Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : BJP મહિલા નેતાનો આપઘાત કેસ, PM રિપોર્ટમાં થયો આ મોટો ઘટસ્ફોટ!

મૃતકનાં પરિવારજનો દ્વારા ચિરાગ સોલંકી સામે ગંભીર આક્ષેપ કરાયા છે.
surat   bjp મહિલા નેતાનો આપઘાત કેસ  pm રિપોર્ટમાં થયો આ મોટો ઘટસ્ફોટ
Advertisement
  1. Surat BJP નેતાના આપઘાત કેસમાં ઘટસ્ફોટ!
  2. ફાંસો ખાવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો
  3. પોસ્ટમોર્ટમનાં રિપોર્ટમાં હકીકત સામે આવી!

સુરતમાં (Surat) ગઈકાલે હચમચાવે એવી ઘટના બની હતી. શહેર ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલે ફાંસો ખાઈ આપઘાત (Deepika Patel Suicide Case) કર્યો હતો. આ કેસમાં હવે મોટો ઘટસ્ફોટ થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દીપિકા પટેલે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પૂરવાર થયું છે. જ્યારે, મૃતક સગા-સંબંધીઓએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

PM રિપોર્ટમાં ફાંસો ખાઈ આપઘાત કર્યાનો ખુલાસો!

સુરતમાં (Surat) ગઈકાલે અલથાણ ભીમરાડ ગામે બ્રાહ્મણ ફળિયામાં શહેર ભાજપ મહિલા મોરચાનાં વોર્ડ નં. 30 નાં પ્રમુખ દીપિકા નરેશભાઈ પટેલે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું (Deepika Patel Suicide Case) હતું. આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે પોલીસે દીપિકા પટેલનાં મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. આજે પીએમ રિપોર્ટ આવતા આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પીએમ રિપોર્ટ અનુસાર, દીપિકા પટેલનું મોત ફાંસો ખાવાથી થયું છે. તેમની હત્યા કરાઈ હોય હાલ એવું જાણવા મળ્યું નથી. જો કે, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો હતો. દીપિકાનાં પરિવારે તેણીને બ્લેકમેઇલિંગ અથવા મજબૂર કરાઇ હોવાનો આરોપ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : નરોડા-દહેગામ હાઈવે પર ફિલ્મી સ્ટંટ જેવો અકસ્માત! બે યુવકનાં મોત, જુઓ હચમચાવે એવો Video

Advertisement

પોલીસે દીપિકાનાં ફોન ડીટેઇલની તપાસ શરૂ કરી

માહિતી અનુસાર, પોલીસે હવે દીપિકાનાં ફોન ડીટેઇલની તપાસ શરૂ કરી છે. ઉપરાંત, પોલીસે પતિ અને તેમના પુત્રની પૂછપરછ પણ હાથ ધરી છે. દીપિકા પટેલની આત્મહત્યા (Deepika Patel Suicide Case) પાછળનું કારણ હાલ પણ અકબંધ છે. જો કે, પોલીસે દરેક પાસા હેઠળ તપાસ તેજ કરી છે. જણાવી દઈએ કે, 34 વર્ષીય દીપિકા પટેલ છેલ્લા 4 વર્ષથી શહેર BJP માં સક્રિય હતા. મૃતક મહિલાને સંતાનમાં 3 બાળકો છે, જેમાં બે દીકરા અને એક દીકરી છે. દીપિકાનાં મોતથી ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે સમાચાર સાંભળતા જ શહેર ભાજપનાં નેતાઓ, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ પણ વાંચો - Post Office Scamમાં રાજ્યમાં 19 સ્થળે EDના દરોડા

કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે ગંભીર આક્ષેપ!

જણાવી દઈએ કે, ગઈકાલે આ ગોઝારી ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં મૃતક દીપિકાનાં ઘરે પહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકી (Chirag Solanki) અને ત્યાર બાદ આકાશ જોવા મળે છે. CCTV ફૂટેજમાં ચિરાગ અને આકાશની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. મૃતકના સ્વજન દ્વારા પણ બંને સામે ગંભીર આક્ષેપો કરાયા છે. જ્યારે ચિરાગ સોલંકીએ આક્ષેપો તદ્દન ખોટા ગણાવ્યા હતા. જણાવી દઈએ કે, પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો, ઘટના સમયે કોર્પોરેટર ચિરાગ અને આકાશ ત્યાં હાજર હતા. તેમણે મૃતદેહ નીચે ઉતાર્યો હતો. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, ઘટનાની જાણ સૌપ્રથમ પોલીસને કેમ ન કરી ?

ચિરાગ સોલંકીને મૃતક દીપિકા પટેલ ભાઈ માનતી હતી

ચિરાગ સોલંકીની વાત કરીએ તો ચિરાગ સાથે મૃતક દીપિકા પટેલની (Deepika Patel) બે વર્ષ પહેલા જ ઓળખાણ થઈ હતી. ત્યાર બાદ ચિરાગ અવારનવાર તેમના ઘરે આવતો હતો, જેથી મૃતક દીપિકા અને તેમના પરિવાર સાથે ચિરાગનો પરિવાર જેવો સંબંધ થયો હતો. મૃતક દીપિકા ચિરાગને ભાઈ માનતી હતી. દીપિકાનાં દીકરાઓ પણ ચિરાગને મામા કહે છે. હવે, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - BZ Group Scam : લોકોના રૂપિયા પર તાગડધિન્ના કરતા ઠગ એજન્ટ મયુર દરજીનો Video Viral

Tags :
Advertisement

.

×