Syria Civil War દરમિયાન ભારતીયો માટે આવ્યા રાહતના સમાચાર!
- તમામ Indian નાગરિકો સુરક્ષિત હોવાનું કહેવાય છે
- Syria માં રહેતા નાગરિકોને સાવચેતી રાખવા વિનંતી કરી
- Damascus માં Indian દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવું જોઈએ
Syria Civil War : Syria માં છેલ્લા એક મહિનાથી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. જોકે આની પાછળનું કારણે બળવાખોર છે. જેમણે Syria ની સરકાર વિરુદ્ધ અડગ વિદ્રોહ શરૂ કર્યો હતો. જેના કારણે Syria ના રાષ્ટ્રપતિ અસદને Syria માંથી તાત્કાલિક નાસીપાસ થવું પડે તેમ હતું. જોકે તેઓ ભાગવામાં સફળ પણ રહ્યા હતા. પરંતુ તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યો છે, Syria ના રાષ્ટ્રપતિનું પ્લેન ક્રેશ થયું છે. અને તેની પાછળનું કારણ આ બળવાખોર આતંકવાદિઓ છે.
તમામ Indian નાગરિકો સુરક્ષિત હોવાનું કહેવાય છે
જોકે આ બધાની વચ્ચે Syria માં હજારોની સંખ્યામાં Indians લોકો રહે છે. ત્યારે Indian Embassy દ્વારા Indians માટે એક ખાસ સૂચના પાઠવવામાં આવી હતી. તે ઉપરાંત Syria માં રહેલા Indians માટે ખાસ સુવિધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ Indian સરકાર દ્વારા Syria માં રહેતા Indiansને પાછા લાવા માટે એક ખાસ મિશન પણ તૈયાર કરવામાં આવ્યું હતું. તો Syria માંથી Indians માટે ખુશખબર સામી આવી છે. આ સિવાય Indian દૂતાવાસ Syria ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યું છે.
આ પણ વાંચો: Bashar al-Assad ના જીવિત હોવાની ધારણા! હજુ સુધી મળી નથી લાશ
Indian Embassy in Syria continues to remain operational, available to assist Indian nationals: Sources
Read @ANI Story | https://t.co/9RPi1J5gYu #Syria #Indiannationals #IndianEmbassy pic.twitter.com/gB0pANfXjH
— ANI Digital (@ani_digital) December 8, 2024
Syria માં રહેતા નાગરિકોને સાવચેતી રાખવા વિનંતી કરી
તો અત્યાર સુધી તમામ Indian નાગરિકો સુરક્ષિત હોવાનું કહેવાય છે. Indian Embassy એ તમામ નાગરિકોને સ્થાનિક નિયમો અને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે. ભારતે Syria માં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે વાતચીત અને કૂટનીતિને પ્રાથમિકતા આપવાનું સમર્થન કર્યું છે. Syria માં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે તેના નાગરિકોને ત્યાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી છે અને Syria માં રહેતા નાગરિકોને સાવચેતી રાખવા વિનંતી કરી છે.
Damascus માં Indian દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવું જોઈએ
Syria માં ઇસ્લામિક બળવાખોરોએ ગુરુવારે દેશના મોટા ભાગના સૌથી મોટા શહેર અલેપ્પોને કબજે કર્યા બાદ મધ્ય સીરિયન શહેર હોમ્સ પર વર્ચ્યુઅલ કબજો કરી લીધો હતો. તે પછી વિદેશ મંત્રાલય (MEA) એ Syria માં રહેતા Indian નાગરિકોને Damascus માં Indian દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા માટે પણ કહ્યું છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે Syria માં રહેતા Indiansએ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +963 993385973 અને ઈમેલ આઈડી hoc.damascus@mea.gov.in પર Damascus માં Indian દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવું જોઈએ.
આ પણ વાંચો: Syria ના રાષ્ટ્રપતિનું વિમાન ક્રેશ! બશર અલ અસદના શાસનનો અંત, વિમાન પણ રડારથી ગુમ!


