Surendranagar: રાજ્યમાં અકસ્માતનાં ત્રણ બનાવમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો, બાઈક અને કાર અકસ્માતમાં દાદા-પૌત્રીનું મોત
- સુરેન્દ્રનગરમાં ડમ્પર અને સ્કૂલ વાન વચ્ચે અકસ્માત
- ડમ્પરે સ્કૂલ વાનને ટક્કર મારતા 10 બાળકો ઈજાગ્રસ્ત
- બાળકોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
સુરેન્દ્રનગરનાં સાયલા-પાળીયાદ હાઈવે પર બપોરના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારતા 10 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે ખાનગી શાળાનાં બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ કરી જઈ રહ્યા હતા. અકસ્માતમાં 10 થી વધુ બાળકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત સર્જાતા હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત સર્જાતા આજુબાજુથી લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા. અને બાળકોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોકલ્યા હતા.
બાઈક ચાલક દાદા-પૌત્રીનું ઘટનાસ્થળે જ મોત
બોટાદના ગઢડાના ટામટા અને હામાપર ગામના પાટીપા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં દાદા અને પૌત્રીને ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક દાદા-પૌત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી દાદા-પૌત્રીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે હવે VHP મેદાને, સાધુ-સંતોને એકઠા કરશે!
કાર કેનાલમાં ખાબકતા 3 લોકોના મોત
સાણંદના વિરોચનગર ગામે દર્શન કરી પરત આવી રહેલા ત્રણ વ્યક્તિઓને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે સ્ટીંયરીંગર પરનો કાબુ ગુમાવતા ગાડી કેનાલમાં ખાબકી હતી. મૃતક ગાંધીનગરનાં ઝુંડાલ ગામના હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ સમગ્ર બાબતે સાણંદ જી.આઈ.ડી.સી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ઓઢવમાં પોલીસે ડિટેઈન કરેલ વાહનોમાં લાગી આગ, નુકસાનની ભરપાઈ કોણ કરશે? જુઓ વીડિયો


