Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: વરાછા-સરથાણા બ્રિજ નીચે દારૂ-ડ્રગ્સ-જુગારનું અડ્ડો બન્યું, ધારાસભ્ય કુમાર કાનાણીએ SMC અને પોલીસ કમિશનરને લખ્યો પત્ર

Surat: વરાછાથી સરથાણા બ્રિજ નીચે ગાંજા,દારૂ,અફીણ,ડ્રગ્સ,જુગાર જેવી બદી ચાલતી હોવાનો વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ (MLA Kumar Kanani) આરોપ કર્યો છે. આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ SMC-CPને પત્ર લખ્યો છે જેમાં તેમણે તાત્કાલિક ધોરણે બદીને દૂર કરવા માંગ કરી છે. આ સાથે તેમણે આ સમસ્યાનો ઉકેલ કેટલા દિવસમાં આવશે તેનો જવાબ બંને વિભાગના અધિકારીઓ પાસે મેં માંગ્યો છે.
surat  વરાછા સરથાણા બ્રિજ નીચે દારૂ ડ્રગ્સ જુગારનું અડ્ડો બન્યું  ધારાસભ્ય કુમાર કાનાણીએ smc અને પોલીસ કમિશનરને લખ્યો પત્ર
Advertisement
  • સુરત વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો પત્ર
  • દારૂ ડ્રગ્સની બદીઓ મુદ્દે SMC-CPને લખ્યો પત્ર
  • વરાછા બ્રિજ નીચે ચાલતી બદીઓ મુદ્દે કરી રજૂઆત
  • દારૂ, જુગાર, ડ્રગ્સની બદીઓ બંધ કરવા કરી રજૂઆત
  • બ્રિજ નીચે ઘણા સમયથી લોકો ગેરકાયદે વસવાટ કરે છે: MLA
  • તેઓના ધંધા પણ દારૂ, જુગાર, ડ્રગ્સના છે: કુમારા કાનાણી

Surat: સુરત શહેરના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વરાછા વિસ્તારમાં આવેલા શહેરના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજ નીચે વર્ષોથી દારૂ, ગાંજો, અફીણ, ડ્રગ્સ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હોવાનો ગંભીર આક્ષેપ વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ કર્યો છે.ધારાસભ્યએ સુરત મહાનગરપાલિકા કમિશનર તેમજ પોલીસ કમિશનરને પત્ર લખીને બ્રિજ નીચે ગેરકાયદે વસવાટ કરતાં તત્વો દ્વારા ચાલતી આ બધી બદીઓ તાત્કાલિક બંધ કરવા તેમજ દબાણો દૂર કરવા માંગ કરી છે.

સુરત વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો પત્ર

આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, “આ સ્થળેથી અધિકારીઓ સહિત હજારો લોકો રોજ પસાર થાય છે, છતાં વર્ષોથી આ ન્યુસન્સ ચાલે છે. અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ આવતો નથી.”કાનાણીએ આક્ષેપ કર્યો કે પોલીસ તંત્રની કામગીરીમાં કચાશ અને ઉણપ છે, જેના કારણે આ પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. તેમણે બંને વિભાગ પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે કે, “આ સમસ્યાનો કાયમી ઉકેલ આખરે કેટલા દિવસમાં લાવવામાં આવશે?”

Advertisement

Advertisement

રહેવાસીઓએ પણ કરી છે ફરિયાદ

વરાછા વિસ્તારના રહેવાસીઓએ પણ આ બદીઓ અને ગંદકીથી કંટાળીને વારંવાર ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણયાત્મક પગલાં લેવાયાં નથી. ત્યારે ભાજપના ધારાસભ્યના આ પત્ર બાદ આ સમસ્યાનો નિકાલ ક્યારે આવશે તે જોવું રહયું...

આ પણ વાંચો:  Morbi: ‘કમિશનરના આશ્વાસન પર વિશ્વાસ નથી!’, સ્થાનિકોએ પાણી ન આવે ત્યાં સુધી મનપા કચેરીએ ધામા નાખ્યા

Tags :
Advertisement

.

×