Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઘાતક હુમલાઓ બાદ કંબોડિયાનું યુદ્ધવિરામનું આહ્વાન, ભારતે એડવાઇઝરી જારી કરી

CAMBODIA CEASEFIRE : ઓડર મીંચે પ્રાંતે અહેવાલ આપ્યો હતો કે એક નાગરિક - એક 70 વર્ષીય વ્યક્તિ - માર્યો ગયો છે અને પાંચ અન્ય ઘાયલ થયા
ઘાતક હુમલાઓ બાદ કંબોડિયાનું યુદ્ધવિરામનું આહ્વાન  ભારતે એડવાઇઝરી જારી કરી
Advertisement
  • એક યુદ્ધ શાંત થવા તરફ જઇ રહ્યું હોવાના સંકેત
  • સંયુક્ત રાષ્ટ્રમાં કંબોડિયાના રાજદૂતે શાંતિપ્રસ્તાવ મુક્યો
  • કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે યુદ્ધની સ્થિતીમાં ભારતે એડવાયઝરી ઇશ્યુ કરી

CAMBODIA CEASEFIRE : સરહદ વિવાદ પર કંબોડિયા અને થાઇલેન્ડે (CAMBODIA - THAILAND WAR) એકબીજા પર જોરદાર પ્રહારો ચાલી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં (UNITED NATIONS) કંબોડિયાના રાજદૂતે કહ્યું કે તેઓ થાઇલેન્ડ સાથે તાત્કાલિક યુદ્ધવિરામ (IMMEDIATE CEASEFIRE) ઇચ્છે છે. બંને પડોશી દેશો વચ્ચે સતત બીજા દિવસે ઘાતક હુમલા થયા હતા. હવે બેંગકોકે પણ વાતચીત માટે ખુલ્લા સંકેત આપ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ સંઘર્ષ પર ઇમરજન્સી બેઠક બોલાવી હતી.

તાત્કાલિક બિનશરતી યુદ્ધવિરામની માંગ કરી

લાંબા સમયથી ચાલી રહેલો સરહદ વિવાદ ગુરુવારે જેટ, તોપખાના, ટેન્ક અને ભૂમિ સૈનિકો સાથે ભીષણ યુદ્ધમાં ફેરવાઈ ગયો હતો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શુક્રવારે આ સંઘર્ષ પર ઇમરજન્સી બેઠક બોલાવી હતી. કંબોડિયા અને થાઇલેન્ડની હાજરીમાં કાઉન્સિલની બેઠકમાં ફ્નોમ પેન્હના યુએન રાજદૂત ચીઆ કીઓએ જણાવ્યું હતું કે, કંબોડિયાએ તાત્કાલિક બિનશરતી યુદ્ધવિરામની માંગ કરી છે અને અમે આ વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે પણ આહ્વાન કરીએ છીએ.

Advertisement

મુસાફરી કરવાનું ટાળવા વિનંતી

શુક્રવારે સરહદની કંબોડિયા બાજુથી તોપખાનાના હુમલાના અવાજો સંભળાયા હતા. જ્યાં ઓડર મીંચે પ્રાંતે અહેવાલ આપ્યો હતો કે એક નાગરિક - એક 70 વર્ષીય વ્યક્તિ - માર્યો ગયો છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે. શુક્રવારના રોજ થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસે દેશમાં તેના નાગરિકો માટે એક સલાહ જારી કરી છે, જેમાં તેમને થાઇલેન્ડ-કંબોડિયા સરહદ પર ચાલી રહેલી અશાંતિ વચ્ચે સાત પ્રાંતોમાં મુસાફરી કરવાનું ટાળવા વિનંતી કરી છે.

Advertisement

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ પર અથડામણ

ભારતીય દૂતાવાસે પ્રવાસીઓને થાઇલેન્ડના સાત પ્રાંતો ટાળવાની સલાહ આપી છે, જેમાં ઉબોન રત્ચાથની, સુરીન, સિસાકેટ, બુરીરામ, સા કાઓ, ચાંથાબુરી અને ત્રાટનો સમાવેશ થાય છે. ગુરુવારના રોજ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ પર અથડામણ થઈ હતી, જેના કારણે મોટી તંગદીલી થઈ હતી જેમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા. જેમાં મોટાભાગે નાગરિકો અને એક સૈનિક હતા. ભારતીય દૂતાવાસે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે થાઈલેન્ડ-કંબોડિયા સરહદ નજીકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થાઈલેન્ડની મુસાફરી કરતા તમામ ભારતીય મુસાફરોને TAT ન્યૂઝરૂમ સહિત થાઈ સત્તાવાર સ્ત્રોતોમાંથી અપડેટ્સ તપાસવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો ---- Most Popular Leader : વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે વડાપ્રધાન મોદી અવ્વલ, 75 % એપ્રુવલ રેટિંગ મળ્યું

Tags :
Advertisement

.

×