TCS કંપની 12 હજાર જેટલા કર્મચારીઓની છટણી કરશે, IT ના શેર ગગડ્યા
- દેશની પ્રતિષ્ઠિત કંપનીએ કરી છટણીની જાહેરાત
- આઇટી કંપનીની જાહેરાત બાદ કેટેગરીમાં આવતી કંપનીના શેર ગગડ઼્યા
- લાંબા ગાળાનું નુકશાન નહીં પહોંચતું હોવાનો મત નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો
TCS LAYOFF : શેરબજાર (SHARE MARKET) માં ઘટાડાનો ટ્રેન્ડ સોમવારે પણ ચાલુ રહ્યો છે, આ ઘટાડામાં IT શેરો પણ સામેલ છે. હકીકતમાં દેશની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના એક સમાચારે બજારનો મૂડ બગાડી દીધો છે. ટાટા ગ્રુપની આ કંપનીએ તેના લગભગ 2 ટકા કર્મચારીઓની છટણી કરવાની વાત કરી છે. જે પછી બધા IT શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
શેરની સ્થિતી
સોમવારે બપોરે ૧.૩૦ વાગ્યે, TCS ના શેર ૧.૧૬ ટકા ઘટીને રૂ. ૩૯૮૦ પર, HCL ટેકના શેર ૧.૧૫ ટકા ઘટીને રૂ. ૧૪૭૨ પર અને વિપ્રોના શેર ૩.૬૧ ટકા ઘટીને રૂ. ૨૫૦ પર ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ IT શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે. તે જ સમયે સેન્સેક્સ લગભગ ૫૦૩ પોઈન્ટ ઘટીને ૨૪૬૮૫ પર ટ્રેડ કરી રહ્યો છે, અને નિફ્ટી લગભગ ૧૫૧ પોઈન્ટ ઘટીને ૨૪૬૮૫ પર ટ્રેડ કરી રહ્યો છે.
કંપનીએ છટણી માટે આ કારણ આપ્યું
વાસ્તવમાં, TCS લગભગ 12,000 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે, જે કુલ માનવશક્તિના લગભગ 2 ટકા છે. જો કે, કંપનીએ કહ્યું કે, આ છટણી AI ના કારણે થઈ રહી નથી. કંપનીના જણાવ્યા અનુસાર, એવા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે, જેમની કુશળતા હવે કંપનીની બદલાતી જરૂરિયાતો સાથે સુસંગત નથી.
માંગનું વાતાવરણ પડકારજનક રહેશે
નિષ્ણાતોનું માનવું છે કે, વૈશ્વિક વેપાર તણાવ અને ગ્રાહકો દ્વારા વિવેકાધીન ખર્ચમાં ઘટાડાને કારણે IT ક્ષેત્રમાં પડકારો ચાલુ રહેશે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, આગામી એકથી બે ક્વાર્ટરમાં TCS માટે માંગનું વાતાવરણ પડકારજનક રહેશે. પરંતુ મધ્યમથી લાંબા ગાળા માટે તેની ટેકનોલોજીકલ રોકાણની જરૂરિયાતોને કારણે કંપનીની સંભાવનાઓ સકારાત્મક છે.
TCS ત્રિમાસિક અહેવાલ
દરમિયાન TCS એ Q1 ની આવકમાં 3.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય વેચાણમાં 0.5 ટકાનો ઘટાડો થયો હતો. સાધનો અને સોફ્ટવેરનો ખર્ચ પણ વેચાણના 1.14 ટકા ઘટી ગયો હતો. વિશ્લેષકો કહે છે કે BSNL સંબંધિત પ્રોજેક્ટ્સમાં મંદીની અસર હવે નિયંત્રણમાં છે, અને કંપની પાસે માર્જિન વધારવાનો અવકાશ છે. MOFSL એ TCS પર રૂ. 3,850 ના લક્ષ્ય ભાવ સાથે 'બાય' રેટિંગ જાળવી રાખ્યું છે, જે 14 ટકા સુધીના સંભવિત વધારાનો સંકેત આપે છે.
6,13,069 કર્મચારીઓ કામ કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે, હાલમાં TCS માં લગભગ 6,13,069 કર્મચારીઓ કામ કરી રહ્યા છે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ એક ભારતીય બહુરાષ્ટ્રીય સોફ્ટવેર સેવાઓ અને કન્સલ્ટિંગ કંપની છે. ટીસીએસ એ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયામાં લિસ્ટેડ કંપની છે.
આ પણ વાંચો ---- ભારતીય સેનાનું OPERATION MAHADEV, પહલગામ હુમલાના ત્રણ આતંકી ઠાર


