Surat: અઠવાગેટ વિસ્તારના મેળામાં ફ્રી એન્ટ્રીની જાહેરાત બાદ હોબાળો, વીડિયો વાયરલ
- Surat ના અઠવાગેટ વિસ્તારમાં આવેલ મેળામાં હોબાળો
- મેળામાં પ્રવેશ ન મળતા લોકોએ રીતસર હોબાળો મચાવ્યો
- ત્રણ દિવસ ફ્રી એન્ટ્રીની જાહેરાત બાદ ટિકિટ માંગતા લોકોએ કર્યો હોબાળો
- ફ્રી એન્ટ્રીની જાહેરાત બાદ હજારો ની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
- મેળાના સિક્યોરિટી ગાર્ડ અને સંચાલકો સાથે તું તું મેં મેં
- મહિલા સિક્યોરિટી ગાર્ડ નું મેળામાં આવતા લોકો જોડે અસભ્ય વર્તન
- વિડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
Surat: સુરતના (Surat) અઠવાગેટ વિસ્તારમાં ચાલી રહેલા મેળામાં ગત રોજ મોડી સાંજે રીતસર હોબાળો મચી જવા પામ્યો હતો. મેળાના સંચાલકોએ પ્રથમ ત્રણ દિવસ ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી, પરંતુ ગેટ પર પહોંચતાં જ ટિકિટ માંગવામાં આવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
Surat ના અઠવાગેટ વિસ્તારમાં આવેલ મેળામાં હોબાળો
મળતી માહિતી મુજબ સુરતના અઠવાગેટ વિસ્તારમાં ચાલી રહેલા મેળામાં ફ્રી એન્ટ્રીની જાહેરાત સાંભળીને હજારોની સંખ્યામાં લોકો મેળા પ્રાંગણમાં ઉમટી પડ્યા હતા. પરંતુ અચાનક ટિકિટ ફરજિયાત કરવામાં આવતાં પ્રવેશ ન મળતાં લોકો આક્રોશે ભરાયા અને ગેટ પાસે હોબાળો મચાવ્યો.અહીં સ્થિતિ એટલી બેકાબૂ બની કે સિક્યોરિટી ગાર્ડ અને મેળા સંચાલકો સાથે લોકોની તું-તું મેં-મેં થઈ, જેમાં ઝપાઝપી અને ધક્કા-ધુક્કી પણ થઈ હતી.
વિડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
આ દરમિયાન મહિલા સિક્યોરિટી ગાર્ડનું મેળામાં આવતા લોકો સાથે અસભ્ય વર્તન જોવા મળ્યું. મેળા સંચાલકો પર દાદાગીરી કરવાનો આરોપ લાગ્યો છે કે તેમણે ફ્રી એન્ટ્રીની જાહેરાત કરીને લોકોને બોલાવ્યા અને પછી ટિકિટ લઈને પૈસા કમાવવાનો પ્રયાસ કર્યો.આ પૂરી ઘટનાના વીડિયો સુરતના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકોમાં ભારે રોષ વ્યક્ત થઈ રહ્યો છે અને મેળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.
આ પણ વાંચો: Rajkot: સરકારી શાળાના શિક્ષક-શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ, દુષ્કર્મ, ખંડણી અને મારપીટનો આરોપ, જાણો સમગ્ર મામલો


