Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT : મેવાણીના વિરોધથી કાનાણીના પત્ર સુધી, પરેશ ધાનાણીના કટાક્ષ પછી સરકાર બેકફૂટ પર

SURAT :  ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના કાળા કારોબાર વિરુદ્ધ રાજકીય અને સામાજિક વલણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીના પોલીસ પરના તીખા નિવેદનથી શરૂ થયેલી આ ચર્ચા હવે ભાજપના વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીના સુરતમાં ડ્રગ્સ વેચાણ વિરુદ્ધના પત્ર સુધી પહોંચી છે. તો આ વચ્ચે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ દારૂ-ડ્રગ્સનો વિરોધ કરવાને લઈને કાનાણીને અભિનંદન પાઠવ્યા છે. તેથી સરકાર પોતે જ બેકફૂટ પર આવી ગઈ છે.
surat   મેવાણીના વિરોધથી કાનાણીના પત્ર સુધી  પરેશ ધાનાણીના કટાક્ષ પછી સરકાર બેકફૂટ પર
Advertisement
  • SURAT :  પટ્ટા ઉતારવાની ધમકીથી શરૂ થયો વિવાદ : મેવાણીને સમર્થન, કાનાણીને અભિનંદન
  • સુરત-થરાગમાં દારૂ-ડ્રગ્સ વિરુદ્ધ અવાજો : કોંગ્રેસ-ભાજપ વચ્ચે રાજકીય ગરમાવો
  • મેવાણીના નિવેદનથી પોલીસ વિરોધ, કાનાણીને ધાનાણીની શુભેચ્છા : ગુજરાતમાં જાગૃતિની લહેર

SURAT : ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના કાળા કારોબાર વિરુદ્ધ રાજકીય અને સામાજિક વલણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીના પોલીસ પરના તીખા નિવેદનથી શરૂ થયેલી આ ચર્ચા હવે ભાજપના વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીના સુરતમાં ડ્રગ્સ વેચાણ વિરુદ્ધના પત્ર સુધી પહોંચી છે. તો આ વચ્ચે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ દારૂ-ડ્રગ્સનો વિરોધ કરવાને લઈને કાનાણીને અભિનંદન પાઠવ્યા છે. તેથી સરકાર પોતે જ બેકફૂટ પર આવી ગઈ છે. એક તરફ વિપક્ષી નેતાઓ દારૂ-ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટે સરકાર પર દબાણ લાવીને તેમની ટીકા કરી રહ્યાં છે, તો બીજી તરફ સરકારના જ ધારાસભ્યે સરકારને દારૂ-ડ્રગ્સ બંધ કરવા માટે પત્ર લખીને જવાબ માંગ્યો છે.

નશાના દૂષણના મામલે રાજ્યમાં ઘમાસાણ નવેમ્બર 2025માં કોંગ્રેસના "જન આક્રોશ યાત્રા"થી શરૂ થઇ છે. 22 નવેમ્બરે વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામમાં યાત્રા દરમિયાન સ્થાનિક વાસીઓએ મેવાણીને થરાદ અને ટીમનગરમાં દારૂ અને ડ્રગ્સના મુક્ત વેચાણ વિશે ફરિયાદ કરી હતી. મેવાણીએ સ્થાનિક વાસીઓ સાથે થરાદ પોલીસ સ્ટેશન અને એસપી કાર્યાલયે આવેદન આપવા પહોંચ્યા હતા. તેમણે દારૂ-ડ્રગ્સ સામે પગલાં ભરવામાં કચાશ રાખવાને લઈને પોલીસને ખખડાવતા જાહેરમાં ખખડાવતા કહ્યું હતું કે, તમારા પટ્ટા ઉતરી જશે." આ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપર પણ પ્રહાર કર્યા હતા.

Advertisement

Advertisement

તો હવે આ મુદ્દે કુમાર કાનાણીના પત્રને લઈને પટ્ટા પોલિટિક્સ મુદ્દે કોંગ્રેસ નેતા પરેશભાઈ ધાનાણીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. આ દરમિયાન તેમણે સુરતમાં ડ્રગ્સ-દારૂના મુદ્દાને લઈને અવાજ ઉઠાવનાર કુમાર કાનાણીને અભિનંદન પાઠવ્યા છે. તો બીજી તરફ તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતુ કે, પટ્ટા ઉતરી જશે તો પછી પેન્ટ પણ રહેશે નહીં. તે ઉપરાંત ધાનાણીએ દૂષણ સામે અવાજ ઉઠાવનારા રાજ્યના લોકોને અભિનંદન પાઠવીને આવકાર્યા હતા.

મેવાણીના આ નિવેદનથી પોલીસ વિભાગમાં રોષ ફેલાયો. 24 નવેમ્બરે થરડમાં વેપારીઓએ પોલીસના સમર્થનમાં દુકાનો બંધ કરીને વિરોધ પ્રદર્શન કર્યું. તે જ દિવસે પોલીસ પરિવારો અને જૂનિયર કર્મચારીઓએ મેવાણી વિરુધ્ધ રેલીઓ કાઢી, જેમાં "જિજ્ઞેશ મેવાણી હાઈ હાઈ", "પોલીસ પરિવાર જિંદાબાદ" જેવા નારા લગાવાયા. વિરોધકર્તાઓએ મેવાણી પાસેથી માફી અને રાજીનામાની માંગ કરી હતી.

SURAT માં ડ્રગ્સ-દારૂને ડામવા પત્ર

આ વચ્ચે સુરતમાં ભાજપના વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ડ્રગ્સ અને દારૂ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તાજેતરમાં કાનાણીએ સુરત મહાનગરપાલિકા કમિશનરને અને સુરત શહેરના સીપીને પત્ર લખીને વરાછા અને આસપાસના વિસ્તારોમાં અફીણ, ગાંજા અને અન્ય નશીલા પદાર્થોના વેચાણ પર કડક કાર્યવાહીની માંગ કરી છે.

તેમણે પૂછ્યું કે, "આ સમસ્યાનો કાયમી ઉકેલ કેટલા દિવસમાં આપશો?" આ પત્રને લઈને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કાનાણીને અભિનંદન આપ્યા છે. ધાનાણીએ જણાવ્યું, "સુરતમાં ડ્રગ્સ-દારૂના મુદ્દાને ઉઠાવનાર કુમાર કાનાણીને અભિનંદન. ગુજરાતના જે લોકો અવાજ ઉઠાવે છે તેને આવકાર અને અભિનંદન." આ નિવેદનને રાજકીય ગરમાવો વધાર્યો છે. કેમ કે દારૂ-ડ્રગ્સ જેવા દૂષણ મામલે જિજ્ઞેશ મેવાણીના નિવેદન પછી હર્ષભાઈ સંઘવી દ્વારા પોલીસની તરફેણ કરવામાં આવી હતી. તેવામાં તેમના જ પાર્ટીના ધારાસભ્ય પોતે જ દારૂ-ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટે પોલીસને પત્ર લખી રહ્યાં છે. તેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ઉપર સીધા પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. જેની પણ જવાબદારી હર્ષભાઈ સંઘવી ઉપર જ છે.

આ પણ વાંચો- અમદાવાદ CWG 2030 માટે તૈયાર : AMC 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે શહેરને સ્પોર્ટ્સ હબ બનાવશે

Tags :
Advertisement

.

×