ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : ભારતનું દુર્ભાગ્ય છે, પાકિસ્તાનમાં હિન્દુઓ બચ્યા જ નથી : ગિરિરાજસિંહ

કેન્દ્રીય ટેક્સટાઇલ્સ મંત્રી ગિરિરાજસિંહે સુરતમાં ફેરડીલ ટેક્સટાઈલ પાર્ક ખાતેનાં ટેક્સટાઈલ એકમોની મુલાકાત લીધી હતી.
05:04 PM Nov 29, 2024 IST | Vipul Sen
કેન્દ્રીય ટેક્સટાઇલ્સ મંત્રી ગિરિરાજસિંહે સુરતમાં ફેરડીલ ટેક્સટાઈલ પાર્ક ખાતેનાં ટેક્સટાઈલ એકમોની મુલાકાત લીધી હતી.
  1. કેન્દ્રીય ટેક્સટાઇલ્સ મંત્રી Giriraj Singh સુરતની મુલાકાતે
  2. બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારને લઈ નિવેદન
  3. ભારતનું દુર્ભાગ્ય છે, પાકિસ્તાનમાં હિન્દુઓ બચ્યા જ નથી:ગિરિરાજસિંહ

કેન્દ્રીય ટેક્સટાઇલ્સ મંત્રી ગિરિરાજસિંહ (Giriraj Singh) સુરતની (Surat) મુલાકાતે છે. આજે તેમણે અલગ-અલગ કંપનીઓની મુલાકાત લીધી હતી અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. દરમિયાન, કેન્દ્રીય મંત્રીએ બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, આ ભારતનું દુર્ભાગ્ય છે, પાકિસ્તાનમાં (Pakistan) હિન્દુઓ બચ્યા જ નથી.

આ પણ વાંચો - કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ Surat ની મુલાકાતે, મહારાષ્ટ્રનાં CM અને અજમેર દરગાહ સરવે અંગે કહી આ વાત!

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે : ગિરિરાજસિંહ

કેન્દ્રીય ટેક્સટાઇલ્સ મંત્રી ગિરિરાજસિંહે (Giriraj Singh) આજે સુરતમાં (Surat) ફેરડીલ ટેક્સટાઈલ પાર્ક ખાતેનાં ટેક્સટાઈલ એકમોની મુલાકાત લીધી અને પોલિએસ્ટર, નાયલોન 66 અને કેવલર જેવા આધુનિક સિન્થેટિક ફાઈબરની પ્રક્રિયાને સમજી હતી. દરમિયાન, ગિરિરાજસિંહે બાંગ્લાદેશ (Bangladesh) -પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ભારતનું દુર્ભાગ્ય છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ બચ્યા જ નથી. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે.

આ પણ વાંચો - Morbi : 'Gun Culture' ની ગેમ! મનોજ પનારા બાદ MLA કાંતિ અમૃતિયા અને લાલજી પટેલની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

'ભારત સરકારે કડક ચેતવણી આપી છે'

કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, મ્યાનમારમાં (Myanmar) એકવાર મુસલમાન પર કંઈ થયું હતું ત્યારે મુંબઈમાં લાખો મુસ્લિમોએ પ્રદર્શન કર્યું હતું. આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. ફકત મારપીટ, મંદિરો જ નથી તૂટી રહ્યા પરંતુ, વહુ-દીકરીઓની ઈજ્જત પણ લૂટવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશની સ્થિતિ પર ભારત સરકારની સતત નજર છે અને ભારત સરકારે કડક ચેતવણી આપી છે.

આ પણ વાંચો - Surat: હવસખોર પિતરાઈ ભાઈએ બગાડ્યો બહેનનો ભવ, બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ અને પછી...

Tags :
Ajmer Dargah SurveyBangladeshBJPBreaking News In GujaratiCongressFair Deal Textile ParkGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHindusIndian PoliticalLatest News In GujaratiMaharashtra CMMUMBAIMuslimsMyanmarNews In GujaratiPakistanSuratTextile SectorUnion Minister Giriraj Singh
Next Article