના વિદ્યાર્થીઓ છે. એ લોકોને કન્શેશન આપવાનું કામ ચાલુ થશે. ધો. 10 પછીની વિદ્યાર્થીનીઓ માટે જે કન્સેશન કર્યું હતું. એ 85 ટકા આપવાનું છે. તેમજ અનાથ બાળકો અને વિધવા બહેનો એના કાર્ડ બનાવી એના પછી એનું કામ ચાલુ થશે. ટોટલ ત્રણ કામ બજેટમાં લેવામાં આવ્યા હતા. જેની અમલવારી 1 લી જૂનથી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Vadodra: વિદેશ મંત્રી એસ જયશંકર પારુલ યુનિવર્સિટીની મુલાકાતે, 600 થી વધુ વિદેશી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી

Tags :
Ahmedabad AMTSAhmedabad NewsAMTS DiscountGujarat FirstGUJARAT FIRST NEWSStudentswidows
Next Article