Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરી ટિપ્પણી

નિત્યાનંદ સ્વામીનાં નિવેદનનો મામલો હજુ શાંત થયો નથી. ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાયનાં વધુ એક સ્વામી દ્વારા ભગવાન બ્રહ્મા પર વિવાદાસ્પદ નિવેદન આપતા સમગ્ર મામલો વઘુ ગરમાઈ જવા પામ્યો હતો. સ્વામીજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો તેમનાં પર ફીટકાર વરસાવી રહ્યા છે.
rajkot  સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ  હિન્દુ દેવી દેવતાઓ વિશે કરી ટિપ્પણી
Advertisement
  • સ્વામીનારાયણ સંપ્રદાયનાં વધુ એક સ્વામીનો બફાટ
  • નિત્યસ્વરૂપદાસ નામનાં સ્વામીનો વીડિયો વાયરલ
  • સ્વામીના વાયરલ વીડિયો અંગે ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી

રાજકોટ નજીક આવેલ સરધાર સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી દ્વારા વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપતા સંતો તેમજ ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાવા પામ્યો છે. નિત્યસ્વરૂપદાસ નામનાં સ્વામીનો વીડિયો વાયરલ થયો છે.જેમાં તેઓએ બ્રહ્મા જેવા તો ભગવાને અબજો ખડકી દીધા છે. સ્વામિનારાયણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને બનાવ્યા છે. તેત્રીસ કરોડ દેવતાઓનું ઝૂમખું બનાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણનાં અબજો મેનેજર છે. છેલ્લી ક્વોલિટીનાં મેનેજર પાસે અબજો દાસ છે. શાખાઓ વધી ગઈ એમ દેવતાઓ બનાવ્યા છે. બધાય ભગવાન સ્વામિનારાયણના મેનેજર છે. સ્વામિનારાયણને મેનેજર દેવી-દેવતાઓને વર્ણવ્યા છે. તેમજ હિન્દુ દેવી- દેવતાઓની તુચ્છ મેનેજર તરીકે ગણના કરી છે. સ્વામીના આ વાયરલ વીડિયો અંગે ફર્સ્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી.

નિત્યાસ્વરૂપ સ્વામીએ શું ટિપ્પણી કરી જુઓ વીડિયો

Advertisement

33 કરોડ દેવી-દેવતાઓનું અપમાન યોગ્ય નથી: દેવનાથ બાપુ

સ્વામીનારાયણ સંપ્રદાયનાં નિત્યસ્વરૂપ સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ કચ્છનાં એકધામના મહંત યોગી દેવનાથ બાપુએ પ્રતિક્રિયા આપી છે. જેમાં 33 કરોડ દેવી-દેવતાઓનું અપમાન યોગ્ય નથી. વિનાશ નજીક આવી રહ્યો છે. મર્યાદામાં રહેવું જોઈએ, ટિપ્પણી યોગ્ય નથી. હવે ટિપ્પણી કરનારને જડબાતોડ જવાબ આપીશું. અંગ્રેજો આ લોકોને મૂકી ગયા છે. તમને કોને હક્ક આપ્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ Gondal: રાજકુમાર જાટનું મોત કે હત્યા, બે PM રિપોર્ટમાં અનેક વિસંગતતાઓ, પોલીસની તપાસ શંકાના દાયરામાં

સનાતન ધર્મ પર જુદી જુદી રીતે હુમલા થાય છે :મોરારીબાપુ

સનાતન ધર્મ માટે મોરારીબાપુએ પણ મોટું નિવેદન આપ્યું છે. સનાતન ધર્મ પર જુદી જુદી રીતે હુમલા થાય છે. સનાતન ધર્મ માટે એક કથા કરવાની મોરારીબાપુએ જાહેરાત કરી છે. અર્જેન્ટીનામાં રામકથા વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ જાહેરાત કરી છે. સનાતન ધર્મ માટેની આ કથા દિલ્હીમાં થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃSurat: રત્નકલાકારોની નીકળી રેલી, સરકાર માંગણી નહી સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી

મોગલધામના મણીધરબાપુનું અલ્ટીમેટમ યથાવત

સ્વામીનારાયણ સંપ્રદાયનાં સ્વામીનાં વારંવાર નિવેદનથી સંતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે દ્વારકાધીશ સહિત દેવી દેવતાઓ વિશે બફાટ મામલે કાબરાઉ મોગલધામનાં મણીધરબાપુનું ઉપવાસનું અલ્ટીમેટમ યથાવત છે. તેમજ મણીધરબાપુએ 2 એપ્રિલ સુધી લેખિત માફી માંગવાનું અલ્ટીમેટમ આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડાઓ આ બંધ કરાવે અને લેખિતમાં માફી માંગે બાકી ઉપવાસ યથાવત રહેશે.

Tags :
Advertisement

.

×