Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat News : ધો. 7 ભણેલા નટુ પટેલે 80 હજારમાં હોલિવુડની મૂવી જેવી બાઈક બનાવી, Video

સુરતના રસ્તાઓ પર એક બાઇક તમામ લોકોને આકર્ષી રહી છે. લોકોનું કેહેવું છે કે, આવી બાઇક તો તેઓએ હોલિવૂડ મૂવીમાં જોઈ છે. સામાન્ય ગેરેજ ચલાવતા નટુ પટેલે આ બાઇક બનાવી છે. ધો. 7 ભણેલા 64 વર્ષના નટુ પટેલે બાઇક તથા...
surat news   ધો  7 ભણેલા નટુ પટેલે 80 હજારમાં હોલિવુડની મૂવી જેવી બાઈક બનાવી  video
Advertisement

સુરતના રસ્તાઓ પર એક બાઇક તમામ લોકોને આકર્ષી રહી છે. લોકોનું કેહેવું છે કે, આવી બાઇક તો તેઓએ હોલિવૂડ મૂવીમાં જોઈ છે. સામાન્ય ગેરેજ ચલાવતા નટુ પટેલે આ બાઇક બનાવી છે. ધો. 7 ભણેલા 64 વર્ષના નટુ પટેલે બાઇક તથા કારમાં પ્રયોગ કરતા રહે છે.

હાલ ચાલી રહેલા સોશિયલ મીડિયાના યુગમાં કયો વીડિયો ક્યારે વાયરલ થઈ જાય એનું કાંઈ નક્કી નથી હોતું અને આવો જ એક રિંગ બાઈક નો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે અમે આ રિંગ બાઇક કોણે બનાવ્યું એની તપાસમાં જોડાયા આ રિંગ બાઈક અઠવા ઝોન ઓફિસની બાજુમાં આવેલા શ્રીકૃષ્ણ ગેરેજ ના માલિક નટુભાઈએ બનાવ્યું હતું. નટુભાઈ નો સંપર્ક કરી અમે તેમની પાસે પહોંચ્યા જ્યારે અમે તેમની પાસે પહોંચ્યા ત્યારે ખરેખર તેમની પાસે આ રિંગ બાઈક હાજર હતી અને તેઓ તેમના ઘરેથી આ બાઈક ચલાવીને આવી રહ્યા હતા.

Advertisement

Advertisement

સૌથી પહેલા અમે નટુકાકાના બેગ્રાઉન્ડ અંગેની માહિતી મેળવી નટુભાઈ છેલ્લા 42 વર્ષથી મિકેનિક તરીકે પોતાનું કામ કરી રહ્યા છે નાનપણથી જ તેમને કંઈક અલગ કરવાનો શોખ હતો અને હવે તેમનો આ શોખ પૂરો થયો છે આ બાઈક બનાવવા માટે તેમણે દિવસ રાત મહેનત કરી છે આ બાઈક બનાવી છે.

નટુભાઈને આ બાઈક બનાવતા આશરે ચાર મહિના જેટલો સમય લાગ્યો છે ચાર મહિનામાં નટુભાઈએ આ બાઈકની સર્વપ્રથમ ડિઝાઇન બનાવી હતી. ડિઝાઇન બનાવ્યા બાદ કબાડી માર્કેટમાંથી થોડો થોડો સામાન લાવ્યા બાદ બાઈકને બનાવવાની શરૂઆત કરી હતી. આ બાઈકને બનાવવા માટે તેમણે નાની લિથિયમ બેટરીનો ઉપયોગ કર્યો છે લિથિયમ બેટરી એકવાર ચાર્જ કરવાથી 35 કિલોમીટર ચાલે છે. લીથીયમ બેટરીને ચાર્જ કરવાનો સમય એક કલાક જેવું લાગે છે. એક યુનિટ કરતાં પણ ઓછી વીજળીમાં આ બેટરી ચાર્જ થઈ જાય છે નટુભાઈ દ્વારા બનાવવામાં આવેલી આ રિંગ બાઈક નો અત્યારે બનાવવાનો ખર્ચ 80 થી 90,000 જેટલો આવ્યો છે.

નટુભાઈ જ્યારે આ બાઈક લઈને સુરતના રસ્તા ઉપર નીકળે છે ત્યારે લોકો કુતુહલતા સાથે આ બાઈક અને જુએ છે. નટુભાઈ રસ્તા વચ્ચે જતા હોય ત્યારે લોકો તેમની પાસે આ રિંગ બાઇક રોકાવીને એક વખત રાઉન્ડ પણ માનતા હોય છે અને જ્યારે પણ તેઓ રસ્તા પરથી નીકળે ત્યારે લોકો સોશિયલ મીડિયામાં અપલોડ કરવા માટે તેના વીડિયો પણ બનાવતા હોય છે. લોકો દ્વારા સહયોગ મળતા નટુકાકા પણ ખુશખુશાલ જોવા મળે છે નટુકાકાને સેલિબ્રિટી હોય એવી ફીલીંગ તેમને આવી રહી છે.

અહેવાલ : આનંદ પટણી, સુરત

આ પણ વાંચો : Rajkot News : ગણપતિ મહોત્સવ અંગે રાજકોટ CP નું જાહેરનામું, આટલી બાબતોનું રાખો ધ્યાન નહીં તો…

Tags :
Advertisement

.

×