Surat: મનપા અધિકારીઓનો મનસ્વી નિર્ણય! મુલાકાતીઓને કેબિનમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ
- સુરતમાં (Surat) મનપા અધિકારીઓનો મનસ્વી નિર્ણય!
- અધિકારીની કેબિનમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ
- મુલાકાતીઓ અધિકારીઓની કેબિનમાં નહીં લઈ જઈ શકે મોબાઈલ
- કોઈપણ ઠરાવ કે પરિપત્ર વિના જ કેબિન બહાર મારી સૂચના
- કતારગામ ઝોનના ડે. ઈજનેર કામિની દોષીને પૂછાતા થયા લાલઘૂમ
Surat: સુરત (Surat) મનપાના અધિકારીઓએ મનસ્વી નિર્ણય લીધો છે જેમાં અધિકારીને કેબિનમાં આવતા મુલાકાતીઓને મોબાઈલ સહિત અન્ય ડિવાઈઝ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓએ કોઈ પણ ઠરવા કે પરિપત્ર વિના જ કેબિન બહાર સૂચના મારી દેતા આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિની દોષી ચર્ચામાં આવ્યા છે. તેમણે પોતાની કેબિન બહાર તો સૂચના મારી પરંતુ અન્ય અધિકારીઓની ઓફિસ બહાર પણ સૂચના લગાવી છે.આમ પબ્લિક પ્રોપર્ટીને પોતાના બાપ દાદાની પ્રોપર્ટી સમજી સૂચના મારવામાં આવી છે.
સુરતમાં મનપા અધિકારીઓનો મનસ્વી નિર્ણય!
પ્રજાહિતમાં પ્રશ્ન પૂછતા કતારગામ ઝોનના મહિલા ડેપ્યુટી ઇજનેર લાલઘૂમ થયા છે. તેમણે કહ્યું ,કોના હુકમથી આ સૂચના મારી એની જાણકારી મને નથી,મારી કેબિનમાં આવી રીતે તમે પ્રવેશ નહીં કરી શકો,"કાર્યપાલક ઇજનેર કામિની દોશીને મળી તે જાણકારી આપશે"પ્રશ્નનો જવાબ ન આપી શકતા,મહિલા ડેપ્યુટી ઇજનેર એમ.કે.થોરાટ મીડિયા પાસે આઇડેન્ટી માંગવા લાવ્યા હતા અને પાલિકાના ઠરાવ વિના જ પોતાની કેબિન બહાર મોબાઈલ પ્રતિબંધ અંગેની સૂચના મારી અધિકારીઓ જોહુકમી ચલાવી રહ્યા છે જ્યારે અન્ય કચેરીઓમાં આવી કોઈ સૂચના મારવામાં આવી નથી. જેથી સવાલ થાય છે કે, શું કતારગામ ઝોનના અધિકારીઓને અલગથી સત્તા આપવામાં આવી છે? શું કતારગામ ઝોનના કાર્યપાલક પાલિકા કમિશનર અને સત્તાપક્ષમાં લોકોથી ઉપરવટ છે ?આવા અનેક પ્રશ્નો એ ભારે જોર પકડ્યું છે.
કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશ બારોટે ઉઠાવ્યો વાંધો
આ મામલે કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશ બારોટે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે, અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છેઆવો કોઈ ઠરાવ કે પરિપત્ર પાલિકા દ્વારા બહાર પડાયો નથી,કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિની દોષી અને અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે.આ બાબતે પાલિકા તંત્રને લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે અને જવાબ માંગવામાં આવશે તેમ પણ પ્રવક્તા કલ્પેશ બારોટે જણાવ્યું હતું.
લીગલ એડવોકેટ ઝમીર શેખે આપી પ્રતિક્રિયા
બીજી તરફ સુરત જિલ્લા કોર્ટ લીગલ એડવોકેટ ઝમીર શેખે આ બાબતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહયું કે, આવો કોઈ નિયમ કે પરિપત્ર નથી. એસીબી ટ્રેપથી બચવા આ પ્રમાણે અધિકારીઓએ સૂચના મારી હોય શકે છે,પરંતુ પબ્લિક પ્રોપર્ટી પર અધિકારીઓ મનસ્વી રીતે સૂચના ન મારી શકે.
કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો, અધિકારીઓ મૌન
મહત્વનું છે કે, કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો છતાં,ઝોનના અધિકારીઓ મદમસ્ત છે અને કાર્યવાહી કરવામાં વામણું પૂરવાર થયેલ કતારગામ ઝોનના અધિકારીઓની ખુલ્લેઆમ મનમાની કરવામાં આવી રહી છે. છતાં ઉચ્ચ અધિકારીઓ કેમ મૌન છે તેવા સવાલ થઈ રહ્યા છે. આ મામલે સ્થાનિક ભાજપ કોર્પોરેટર દ્વારા ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન નામે માત્ર ધમપછાડા કરવામાં આવી રહ્યા છે.
ભાજપના જ કોર્પોરેટરે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ
કતારગામ ઝોનમાં 200 જેટલા ગેરકાયદે બાંધકામ અંગેની ગાંધીનગર વિજિલન્સ અને શહેરી વિકાસ વિભાગને ફરીયાદ કરી છે અને કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ સામે તપાસની માંગ કરી છે.ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ભ્રષ્ટાચારના સીધા આક્ષેપ કર્યા છે. નરેન્દ્ર પાંડવે માહિતી સાથે લેખિતમાં ગાંધીનગર વિજિલન્સ સુધી ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગેરકાયદે બાંધકામો માટે પંકાયેલ કતારગામ ઝોનના અધિકારીઓ સામે તપાસ થવી જરૂરી છે.
આ પણ વાંચો: Rajkot: ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો શું છે કારણ ?


