Surat: નકલી પનીર વેચવું ભારે પડ્યું, સુરભી ડેરીના સંચાલક સામે ગુનો નોંધાયો
- Surat માં સુરભી ડેરીના સંચાલકો સામે નોંધાયો ગુનો
- ખટોદરામાં ડેરીના સ્ટોરેજ ગોડાઉન પર SOGએ માર્યો હતો છાપો
- SOGએ શંકાસ્પદ 754 કિલો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો
- પનીરના સેમ્પલ લઈ પૃથક્કરણ અર્થે લેબ ખાતે મોકલાયા હતા
- પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં સેમ્પલ ફેલ થયા
- તપાસમાં પનીર નકલી હોવાનું સામે આવ્યું હતું
- શહેર SOGએ ખટોદરા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો
- સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલ સામે ગુનો નોંધાયો
Surat:ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ પકડાઈ રહી છે, નકલી વસ્તુઓ વેચતાં વેપારીઓ બેફામ બની રહ્યા છે. વારંવાર તંત્ર તપાસ અને દંડ ફટકારતું હોવા છતાં નકલી વસ્તુઓનો વેપાર કરતાં વેપારીઓ ભળસેળયુક્ત વસ્તુઓ વેચવાની દાનત છોડતાં નથી. ત્યારે સુરત(Surat) શહેરના ખટોદરા વિસ્તારમાં સોમાકાનજીની વાડી વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરી (Surabhi Dairy)ના સ્ટોરેજ ગોડાઉન પર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડામાંથી શંકાસ્પદ 754 કિલોગ્રામ પનીરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આ પનીર તપાસમાં નકલી નીકળતાં સુરભી ડેરીના સંચાલક સામે શૈલેષ પટેલ(Shailesh Patel) સામે ગુનો નોંધાયો છે.
તપાસમાં પનીર નકલી નીકળ્યું
ઝડપાયેલા પનીરના નમૂના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગની મદદથી સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા. લેબના અહેવાલમાં આ પનીર મનુષ્યના વપરાશ માટે અયોગ્ય અને સંપૂર્ણપણે નકલી હોવાનું જાહેર થયું હતું. તપાસમાં ખુલ્યું કે આ પનીરમાં દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ, ડિટર્જન્ટ પાવડર તથા અન્ય હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બાબતના પુરાવા મળી આવતાં શહેર SOGની ટીમે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ડેરી સંચાલક સામે ગુનો
પોલીસે સુરભી ડેરીના મુખ્ય સંચાલક શૈલેષ પટેલ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં નકલી ખાદ્યપદાર્થોના વેપારની સમસ્યા સામે પ્રશ્ન ઉભા કર્યા છે. SOG અને ફૂડ વિભાગે આ મામલે વધુ ડેરીઓ તપાસના દાયરામાં લીધી છે અને આવનારા દિવસોમાં વધુ છાપા પાડવાની તૈયારી કરી છે. હાલ ઝડપાયેલો 754 કિલો નકલી પનીરનો જથ્થો સીલ કરી નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. SOG ની આ કાર્યવાહી બાદ ભેળસેળિયામાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચોઃ Surat BLO Death: સુરતમાં વધુ એક BLOનું શંકાસ્પદ મોત, બાથરૂમમાંથી મહિલા બેભાન મળી હતી


