Surat: MLA કુમાર કાનાણીને કેમ લખવો પડ્યો મેયરને પત્ર?, જાણો શું કરી રજૂઆત!
- Surat વરાછાના MLA Kumar Kanani નો વધુ એક પત્ર
- ટ્રાફિક સમસ્યાથી રાહત આપવા અંગે મેયરને લખ્યો પત્ર
- ટ્રાફિક સમસ્યા દૂર કરી વરાછાને રાહત આપવાનો ઉલ્લેખ
- સુરત મનપા અને પોલીસની કામગીરીને MLAએ વધાવી
- સાથે જ દબાણ હટાવવાની કામગીરી વધુ સઘન કરવા રજૂઆત
- "ખોટી રીતે હેરાનગતિ ન થાય તેમ કામગીરી થાય તે જરૂરી"
- "ઓટલા પર ધંધો કરતા લોકો હેરાન ન થાય તે ધ્યાન રાખવું"
'લોકો હેરાન થાય છે'
ધારાસભ્ય કુમાર કાનાણીનું માનવું છે કે શહેરના ટ્રાફિકને સુચારુ બનાવવા માટે દબાણ હટાવવાની ઝુંબેશ જરૂરી છે. જોકે, તેમણે આ કામગીરીમાં 'માનવતા' અને 'સંવેદનશીલતા' જાળવવા પર ભાર મૂક્યો હતો. જ્યારે પણ પોલીસ અને પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે, ત્યારે કેટલાક લોકો હેરાન પરેશાન થાય છે. આ કામગીરી દરમિયાન પાલિકાના કર્મચારીઓ ક્યારેક 'માનવતા નેવે મૂકી હોય' તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે ગરીબ અને નાના ધંધાર્થીઓ માટે આઘાતજનક હોય છે.
'નાના વેપારીઓને ખોટી રીતે હેરાનગતિ ન થાય'
MLA કુમાર કાનાણીએ મેયરને સ્પષ્ટ રજૂઆત કરી હતી કે, દબાણ હટાવવાની કામગીરીમાં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, રસ્તા પર અવરોધરૂપ ન હોય તેવા લોકોને ખોટી રીતે હેરાનગતિ ન થાય. ખાસ કરીને 'જે જરૂરી ના હોય પોતાની જગ્યા-ઓટલા પર બેસીને ધંધો કરતા હોય' તેવા લોકો પર દમન ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. આવા નાના વેપારીઓ કે જેઓ પોતાના ઓટલા પર બેસીને રોજગારી મેળવે છે, તેમને ટ્રાફિકની સમસ્યા માટે જવાબદાર ગણીને હેરાન કરવા યોગ્ય નથી.
આ પણ વાંચોઃSurat: સદવિચાર હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે પ્રસૂતાનો જીવ ગયો!
આ પણ વાંચોઃ Chhota Udepur: મૃતદેહને અગ્નિદાહ ક્યાં આપવો?, છોટાઉદેપુરના બોપા ગામમાં સ્મશાનનો વિવાદ, જાણો


