Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : સુરતમાં સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ, HVAC સિસ્ટમ લગાવાઇ

અંડરપાસમાં 1.50 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક HVAC સિસ્ટમ સ્થાપિત
gujarat   સુરતમાં સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ  hvac સિસ્ટમ લગાવાઇ
Advertisement
  • ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ
  • લિંબાયતમાં ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ
  • ટ્રાફિક જામ અને રેલવે ફાટકમાંથી લોકોને મળશે રાહત

સુરતના લિંબાયત અને ડિંડોલીને જોડતા રેલવે ફાટક ક્રોસ કરતા લોકોને મોટી રાહત મળી છે. સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવેલા રૂપિયા 54 કરોડના ખર્ચે નવનિર્મિત લિંબાયત અને ડિંડોલીને જોડતા રેલવે અન્ડર પાસ બ્રિજનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે. અત્યાધુનિક રેલવે અંડરપાસ બ્રિજમાં ફાયર સેફ્ટી સુવિધાની સાથે રૂપિયા દોઢ કરોડના ખર્ચે HVAC સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. જે વાહનોમાંથી નીકળતા ધુમાડાને દૂર કરી શુદ્ધ હવા સુનિશ્ચિત કરશે.

રૂપિયા 54 કરોડના ખર્ચે આ રેલવે અન્ડરપાસ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો

સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના અર્બન ડેવલોપમેન્ટના સંયુક્ત ઉપક્રમે રૂપિયા 54 કરોડના ખર્ચે આ રેલવે અન્ડરપાસ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં માત્ર 1.5 કરોડની HVAC સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. જે વાહનોમાંથી નીકળતા ધુમાડાને દૂર કરી શુદ્ધ હવા નિશ્ચિત કરશે. આ ઉપરાંત રેલવે અન્ડરપાસ બ્રિજમાં ફાયર સેફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ રેલવે અન્ડર પાસ બ્રિજ 502 મીટર લાંબો બ્રીજ છે. જે બ્રિજ શરૂ થવાના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે પરંતુ તેની સાથે સાથે રેલવે ફાટક ક્રોસ કરતી વખતે બનતી અકસ્માતની ઘટનાઓને પણ અટકાવી શકાશે.

Advertisement

રેલવે અંડરપાસ બ્રિજ આજથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો

આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતનો સૌથી લાંબો રેલવે અંડરપાસ બ્રિજ સુરતના લિંબાયત વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા અને રેલવેના સંયુક્ત ઉપક્રમે અંદાજિત 54 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. લોકોને બેથી ત્રણ કિલોમીટર સુધીનો ચકરાવો ખાવો પડતો હતો. પરંતુ હવે ખૂબ જ સરળતાથી લોકો પોતાના નિયત સ્થળે પહોંચી સમયની પણ બચત કરી શકશે. સાત રેલવે લાઇન અહીંથી પસાર થાય છે, જેથી અહીં સૌથી મોટો રેલવે અન્ડર પાસ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. ઓક્સિજનની માત્રા ના ઘટે તે માટે અંડરપાસ બ્રિજમાં વિશેષ રૂપથી વ્યવસ્થાપન કરવામાં આવી છે. ગુજરાતનો સૌથી મોટો રેલવે અન્ડરપાસ બ્રિજની ભેટ સુરતને મળી છે જે બદલ સુરતના તમામ અધિકારી અને પદાધિકારી સહિત સ્થાનિક જનતાને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું. લોકોની જે મુશ્કેલી અને વ્યથા હતી તેનો આજે સુખદ અંત આવ્યો છે. જે રેલવે અંડરપાસ બ્રિજ આજથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો : Surat : મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો, સુસાઈડ નોટ આવી સામે

Tags :
Advertisement

.

×