Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Britain : કારની ડિકીમાંથી ભારતીય મહિલાની લાશ મળતા હડકંપ

બ્રિટનના લંડનમાં બનેલી ઘટનાએ ભારતીય સમુદાયમાં ભારે હલચલ મચાવી લંડનમાં 24 વર્ષીય ભારતીય મૂળની મહિલાનો મૃતદેહ કારની ડેકીમાંથી મળી આવ્યો મહિલાની હત્યા તેના ભારતીય મૂળના પતિએ કરી હોવાની પોલીસને શંકા ઘટના બાદ મહિલાનો પતિ પણ ગુમ Murder in Britain...
britain   કારની ડિકીમાંથી ભારતીય મહિલાની લાશ મળતા હડકંપ
Advertisement
  • બ્રિટનના લંડનમાં બનેલી ઘટનાએ ભારતીય સમુદાયમાં ભારે હલચલ મચાવી
  • લંડનમાં 24 વર્ષીય ભારતીય મૂળની મહિલાનો મૃતદેહ કારની ડેકીમાંથી મળી આવ્યો
  • મહિલાની હત્યા તેના ભારતીય મૂળના પતિએ કરી હોવાની પોલીસને શંકા
  • ઘટના બાદ મહિલાનો પતિ પણ ગુમ

Murder in Britain : બ્રિટનના લંડનમાં બનેલી ઘટનાએ ભારતીય સમુદાયમાં ભારે હલચલ મચાવી દીધી છે. મળેલી માહિતી મુજબ લંડનમાં 24 વર્ષીય ભારતીય મૂળની મહિલાનો મૃતદેહ (Murder in Britain) કારની ડેકીમાંથી મળી આવતા સનસનાટી સર્જાઇ ગઇ છે. . પોલીસને શંકા છે કે મહિલાની હત્યા તેના ભારતીય મૂળના પતિએ કરી છે કારણ કે તે પણ ફરાર છે. આ જ કારણ છે કે પોલીસ મહિલાના પતિને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટના આ મહિનાની શરૂઆતમાં બની હતી અને હજુ સુધી મહિલાના પતિ વિશે કંઈ જાણવા મળ્યું નથી. પોલીસને શંકા છે કે તે દેશ છોડીને ભાગી ગયો હોઈ શકે છે.

પોલીસને મહિલાના પતિ પર શંકા

પોલીસે જણાવ્યું કે થોડા દિવસો પહેલા પૂર્વ લંડનના ઇલફોર્ડ વિસ્તારમાં બ્રિસ્બેન રોડ પર 24 વર્ષની હર્ષિતા બ્રેલાનો મૃતદેહ એક ત્યજી દેવાયેલી કારમાંથી મળી આવ્યો હતો. કારની ડીકીમાંથી લાશ મળી આવી હતી. લાશ મળી ત્યારથી મહિલાના ભારતીય મૂળના પતિ પંકજ લાંબા વિશે કોઈ માહિતી નથી. પોલીસને શંકા છે કે પતિ જ હત્યારો હોઈ શકે છે. પોલીસે આરોપીને શોધવા માટે 60 જાસૂસોની ટીમ તૈનાત કરી છે, પરંતુ હજુ સુધી પંકજ વિશે કંઈ જ મળ્યું નથી.

Advertisement

આ પણ વાંચો----Israel નો પ્લાન ફ્લોપ, CIA અધિકારી જ હતો જાસૂસ! જાણો શું છે સમગ્ર ઘટના...

Advertisement

મહિલા ઘણા દિવસોથી ગુમ હતી

પોલીસે કહ્યું કે તેમને હર્ષિતાના ગુમ થવાની માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસે નોર્થમ્પટનશાયરના કોર્બીમાં સ્કેગનેસ વોક વિસ્તારમાં સ્થિત હર્ષિતાના ઘરે જઈને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં પણ કોઈ મળ્યું ન હતું. ગયા ગુરુવારે ઇલફોર્ડ વિસ્તારમાં કારની ડિકીમાંથી હર્ષિતાની લાશ મળી હતી. હર્ષિતા પર કોઈ પરિચિતે હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટના બાદ હર્ષિતાનો પતિ પણ ગુમ હોવાથી શંકાની સોય તેના તરફ વળી છે.

આ પણ વાંચો----Britain ના રાજા અને રાણી ચૂપચાપ ભારતમાં 4 દિવસ રોકાઇને જતા રહ્યા..

Tags :
Advertisement

.

×