Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કૉંગ્રેસ-ભાજપની કૃપાથી બાંગ્લાદેશીઓની વસાહત બનેલા ચંડોળામાં Crime Branch નું સુપર કૉમ્બીંગ

Crime Branch : અમદાવાદના ઐતિહાસિક તળાવો પૈકીના એક ચંડોળા તળાવ (Chandola Lake) ની દસકાઓથી દુર્દશા ચાલી આવી છે. રાજ્યનું એક માત્ર એવું તળાવ છે જે જોવાલાયક સ્થળ તરીકે નહીં પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. અહીં પ્રવેશનો અધિકાર ઘૂસણખોર બાંગ્લાદેશીઓ અને...
કૉંગ્રેસ ભાજપની કૃપાથી બાંગ્લાદેશીઓની વસાહત બનેલા ચંડોળામાં crime branch નું સુપર કૉમ્બીંગ
Advertisement

Crime Branch : અમદાવાદના ઐતિહાસિક તળાવો પૈકીના એક ચંડોળા તળાવ (Chandola Lake) ની દસકાઓથી દુર્દશા ચાલી આવી છે. રાજ્યનું એક માત્ર એવું તળાવ છે જે જોવાલાયક સ્થળ તરીકે નહીં પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. અહીં પ્રવેશનો અધિકાર ઘૂસણખોર બાંગ્લાદેશીઓ અને ગુનેગારોને છે. મર્હૂમ ડૉન અબ્દુલ લતીફ (Don Abdul Latif) ના સમયમાં દરિયાપુરમાં પ્રવેશ અંગે પોલીસની જેવી સ્થિતિ હતી તેવી જ ચંડોળા તળાવમાં છે. જો કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) કૉમ્બીંગનો ધમધમાટ બોલાવતા હાલ ગુનેગારો અને ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઘર છોડી છોડીને ભાગી નીકળ્યા છે. 50 જેટલાં બાંગ્લાદેશીઓને Crime Branch એ ઝડપી લીધા છે અને 150 શકમંદોની તપાસ ચાલી રહી છે. તળાવની જગ્યામાં પૂરાણ કરીને હજારોની સંખ્યામાં ઉભા થયેલા ગેરકાયદે બાંધકામ-ઝૂંપડાંઓને જમીનદોસ્ત કરવાની યોજના સરકારે ઘડી કાઢી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Advertisement

શું છે ચંડોળા તળાવનો ઇતિહાસ ?

અમદાવાદ શહેર (Ahmedabad City) ના ઐતિહાસિક તળાવોની યાદીમાં કાંકરિયા ઉપરાંત ચંડોળા તળાવ સામેલ છે. 1200 હેક્ટરમાં ફેલાયેલું ચંડોળા તળાવ મુઘલ સુલતાનના કાર્યકાળમાં બનાવવામાં આવ્યું હતું. જો કે, તળાવનું અસ્તિતવ આશા ભીલે આશાવલની સ્થાપના કરી ત્યારથી જ હતું. માર્ચ-1930માં યોજાયેલી ઐતિહાસિક દાંડી કૂચ વખતે મોહનદાસ ગાંધી તળાવ પાસેના પીપળાના વૃક્ષ નીચે રોકાયા હતા.

Advertisement

ચંડોળા મુદ્દે કૉંગ્રેસ-ભાજપ ભાઇ-ભાઇ

અમદાવાદના લઘુમતી વિસ્તાર શાહઆલમ પાસે આવેલું ચંડોળા તળાવ સ્થાનિક રાજકારણીઓ અને લુખ્ખાઓ માટે આવક અને સત્તાનું મોટું કારણ બન્યું. બાંગ્લાદેશી ઘૂસણખોરોને શરૂઆતમાં તળાવના કિનારે-કિનારે ઝૂંપડા બાંધવાની પરવાનગી સ્થાનિક કૉંગ્રેસી નેતાઓના આર્શીવાદથી મળતી હતી. કૉંગ્રેસ-ભાજપ (Congress BJP) ના રાજમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓએ તળાવમાં ગેરકાયદે બાંધકામ અને ઝૂંપડપટ્ટીનું જંગલ ઊભું કરી દીધું. ચંડોળા તળાવમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણ ભાજપ-કૉંગ્રેસની તમામ સરકારોને હતી. અઢી દસકા અગાઉ અમદાવાદની વિશેષ શાખા (Special Branch Ahmedabad) એ ચંડોળા તળાવમાં ખાનગી તપાસ કરીને કલેક્ટર (Collector Ahmedabad) ને દોઢસો જેટલાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હોવાનો રિપોર્ટ પણ આપ્યો હતો. બાંગ્લાદેશીઓએ રેશનકાર્ડ સહિતના દસ્તાવેજો બનાવી લીધા હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો. આમ છતાં, ભાજપ સરકાર (BJP Goevrnment) ના રાજમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. બે દસકા દરમિયાન ચંડોળા તળાવમાં થયેલા દબાણો અને ઘૂસણખોરીની સંખ્યામાં અનેક ગણો ઉછાળો આવ્યો છે.

