Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Swati Maliwal : કેજરીવાલના ઘરે બિભવે માર્યા હતા 7-8 'થપ્પડ', પૂર્વ પતિનું પણ આવ્યું મોટું નિવેદન Video

રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે (Swati Maliwal) ANI સાથેની મુલાકાતમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ઘરે બનેલી ઘટના વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે, બિભવ કુમારે મને 7-8- વાર થપ્પડ મારી હતી. મહત્વનું છે કે, બિભવ હાલમાં કસ્ટડીમાં છે. આ દરમિયાન દિલ્હી પોલીસે...
swati maliwal   કેજરીવાલના ઘરે બિભવે માર્યા હતા 7 8  થપ્પડ   પૂર્વ પતિનું પણ આવ્યું મોટું નિવેદન video
Advertisement

રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે (Swati Maliwal) ANI સાથેની મુલાકાતમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ઘરે બનેલી ઘટના વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે, બિભવ કુમારે મને 7-8- વાર થપ્પડ મારી હતી. મહત્વનું છે કે, બિભવ હાલમાં કસ્ટડીમાં છે. આ દરમિયાન દિલ્હી પોલીસે AAP ના રાજ્યસભા સભ્ય સાથે કથિત 'હુમલા'ના કેસમાં CM અરવિંદ કેજરીવાલના માતા-પિતા સાથે પૂછપરછ કરવા ગુરુવારે CM આવાસ જશે નહીં.

કેજરીવાલે બુધવારે કહ્યું હતું કે, પોલીસે તેના વૃદ્ધ અને બીમાર માતા-પિતાની પૂછપરછ કરવા માટે ગુરુવારે આવશે પોલીસે આ કેસમાં કેજરીવાલના અંગત સહાયક બિભવ કુમારણી ધરપકડ કરી છે. સુત્રોએ જણાવ્યું કે પોલીસ આગામી દિવસોમાં પૂછપરછ માટે કેજરીવાલના ઘરે જઈ શકે છે પરંતુ તેઓ ગુરુવારે ત્યાં જઈ રહ્યા નથી. સુત્રોએ જણાવ્યું કે, પોલીસ આગામી દિવસોમાં કેજરીવાલણી પણ પૂછપરછ કરી શકે છે.

Advertisement

Advertisement

'હું મારા માતા-પિતા અને પત્ની સાથે પોલીસની રાહ જોઈ રહ્યો છું'

કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, 'હું મારા માતા-પિતા અને પત્ની સાથે પોલીસની રાહ જોઈ રહ્યો છું. ગઈકાલે પોલીસે ફોન કરીને મારા માતા-પિતાની પૂછપરછ કરવા માટે સમય માંગ્યો હતો. પરંતુ તે આવશે કે નહીં તે અંગે તેણે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી પોલીસ દ્વારા કેજરીવાલના માતા-પિતાને હેરાન કરી રહી છે. દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ કહ્યું, 'જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારથી ભાજપ ગભરાટમાં છે. તેઓ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ હુમલા અને કાવતરું ઘડી રહ્યા છે. પરંતુ આજે દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના માતા-પિતાને પૂછપરછ માટે બોલાવ્યા બાદ તેઓએ તમામ હદો વટાવી દીધી હતી.

'મુખ્યમંત્રી આ મામલામાં માસ્ટર માઈન્ડ છે'

સ્વાતિ માલીવાલ (Swati Maliwal) કેસમાં પૂર્વ પતિ નવીન જયહિંદનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, આ મામલામાં CM જ માસ્ટર માઇન્ડ છે. એક તરફ તે નિષ્પક્ષ તપાસની વાત કરી રહ્યો છે તો બીજી તરફ તે પોતાના PA બિભવ કુમારની ધરપકડનો વિરોધ કરી રહ્યો છે. હું ઈચ્છું છું કે આ મામલાની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા કરવામાં આવે. નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. મારે બોલવું પડ્યું કારણ કે હું 10 વર્ષથી સ્વાતિ સાથે છું. અને જો સ્વાતિ જૂઠું બોલી રહી હોય તો તેને પણ જેલમાં નાખો.

આ પણ વાંચો : આ રાજ્યોમાં ચક્રવાતી તોફાન ‘Remal’નો ખતરો, 26 મે સુધીમાં બંગાળના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા…

આ પણ વાંચો : Maharashtra : નદીમાં બાળકોને બચાવવા ગયેલા SDRF ની ટીમના 5 જવાનો ડૂબ્યાં, 3 ના મોત…

આ પણ વાંચો : Mumbai: ડોમ્બિવલી ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે ભીષણ આગ લાગી, ઘણા લોકો દાઝ્યા…

Tags :
Advertisement

.

×