Surat BLO Death: સુરતમાં વધુ એક BLOનું શંકાસ્પદ મોત, બાથરૂમમાંથી મહિલા બેભાન મળી હતી
- Surat માં વધુ એક BLO નું શંકાસ્પદ મોત
- સુરત મનપામાં કામ કરતા Dinkalben Shingodawala નું મોત
- વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા
- ઘરે બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવ્ચા
- પરિવારે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા
Surat BLO Death: ગુજરાતમાં ચૂંટણી પંચે મતદારયાદી સુધારણા અંતર્ગત શિક્ષકોને SIRનું કામ આપ્યા બાદ હાલત કફોડી થઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી 4 BLO ના મોત થઈ ગયા છે. ત્યારે હવે વધુ એક BLO નું શંકાસ્પદ સંજોગો મોત થયું છે. સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી દિનકલબેન શીંગોડાવાળા(Dinkalben Shingodawala) ઘરના બાથરુમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. હોસ્પિટલમાં ખસેડતાં ડોક્ટરે મૃત ઘોષિત કરી કર્યા હતા.
પરિવારમાં ભારે શોક
સુરત(Surat)માં એક મહિલા BLO નું મોત થતાં ખળભળાટ મચ્યો છે. સુરત મનપામાં કામ કરતા દિનકલબેન શીંગોડાવાળાનું મોત થયું છે. તેઓ વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ આજે ઘરે બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવ્ચા હતા. પરિવારે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મહિલા અધિકારીના મોતને લઈ પરિવારમાં ભારે શોકનો માહોલ છે. SIRની કામગીરીમાં BLO તરીકે નિમવવામાં આવ્યા હતા.
રાજ્યમાં વધુ એક BLOના શંકાસ્પદ મોતના સમાચાર
સુરત મનપામાં કામ કરતા દિનકલબેન શીંગોડાવાળાનુ મોત
વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા
ઘરે બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવ્ચા
પરિવારે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા
મહિલા અધિકારીના મોતને લઈ પરિવારમાં… pic.twitter.com/v6kGhcoRRb— Gujarat First (@GujaratFirst) November 24, 2025
પોલીસ તપાસ ચાલુ
પોલીસે હાલ કામનું ભારણ કારણે કે આકસ્મિક મોત છે તે અંગે તપાસ હાથ ધરી છે. આ સાથે જ ગુજરાતમાં મતદારયાદી સુધારણા કામગીરી દરમિયાન BLO તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનાં મોતનો આંકડો 5 પર પહોંચી ગયો છે. શિક્ષક સંગઠનો અને કર્મચારી સંગઠનોએ સરકાર અને ચૂંટણી પંચ સામે રોષ ઠાલવ્યો છે.
આ પણ વાંચોઃ Dharmendra Death: પીઢ અભિનેતા ધર્મેન્દ્ર પંચમહાભૂતમાં વિલીન, પુત્ર સની દેઓલે અંતિમ સંસ્કાર કર્યા
આ પણ વાંચોઃ Surat: સચિનમાં રખડતા શ્વાનોએ 5 વર્ષીય બાળકને ફાડી ખાધો, હાલત ગંભીર