ઘૂસણખોરો પાસે મતાધિકાર અને પાસપોર્ટ પણ

ભાજપ-કૉંગ્રેસના નેતાઓની મીલીભગતના કારણે ઘૂસણખોર બાંગ્લાદેશીઓ ભારતીય નાગરિક બની ગયા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. બે દસકા અગાઉ ચૂંટણી ઓળખપત્ર (Voter ID) મેળવી લેનારા બાંગ્લાદેશીઓ અમદાવાદમાં મતાધિકારનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. વર્ષો અગાઉ કારંજ પોલીસ સ્ટેશન (Karanj Police Station) તેમજ SOG Crime Branch માં બાંગ્લાદેશીઓએ પાસપોર્ટ મેળવી લીધા હોવાના ગુના નોંધાઈ ચૂક્યાં છે. ભ્રષ્ટાચારી તંત્રની બલિહારીથી આજની તારીખે સંખ્યાબંધ બાંગ્લાદેશીઓ પાસે આધારકાર્ડ (Aadhar Card) સહિતના દસ્તાવેજો પણ ઉપલબ્ધ છે.

આ પણ  વાંચો -MLA મેવાણી અને IPS એસ. પાંડીઆ રાજકુમાર વચ્ચે મોબાઈલ ફોનના મુદ્દે મહાભારત

રાજકારણીઓની મીલીભગતથી ખારીકટ નહેર બંધ કરાઈ

ગુજરાતની એક સદી પૂરાણી સૌથી જૂની સિંચાઈ યોજના એટલે, ખારીકટ નહેર. પૂર્વ અમદાવાદથી દક્ષિણ અમદાવાદ ચંડોળા તળાવ સુધી ફેલાયેલી નહેર મૂળભૂત રીતે પ્રાકૃતિક નાળુ છે. વરસાદી પાણીના આવતા પૂરના કારણે કેટલાંક વર્ષો બાદ નહેરને સિમિત કરી દેવામાં આવી. શાસકો અને તંત્રની બેદરકારીના કારણે ખારીકટ કેનાલ (Kharicut Canal) માં ગંદકી થવા લાગી તેમજ ફેકટરીઓના કેમિકલના ઝેરી પાણીનો નિકાલ થવા લાગ્યો. ભારેખમ ભ્રષ્ટાચારના આરોપવાળા ખારીકટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વર્ષો પહેલાં જ કેનાલ ચંડોળા તળાવની આસપાસ પૂરાઈ ગઈ હતી અને તેના માઠા પરિણામો અમદાવાદના રહિશો ચોમાસામાં અનેક વખત ભોગવી ચૂક્યાં છે.

આ પણ  વાંચો-FIR નહિ નોંધવા તાગડધિન્ના કરતી ગુજરાત પોલીસને સુધરી જવા DOP ની ચેતવણી

આતંકી પ્રવૃત્તિમાં બાંગ્લાદેશીઓની સંડોવણી

ચંડોળા તળાવ અને તેની આસપાસનો વિસ્તાર બાંગ્લાદેશીઓનો ગઢ કહો કે, મીની બાંગ્લાદેશ (Mini Bangladesh) તરીકે જાણીતો છે. દોઢેક વર્ષ અગાઉ ગુજરાત એટીએસ (ATS Gujarat) ની ટીમે અમદાવાદના રખિયાલ તેમજ ચંડોળા તળાવ પાસેથી ચાર બાંગ્લાદેશીઓને પકડ્યા હતા. અલ કાયદા (Al-Qaeda Module) સાથે જોડાયેલા મોહંમદસોજીબ સહિતના ચાર બાંગ્લાદેશીઓ અમદાવાદમાં સ્થાનિક કટ્ટરવાદીઓને શોધવા તેમજ ટેરર ફંડ એકઠું કરવા માટે રોકાયા હતા. અમદાવાદમાંથી પ્રથમ વખત આતંકી કાર્યવાહી સાથે સંકળાયેલા ચાર બાંગ્લાદેશીઓની ધરપકડ થઈ હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચનું સુપર ઑપરેશન

ચંડોળા તળાવમાં બે દસકામાં અનેક ગણા ગેરકાયદે દબાણો અને અપરાધિક પ્રવૃત્તિઓ વધતી આવી છે. તાજેતરમાં ક્રાઈમ બ્રાંચે બાંગ્લાદેશી યુવતીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવા (Immoral Traffic) ના એક રેકટનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત ઘૂસણખોરોને બનાવટી દસ્તાવેજો બનાવી આપનારા કેટલાંક તત્વોને શોધી તેમની સામે કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તમામ ટીમોએ ગુરૂવારે રાતે ચંડોળા તળાવ વિસ્તારમાં કૉમ્બીંગ કરીને બાળકો, મહિલાઓ સહિત 50 બાંગ્લાદેશીઓને અટકમાં લીધા છે. જ્યારે 150 જેટલાં શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે

Tags :
Advertisement

.

×