Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : પ્રભુનગર નજીક દેહ વ્યાપારનાં રેકેટનો પર્દાફાશ, ગ્રાહક-સંચાલક સુધી 5 ઝડપાયા

સુરતની (Surat) ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરીને દેહ વ્યાપારનાં રેકેટનો પર્દાફાશ કર્યો છે. પ્રભુનગર (Prabhunagar) નજીક ચાલતા દેહ વેપાર રેકેટમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે, જેમાં ગ્રાહક સહિત સંચાલકને ઝડપી પાડી બે મહિલાઓને મુક્ત કરાઈ છે. બે મહિલામાંથી એક...
surat   પ્રભુનગર નજીક દેહ વ્યાપારનાં રેકેટનો પર્દાફાશ  ગ્રાહક સંચાલક સુધી 5 ઝડપાયા
Advertisement

સુરતની (Surat) ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરીને દેહ વ્યાપારનાં રેકેટનો પર્દાફાશ કર્યો છે. પ્રભુનગર (Prabhunagar) નજીક ચાલતા દેહ વેપાર રેકેટમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે, જેમાં ગ્રાહક સહિત સંચાલકને ઝડપી પાડી બે મહિલાઓને મુક્ત કરાઈ છે. બે મહિલામાંથી એક મહિલા બાંગ્લાદેશીની (Bangladesh) હોવાનું સામે આવ્યું છે. મહિલા બાંગ્લાદેશથી મેડિકલ વિઝા પર સુરત આવી હતી. આ મામલે ઉધના પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રભુનગર નજીક દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ

સુરતની ઉધના પોલીસને (Udhana Police) બાતમી મળી હતી કે, પ્રભુનગર નજીક દેહ વ્યાપારનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે બાતમીનાં આધારે દરોડા પાડીને દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો હતો અને ગ્રાહક, સંચાલક સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે બે મહિલાને મુક્ત કરાવી હતી. બે મહિલામાંથી એક બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતું. આ બાંગ્લાદેશની (Bangladesh) મહિલા મેડિકલ વિઝા પર સુરતમાં (Surat) આવી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement

મોબાઇલ થકી યુવતીઓનો ફોટો મોકલી ગ્રાહકોને બોલાવતા

ઉધના પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમાં કેટલાક મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા હતા. આરોપીએ જણાવ્યું કે, સંચાલકો મોબાઇલ થકી યુવતીઓનો ફોટો મોકલી ગ્રાહકોને બોલાવતા હતા. છેલ્લા એકાદ મહિનાથી આ રીતે સેક્સ રેકેટ ચલાવતા હતા. ઉધના પોલીસ (Udhana Police) દ્વારા ગ્રાહક, સંચાલક અને દલાલ એમ કુલ 5 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : L&T કંપનીનાં યાર્ડમાંથી કરોડોની પાઈપની ચોરી કરનારા વોન્ટેડ આરોપી સહિત 3 ઝડપાયા

આ પણ વાંચો - Panchmahal : હાથણી માતા ધોધ પર સહેલાણીઓ ઉમટ્યાં, પહાડની ટોચે યુવાનની જોખમી Reels, જુઓ Video

આ પણ વાંચો - Surat નાં ડે. મેયર બુટ બચાવવા ફાયર ઓફિસરના ખભે ચઢ્યા, શક્તિસિંહે BJP ને લીધી આડે હાથ!

Tags :
Advertisement

.

×