Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Telangana : માં ભદ્રકાળીના દરબારમાં PM મોદીએ કરી વિશેષ પૂજા અર્ચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા માટે ચૂંટણી રાજ્ય તેલંગાણા પહોંચ્યા છે. PM મોદી આજે વારંગલમાં લગભગ રૂ. 6,100 કરોડના અનેક રોડ અને રેલ માળખાકીય વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. આ તમામ...
telangana   માં ભદ્રકાળીના દરબારમાં pm મોદીએ કરી વિશેષ પૂજા અર્ચના
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા માટે ચૂંટણી રાજ્ય તેલંગાણા પહોંચ્યા છે. PM મોદી આજે વારંગલમાં લગભગ રૂ. 6,100 કરોડના અનેક રોડ અને રેલ માળખાકીય વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. આ તમામ કાર્યક્રમ વચ્ચે પ્રખ્યાત ભદ્રકાળી માતાના દરબારમાં PM મોદીએ કરી વિશેષ પૂજા અર્ચના. PM નરેન્દ્ર મોદીએ તેલંગાણાના વારંગલમાં ભદ્રકાલી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

Advertisement

Advertisement

આ વર્ષે વડાપ્રધાન મોદીની આ ચૂંટણીલક્ષી રાજ્યની આ ત્રીજી મુલાકાત છે. અગાઉ તેઓ જાન્યુઆરી અને એપ્રિલમાં તેલંગાણા આવ્યા હતા. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા નિયુક્ત રાજ્ય એકમ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી વડા પ્રધાનના કાર્યક્રમોની વ્યવસ્થાની સમીક્ષા કરવા વરિષ્ઠ નેતાઓ સાથે આજે વારંગલ જવા રવાના થયા હતા.

તેલંગાણામાં હાઇવે અને એક્સપ્રેસ પ્રોજેક્ટથી કનેક્ટિવિટી વધશે.પીએમ મોદી વારંગલમાં રેલવે વેગન ફેક્ટરીનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. જેના કારણે લોકોને ઘણી રોજગારી મળશે. કેન્દ્રીય પ્રધાન અને તેલંગાણા ભાજપના વડા જી કિશન રેડ્ડી વારંગલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાજર છે. પીએમ અહીં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરી રહ્યા છે

આપણ  વાંચો - આખરે મનોજ મુન્તશીરને જ્ઞાન લાધ્યું..બે હાથ જોડી કર્યું કઇંક આવું..

Tags :
Advertisement

.

×