Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ચા'ના નાનકડા સ્ટોલ પર DyCM હર્ષભાઈ સંઘવીની BLO-સ્થાનિકો સાથે ચાય પે ચર્ચા

Surat : સુરતના અલથાણ સોહમ સર્કલ નજીક આવેલા એક નાના ચા સ્ટોલ પર રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્થાનિક લોકો, કોર્પોરેટર અને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરી કરતા BLO (બૂથ લેવલ ઓફિસર્સ) તથા તેમના સાથી સભ્યો સાથે 'ચાય પે ચર્ચા' કરી હતી. આ અનૌપચારિક મુલાકાત 30 નવેમ્બર, 2025ના રોજ અચાનક જોવા મળી હતી. જેમાં હર્ષભાઈ સંઘવી પોતાના મતવિસ્તારના સેક્ટરોમાં જઈને બીએલઓ સહિત સ્થાનિક લોકોને મળી રહ્યાં હતા.
surat   ચા ના નાનકડા સ્ટોલ પર dycm હર્ષભાઈ સંઘવીની blo સ્થાનિકો સાથે ચાય પે ચર્ચા
Advertisement
  • Surat : સુરતમાં 'ચાય પે ચર્ચા' : હર્ષ સંઘવીએ અલથાણ ચા સ્ટોલ પર SIR BLOઓ અને લોકો સાથે કરી ચર્ચા
  • અલથાણ સોહમ સર્કલમાં હર્ષભાઈની મુલાકાત : BLO કામગીરીની સરાહના, લોકોના પ્રશ્નોનું નિરાકરણની ખાતરી
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સ્પીચ : SIRને સૌ સાથે મળીને મજબૂત બનાવીએ, BLO પરિવારને સમર્થન
  • સુરત ચા સ્ટોલ પર રાજકારણ : હર્ષ સંઘવીએ SIR અભિયાન અને સ્થાનિક સમસ્યાઓ પર કરી ચર્ચા
  • હર્ષ સંઘવીની પહલ : અલથાણમાં BLOઓની બિરદાવણથી SIRમાં ઉત્સાહ, લોકશાહીને મજબૂત કરીએ

Surat : સુરતના અલથાણ સોહમ સર્કલ નજીક આવેલા એક નાના ચા સ્ટોલ પર રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્થાનિક લોકો, કોર્પોરેટર અને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરી કરતા BLO (બૂથ લેવલ ઓફિસર્સ) તથા તેમના સાથી સભ્યો સાથે 'ચાય પે ચર્ચા' કરી હતી. આ અનૌપચારિક મુલાકાત 30 નવેમ્બર, 2025ના રોજ અચાનક જોવા મળી હતી. જેમાં હર્ષભાઈ સંઘવી પોતાના મતવિસ્તારના સેક્ટરોમાં જઈને બીએલઓ સહિત સ્થાનિક લોકોને મળી રહ્યાં હતા, ત્યારે બધા એક ચાની કિટલીએ ભેગા થયા તો ચાય પે ચર્ચા જેવો માહોલ સર્જાયો હતો. જેમાં વોટર લિસ્ટ સુધારણા અભિયાન SIRની કામગીરી પર ભાર મૂકાયો હતો. આ દરમિયાન હર્ષભાઈ સંઘવીને SIR કામગીરીને લોકશાહીનો પર્વ ગણાવ્યો હતો અને તેને સાથે મળીને પૂર્ણ કરવાની વાત કરી હતી.

જણાવી દઈએ કે, SIR અભિયાન 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર, 2025 સુધી ચાલી રહ્યું છે, જેમાં BLOઓ ઘર-ઘરે પહોંચીને મતદારોની યાદી અપડેટ કરી રહ્યા છે. આ 21 વર્ષ પછીની સૌથી મોટી સુધારણા છે, જેમાં 51 કરોડથી વધુ મતદારોને આવરી લેવામાં આવ્યા છે.

Advertisement

 હર્ષભાઈ સંઘવીએ સ્થાનિક લોકોના પડતર પ્રશ્નો સાંભળ્યા અને તેનું ઝડપી નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. તેમણે BLOઓની કામગીરીની જાહેરમાં વખાણી હતી. ખાસ કરીને માંદગીમાં સપડાયેલા BLOની જગ્યાએ SIR કામગીરી કરતા સભ્યની પ્રશંસા કરી હતી. આ પ્રોત્સાહનથી લોકોમાં ઉત્સાહ વધ્યો અને તેઓએ કહ્યું કે, આવી ચર્ચાથી સમસ્યાઓનો તુરંત ઉકેલ મળે છે. સ્થાનિક કોર્પોરેટરોએ જણાવ્યું કે, SIRથી હજારો નવા મતદારો નોંધાઈ રહ્યા છે, જેમાં યુવા અને મહિલાઓની સંખ્યા વધી રહી છે.

Advertisement

ચર્ચા દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું કે, "SIRની કામગીરીને મજબૂતાઈ આપવા આપણે સૌ સાથે મળીને કરવાની છે. સમાજ જીવનમાં નાની-મોટી સમસ્યાઓ આવશે, તેનો નિકાલ પણ સૌ સાથે મળીને કરવો જોઈએ. પ્રાથમિક સુવિધાઓના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે." તેમણે સંગઠનની કામગીરીની પ્રશંસા કરી અને કહ્યું, "પારિવારિક ભાવનાથી તમામ કામો પૂર્ણ થાય છે. આપણે લોકશાહીના પર્વને સારી રીતે બનાવી શકીશું."

આગળ તેઓએ BLOઓ વિશે કહ્યું, "ઘણા BLOઓ નાના-નાના બાળકો જોડે આવે છે. BLOના પરિવારને સાચવવાની જરૂર આપણને છે, કારણ કે તે પણ આપણો પરિવાર છે." અંતમાં તેમણે લોકોને સંબોધીને કહ્યું, "તમે હંમેશા મને પ્રેમ આપ્યો છે. કોઈ પણ કામ હોય તો મને જણાવી દેવાનું એમ શરમ રાખવાની જરૂર નથી." આ વાતોથી લોકોમાં વિશ્વાસ વધ્યો અને SIR અભિયાન પ્રત્યેની જવાબદારી વધુ મજબૂત થઈ.

આ 'ચાય પે ચર્ચા'થી સુરતમાં SIRની કામગીરીને વધુ ઝડપ મળી શકે છે. નાયબ મુખ્યમંત્રીની આ પહેલથી લોકશાહીને મજબૂત કરવાનો ઉદ્દેશ્ય પૂરો થઈ રહ્યો છે. પ્રોવિઝનલ વોટર લિસ્ટ 9 ડિસેમ્બર, 2025ના રોજ પ્રકાશિત થશે.

આ પણ વાંચો- Surat : BJPની મતદાર યાદી સુધારણા ડ્રાઈવ, BLOનું આભાર વ્યક્ત કરવા નિકળ્યા DyCM હર્ષ સંઘવીભાઈ સંઘવી

Tags :
Advertisement

.

×