ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હાઇકોર્ટે અરજી રદ્દ કરી અને મિનિટોમાં બેટદ્વારકામાં ફરી વળ્યું બુલ્ડોઝર

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે હાઇકોર્ટના ચુકાદાની મિનિટોમાં જ બુલ્ડોઝર ફરી વળ્યું. ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.
06:40 PM Feb 04, 2025 IST | KRUTARTH JOSHI
બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે હાઇકોર્ટના ચુકાદાની મિનિટોમાં જ બુલ્ડોઝર ફરી વળ્યું. ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.
The High Court dismissed the petition and within minutes the bulldozer returned to Bat Dwarka.

અમદાવાદ : બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે હાઇકોર્ટના ચુકાદાની મિનિટોમાં જ બુલ્ડોઝર ફરી વળ્યું. ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે આ અરજીમાં કોઇ જ દમ નહીં હોવાનું અને અરજી પાયાવિહોણી હોવાનું જણાવીને અરજી રદ્દ કરી હતી.

વકફના નામે સરકારી જગ્યાઓ પર કર્યું હતું દબાણ

વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી કુલ 12 ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા દબાણો દૂર કરવાનો કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન અરજદાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી જે ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દીધા હતા તેને તંત્ર દ્વારા દબાણો દૂર કરવાનો કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Cricket News: પોલીસે ભારતીય ટીમના એક સભ્યને ચાહક સમજીને રોક્યો અને Video Viral થયો

કબ્રસ્તાનની જમીનમાં કુલ 12 બિનકાયદેસર ધાર્મિક દબાણ કરાયા હતા

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે દરિયા કિનારે કબ્રસ્તાનની જમીન પર કુલ 12 ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. પીટીશનમાં અરજદાર દ્વારા આ ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો. જે દાવા અન્વયે આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજદારની તમામ દલીલોને ફગાવી પીટીશનને પણ ફગાવી દેવામાં આવી છે. જે અનુસંધાને તંત્ર દ્વારા આજે બેટ દ્વારકાના બાલાપર ગામે આ તમામ ગેરકાયદેસર ધાર્મિક દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટેની આસામ સરકારને ફટકાર, વિદેશીઓને ડિપોર્ટ કરવામાં વિલંબ કેમ ?

Next Article