Surat: પોલીસને રાધિકાના મોબાઈલમાંથી મળી આવી વોટ્સએપ ચેટ, શું થયા ખુલાસો..!
- Surat ના સરથાણામાં મહિલા ડોક્ટર આપઘાત મામલે ખુલાસો
- પોલીસને રાધિકાના મોબાઈલમાંથી મળી વોટ્સએપ ચેટ
- ફિયાન્સ સાથેના અણબનાવમાં પગલું ભર્યું હોવાની અનુમાન
- PM દરમ્યાન મૃતક રાધિકાના શરીરમાંથી ઝેર જેવા શંકાસ્પદ અંશો મળ્યા
Surat Woman Doctor Suicide:સુરતના સરથાણામાં 27 વર્ષિય મહિલા ડોક્ટર રાધિકા કોટડિયા(Radhika Kotadiya)ના આપઘાત(Suicide) મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસને રાધિકાના મોબાઈલમાંથી ફિયાન્સ સાથેની વોટ્સએપ ચેટ(WhatsApp Chat) છે. ચેટ મળી છે. જેથી ફિયાન્સ સાથેના અણબનાવમાં પગલું ભર્યું હોવાની અનુમાન પોલીસ લગાવી રહી છે. બીજી તરફ પોસ્ટમોર્ટમાં રિપોર્ટમાં ઝેરના શંકાસ્પદ અંશો મળ્યા છે. જેથી પોલીસ માટે આ કેસ પેચીદો બન્યો છે.
ફિયાન્સ સાથેની વોટ્સએપ ચેટ મળી
સરથાણા પોલીસે(Sarthana Police) મહિલા ડોક્ટરના આપઘાત બાદ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે પોલીસને કેસ ઉકેલવામાં કડી મળી છે. પોલીસે જપ્ત કરેલા મોબાઈલમાંથી ફિયાન્સ સાથેની વોટ્સએપ ચેટ મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર ચેટમાં નાના મોટા ઝઘડાનો ઉલ્લેખ છે. ફિયાન્સ કિશનને લખેલી વોટ્સએપ ચેટમાં "નાની નાની વાતો પેરેન્ટ્સ ને ના કહેવાય કે,અમુક પ્રોબ્લેમ ખુદ સોલ્વ કરવા પડે "ની ચેટ મોબાઈલમાંથી મળી આવી છે. જેથી પોલીસે ફિયાન્સ સાથેના અણબનાવ માં પગલું ભર્યું હોવાનો અંદાજ લાગવ્યો છે.
ઝેર પીધું હોવાની પણ આશંકા
જાણવા મળ્યું છે કે રાધિકાની આ ત્રીજી સગાઈ હતી અને આવતાં ફેબ્રુઆરી માસના લગ્ન થવાના હતા. જો કે તે પહેલા જ બિલ્ડિંગ પરથી કૂદી મોતને વ્હાલુ કરી લીધું છે. કહેવાઈ છે કે સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ દરમ્યાન મૃતક રાધિકાના શરીરમાંથી ઝેર જેવા શંકાસ્પદ અંશો મળી આવ્યા છે. રાધિકાએ ઝેર પીધું હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. જેથી સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ રાધિકાએ ચામાં ઝેરી ટીકડી ભેળવી આપઘાત કર્યો કે પછી પહેલાથી ઝેરી ટીકડી ખાઈને આવી હતી, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Surat : સુરતમાં ફિઝિયો ક્લિનિક ચલાવતી
રાધિકાએ 9માં માળેથી ઝંપલાવ્યું! | Gujarat FirstSurat ના Sarthana માં મહિલા તબીબનો આપઘાત
તબીબે બિઝનેસ હબના 9માં માળેથી ઝંપલાવ્યું
મહિલા તબીબનું આપઘાતનું કારણ અંકબંધ
ફિઝિયો ક્લિનિક ચલાવતા હતા રાધિકા કોટડિયા
પોલીસે CCTVનું DVR અને મોબાઈલ… pic.twitter.com/LVb1kdhqNS— Gujarat First (@GujaratFirst) November 22, 2025
મૃતક ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી
સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સિમાં રહેતી 27 મહિલા રાધિકા કોટડિયાએ 21 નવેમ્બરે આપઘાત કરી લીધો હતો. તે બિઝનેસ હબના નવમા માળે આવેલા ચાઈ પાર્ટનર કાફેમાં ગઈ હતી. જ્યાં અચાનક ખુરશીમાંથી ઊભી થઈ નવમા માળેથી કૂદી જીવનનો અંત લાવી દીધો હતો. એકાએક પગલું ભરતાં લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં રાધિકા કોટડિયાને ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. જો કે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મૃતક મહિલા ડોક્ટર ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. તેની સગાઈ 6 મહિના પહેલા જ એક યુવક સાથે થઈ હતી. આગામી ફેબ્રુઆરી મહિનામાં તેના લગ્ન થવાના હતા. જો કે લગ્ન કરે તે પહેલા આપઘાતનું પગલું ભરી લીધુ છે.
આ પણ વાંચોઃ Surat: નવમા માળેથી મહિલા ડોક્ટર કૂદી પડી, ગંભીર ઈજાઓને કારણે જીવ ગયો
આ પણ વાંચોઃ Surat: સચિનમાં રખડતા શ્વાનોએ 5 વર્ષીય બાળકને ફાડી ખાધો, હાલત ગંભીર


