Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ ગ્રુપના કૌભાંડ બાદ પ્રથમ રોકાણકાર આવ્યો સામે

ભાગેડું ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે નોંધાઇ પહેલી ફરિયાદ પ્રાંતિજના રોકાણકારે નોંધાવી પોલીસ ફરિયાદ ફરિયાદી સુરેશ વણકરે કર્યું છે 5 લાખનું રોકાણ સુરેશ વણકરની પૂછપરછ કરશે સીઆઈડી ક્રાઈમ BZGroup Scam: BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં ફસાયેલા પીડિતો હવે ધીમે ધીમે સામે...
bz ગ્રુપના કૌભાંડ બાદ પ્રથમ રોકાણકાર આવ્યો સામે
Advertisement
  • ભાગેડું ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે નોંધાઇ પહેલી ફરિયાદ
  • પ્રાંતિજના રોકાણકારે નોંધાવી પોલીસ ફરિયાદ
  • ફરિયાદી સુરેશ વણકરે કર્યું છે 5 લાખનું રોકાણ
  • સુરેશ વણકરની પૂછપરછ કરશે સીઆઈડી ક્રાઈમ

BZGroup Scam: BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં ફસાયેલા પીડિતો હવે ધીમે ધીમે સામે આવી રહ્યાં છે. સાબરકાંઠાની અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના અનેક વિસ્તારોમાંથી બી ઝેડ ગ્રુપમાં રોકાણ કરાવનાર એજન્ટો હાલતો ઓફિસો બંધ કરી ભૂગર્ભમાં છે એટલું જ નહીં પરંતુ ગ્રુપના સીઈઓ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં પીડિત વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

એક રોકાણકાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

સાબરકાંઠાની અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના અનેક વિસ્તારોમાંથી બી ઝેડ ગ્રુપમાં રોકાણ કરાવનાર એજન્ટો હાલતો ઓફિસો બંધ કરી ભૂગર્ભમાં છે એટલું જ નહીં પરંતુ ગ્રુપના સીઈઓ પણ પોલીસ પકડથી દૂર છે જોકે સીઆઇડી ક્રાઈમ દ્વારા ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી દેવામાં આવી છે ને અલગ અલગ ઓફિસો ખાતે રેડ પણ અગાઉના દિવસોમાં કરવામાં આવી હતી રોજેરોજ અલગ અલગ ખુલાસાઓ સામે આવી રહ્યા છે ત્યારે આજે પ્રાંતિજ પંથકમાં લોકો પાસે રોકાણ કરાવનાર નિકેશ પટેલ ભૂગર્ભમાં છે તેની ઓફિસ અને તેના ફોટો સ્ટુડિયો પર ખંભાતી તારા જોવા મળ્યા હતા નિકેશ પટેલ દ્વારા પ્રાંતિજમાંથી અનેક લોકો પાસે રોકાણ કરાવવામાં આવ્યું હોવાનું હાલ તો સામે આવ્યું છે તે પૈકીના એક રોકાણકાર આજે પ્રાંતિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

પ્રાંતિજમાં BZ ગ્રુપ સામે નોંધાઇ ફરિયાદ

પ્રાંતિજના સુરેશભાઇ વણકર નામના વ્યક્તિએ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું. હવે ધીમે ધીમે પીડિત BZ ગ્રુપ સામે ફરિયાદ નોંધાવવા માટે બહાર આવ્યા છે. સુરેશભાઇ એગ્રીમેન્ટની કોપી સાથે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા. સુરેશભાઇએ BZ ગ્રુપમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

લોકોને આપવામાં આવતી હતી લોભામણી જાહેરાત

સુરેશભાઇ વણકર નામના વ્યક્તિએ પ્રાંતિજ ઓફિસમાં BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું. પૈસા રોકાયા બાદ જુદા જુદા એગ્રીમેન્ટ કરવામાં આવતા હતા. એજન્ટ નીકેશ પટેલ હતા તેમના દ્વારા રોકાણ કરવા માટે લોભામણી જાહેરાતો આપવામાં આવતી હતી. BZ ગ્રુપના એજન્ટ 20 લાખ આસપાસનું રોકાણ કરો તો માલદીવ્સની ફ્રી ટ્રીપ, 10 લાખના રોકાણમાં ગોવાની ટ્રીપ અને પોતે 10 લાખનું રોકાણ કરે તો આઇફોન ગિફ્ટ આપવા જેવી લાલચ આપવામાં આવતી હતી.

Tags :
Advertisement

.

×