Ahmedabad Plane Crash દુર્ઘટનામાં સુરતના કોસંબા તરસાડીના દંપતીનું મોત, પરિવારમાં શોકનો માહોલ
- અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સુરતના એક દંપતીનું મોત
- પૂર્વ મંત્રી ગણપત વસાવા પહોંચ્યા મૃતક દંપતિના ઘરે
- ગણપત વસાવાએ મૃતક દંપતીને શ્રદ્ધાજંલિ પાઠવી
અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્લેન ક્રેશ ઘટનામાં સુરતના કોસંબા તરસાડીનું પણ એક દંપતીનું મોત નિપજ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જઈ રહેલ દંપતીનો વીડિયો સામે આવ્યો હતો. મૃતક દંપતીનો દીકરો પોતાના માતા-પિતાને એરપોર્ટ પર ડ્રોપ કરી રહ્યો હતો. પ્લેનમાં બેસ્યા બાદ દંપતીએ દીકરાને વીડિયો કોલ પણ કર્યો હતો. જેના વીડિયો કોલના સ્ક્રીન શોર્ટ પણ સામે આવ્યા હતા.
અકાળે થયેલા મોતને લઈને પરિવાર શોક મગ્ન થયો
ગણતરીની મિનિટોમાં માતા-પિતાના દુઃખદ સમાચાર સામે આવતા દીકરો તાત્કાલીક અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. જ્યાં ડીએનએ સેમ્પલ આપ્યું હતું. અકાળે થયેલા મોતને લઈ પરિવાર શોક મગ્ન થયો હતો. કોસંબા તરસાડીના અર્જુનસિંહ વાંસદિયા અને તેમની પત્ની દિવ્યાબેન, દીકરી કૃપાલીને મળવા લંડન જઈ રહ્યા હતા. માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા મૃતક દંપતીના ઘરે જઈ શ્રદ્ધાંજલી આપી હતી. કોસંબા તરસાડીના અર્જુનસિંહ વાંસદિયા અને તેમની પત્ની દિવ્યાબેન દીકરી કૃપાલીને મળવા લંડન જઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દીવના 14 લોકોના મોત, એકનો બચાવ, દગાચી ગામમાં શોકનો માહોલ
મમ્મી-પપ્પા જે પ્લેનમાં હતા તે જ પ્લેન ક્રેશ થયુંઃ યશપાલસિંહ વસોદીયા
મૃતક દંપતીના પુત્ર યશપાલસિંહ વસોદીયાએ જણાવ્યું હતું કે, મમ્મી-પપ્પા સવારે કોસંબાથી અમદાવાદ જવા નીકળ્યા હતા. પપ્પાને એરપોર્ટ પર ડ્રોપ કર્યા હતા. મમ્મી-પપ્પા પહેલી વખત પ્લેનમાં જઈ રહ્યા હતા. અને બહેન લંડનમાં રહેતી હોઈ પપ્પા-મમ્મી બહેનને મળવા જતા હતા. અમે પરત કોસંબા આવી રહ્યા હતા. ત્યારે ન્યૂઝમાં અમને ખબર પડી કે પ્લેન ક્રેશ થયું છે. અમે તરત તપાસ કરી તો મમ્મી-પપ્પા જે પ્લેનમાં હતા. તે જ પ્લેન ક્રેશ થયું હતું. જે બાદ અમે તાત્કાલીક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.